પેરીસમા ના આ પાંચ આકર્ષણો વિષે વાંચવાનું ચૂકશો નહિ

પેરીસએ દુનિયાના સૌથી મોટામાં મોટા શહેરોમાનુ એક છે તેને પ્રેમનું શહેર એવુ કહીને પણ સંબોધી શકાય છે.કોઈપણ મુસાફરની સૂચીમાં પેરીસનો સમાવેશ થતો હોય છે.આ એક એવુ શહેર છે કે જે ઈતિહાસથી ભરેલું છે, જેમા અવિશ્વસનીય સ્થાપત્ય,સંસ્કતિ અને કળાનો સમાવેશ થાય છે. જો તમે પેરીસ તરફ જઈ રહ્યા છો તો આ પાંચ ટોચના આકર્ષણો છે.

એફિલ ટાવર

એફિલ ટાવરએ પેરીસનું પ્રતિક છે. જયારે કોઈપણ વ્યકિત પેરીસનો ઉલ્લેખ કરે  છે  ત્યારે તેના મગજમાં સહજ રીતે સૌથી પહેલા એફિલ ટાવર આવે છે.આ ટાવર ઈ.સ. ૧૮૮૯ માં ગુસ્ટવ એફિલએ બનાવેલો છે, તેમજ તેની ઉંચાઈ ૩ર૪મી છે.તે પેરીસની સૌથી ઉંચી ઈમારત છે. તેમા ત્રણ સ્તર આવેલા છે.પહેલા બે સ્તર પર હોટલ આવેલી છે અને ત્યા સીડી અથવા ઉંચાઈનો ઉપયોગ કરીને પહોંચી શકાય છે.ત્રીજુ સ્તર જે સૌથી ઉચ્ચુ છે. ત્યા માત્ર ઉંચાઈના ઉપયોગથી જ પહોચવુ સુલભ છે.

નોટ્રે ડેમ કેથેડ્રલ

કેથેડ્રલએ સેઈન નદીમાં આવેલ એક ટાપુ છે જે ર૦૦૦થી વધુ વર્ષ પહેલા બનાવવામાં આવેલ છે અને તે હાલમાં પણ સ્થાપિત છે. તેના બાંધકામમાં ઘણો સમયગાળો લાગ્યો હતો. કેથેડ્રલએ ચર્ચ છે. કેથેડ્રલએ ગોથીક સ્થાપત્યનું  ઉતમ ઉદારણ છે. તેની સાથે લાંબો ઈતિહાસ પણ જોડાયેલો છે.૧૮મી સદીમાં ફ્રાન્સની ક્રાંતિ દરમિયાન તેને ભારે નુકસાન થયુ હતુ. જેનુ સમારકામ ૧૯મી સદીમાં કરવામાં આવ્યું હતું.હવે લોકો આ સુંદર અને ખૂબ જ પ્રખ્યાત જગ્યાની મુસાફરી પણ કરી શકે છે.

આ ચર્ચમાં એન્ટ્રી ફ્રી છે તે ઉપરાંત આ ટાવરની મુલાકાત કરવા માટેની ટીકીટ  ૭.પ આપવાની હોય છે.

લુવરે

લુવરે ખૂબજ પ્રખ્યાત અને જાણીતુ મ્યુઝિયમ છે.જયારે પણ કલાના પ્રેમીઓ પેરીસની મુલાકાતે આવે છે ત્યારે આ મ્યુઝિયમની મુલાકાત અચુક જ લે છે.આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ. ૧૭૯૩માં કરવામાં આવી. આ મ્યુઝિયમ દુનિયાભરના કલાના પ્રેમીઓ માટે અકલ્પનીય સંગ્રહ છે.

આ મ્યુઝિયમમાં મુખ્ય કાયમી સંગ્રહો માટે ટિકિટનો ખર્ચ ૧૦, ખાસ કામચલાઉ પ્રદર્શનનો ખર્ચ ૧૧ અને એક સંયુકત ટિકિટનો ખર્ચ ૧૪ હોય છે.મ્યુઝિયમ મંગળવારે બંધ હોય છે.

ચેંમ્પ્સ એલીસીસ અને આર્ક ડી ટ્રોમફે

આ વિશ્વનો સૌથી પ્રખ્યાત માર્ગ, ચેંમ્પ્સ એલીસીસ એ એક સુંદર વૃક્ષ રેખાંકિત એવન્યુ છે. જે આર્ક ડી ટ્રોમ્ફે થી લુવરે તરફ ચાલે છે.તે અતિ રોમેન્ટિક સ્થળ છે અને પેરીસનુ વાસ્તવિક પ્રતિક છે.

આર્ક ડી ટ્રોમ્ફેએ એક અદભુત યુદ્ધ સ્મારક છે.પેરીસમાં આર્ક ડી ટ્રોમ્ફેનું નિર્માણ ૧૮૦૬ માં ફ્રેન્ચ સમ્રાટ નેપોલિયન દ્ધારા કરવામાં આવ્યું હતું.

વર્સેલ્સ

વર્સેલ્સએ પેરીસથી થોડુ દુર આવેલુ છે,કેન્દ્ર પેરીસથી રપ મીનીટની મુસાફરીથી વર્સેલ્સ પહોંચી શકાય છે. એક ઉતમ દિવસની સફર માટે આ એક ઐતિહાસિક શાહી સેતુ છે.વર્સેલ્સ ૧૭મી સદીમા ંબાંધવામાં આવ્યુ હતું.વર્સેલ્સમા અન્ય આકર્ષણો બગીચા,એનટોની એસ્ટેટ અને ગ્રાન્ડ ટ્રીઆન છે.

વર્સેલ્સની પાસપોર્ટ ટીકીટ છે, જેના દ્ધારા ૧૮માં તમામ આકર્ષણો અને પ્રવાસો માણી શકાય છે.

– લેખિકા: અનીતા વ્યાસ

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!