પ્રતિભા શર્મા – એક ખુબ લડી મર્દાની ને સલામ

પ્રતિભા શર્મા કહે છે કે મારૂ એક સપનુ છે કે હું પર્વતારોહક બનવા માગુ છુ. ઘણા પર્વતોને ચઢવા એ મારું લક્ષ્ય છે અને સાથે સાથે મારી એન્જીનીયર બનવાની પણ મહત્વાકાંક્ષા છે.

પ્રતિભાએ ગરીમા રિસોર્સ કેન્દ્ર બનાવેલુ છે.

આજે ત્યાં કન્યાઓને સશકત કરવામાં આવે છે અને તેમની માગણીઓ સીધી જ જીલ્લા અધિકારીઓ પાસે રજૂ કરવામાં આવે છે.પ્રતિભા સ્વચ્છ ભારત મિશન અને ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ હેઠળ વજન મોનિટરીંગ દિવસના  અમલીકરણ માટે મોનિટર છે.

પર્વતારોહક બનવાના તેમના સપના ને પૂર્ણ કરવા માટે તેણીએ તેમની બેઠકમાં વિભાગીય કમીશનર સાથે વાત કરી છે. તેણીએ તેમને પોતાની તાલીમની જરૂરીયાતોને નોંધી લેવા માટે  જણાવ્યું જેથી વહીવટી તંત્ર તેના માટે સહાય કરી શકે.સદ્‌વ્યવસ્થા અને અન્યને પ્રેરણા આપવાની ક્ષમતા આ તેમના સદ્‌ગુણો છે.જેના કારણે તેમના ગામની છોકરીઓ કિશોર ગર્લ્સ ગ્રુપ માટે પીટર એજયુકેટર તરીકે પ્રતિભાને પસંદ કરે છે.તેણીએ છોકરીઓને ગરીમા બેઠકમાં હાજરી આપવા પ્રેરીત કરવા માટે માસિકસ્ત્ર્રાવ, સ્વછતાના વ્યાપક મુદાઓ અને પ્રગતિશીલ સામાજીક સિદ્ધાંતોની સુસંગતતા જેવા ખુલાસાઓને સમજાવ્યા.

એ જ લોકો જેમણે મને પદ છોડી દેવા માટે ટીકા કરી, મને નિષ્ઠુર ફોન કર્યા અને હવે મારી પ્રશંસા કરે છે અને કહે છે કે તેમની દિકરીઓ મારી જેમ બનવા માગે છે.– પ્રતિભા

પરિવર્તન એજન્ટ તરીકે સ્વીકાર્ય બનવુ સહેલુ ન હતુ પરંતુ પ્રતિભાએ આ પડકારનો સામનો કર્યો અને સારી રીતે તેમની જવાબદારીઓ નિભાવી.સમ્રગ ગામ ખાસ કરીને કન્યાઓ પ્રતિભા પાછળ રેલી માટે જોડાઈ તેમજ પરિવર્તનની  બિકન્સ બની ગઈ. પ્રતિભા અને સમ્રગ કિશોરીઓએ જીલ્લા અધિકારીઓ પાસે શૌચાલયો, સ્નાનાગૃહ, જહાજભંડાર, ડ્રેનેજ સિસ્ટમની સુધારણા માટેની ઔપચારીક માગણી કરી. પરિણામે ગ્રામપ્રધાને સમુદાયના  શૌચાલયના બાંધકામ માટે મંજૂરી આપી દીધી છે.

પ્રતિભાએ ખુલ્લામાં સંડાસ અને સ્નાન સામે મહિલાઓ અને છોકરીઓને સંવેદનશીલ કર્યા અને પરિવારોને શૌચાલય બાંધવા માટે વિનંતી કરી.

પરિણામે પરિવારો નાના રોકાણો કરી વાંસના ઉપયોગ દ્બારા કામચલાઉ સ્નાનાગૃહ બનાવ્યા. જેથી સ્ત્રીઓ અને છોકરીઓને તેમના માસિકસ્ત્ર્રાવના સમયગાળા દરમિયાન તકલીફ ન પડે. તેણીએ ઘરમાં સ્નાનાગૃહ બનાવવા માટે સખત મહેનત કરી છે.

આવી નારી શક્તિ જો દરેક નારીમાં જોવા મળે તો આપણા દેશમાં ઘણો બદલાવ આવી શકે.

સંકલન: અનીતા વ્યાસ

Leave a Reply

error: Content is protected !!