સંબંધો, સમય અને સમજણ – શું તમારી પાસે છે?

એનું નામ રોહિત. એક દિવસ એના પપ્પા ઘરે કોઈ કામ કરી રહ્યા હતા અને રોહિત એમના નજીક ગયો અને એમને ડરતા ડરતા પૂછવા લાગ્યો કે, “પપ્પા,તમને એક સવાલ પૂછી શકું?” પપ્પા બોલ્યા,” હા પૂછ જે પૂછવું હોય એ, શું થયું તને?” તો રોહિત એ પૂછ્યું કે ,” તમે એક મહિના માં કેટલું કમાવો છો?”આટલું સાંભળતા જ એના પપ્પા ગુસ્સે થઈ ગયા. રોહિત ને ગુસ્સે ભરાયેલા જ અવાજ મા કીધું કે,”આ બધુ તારે નહીં પૂછવાનું. તારે આ સવાલ નો જવાબ સાંભળીને શું કામ છે?” તો છોકરો ડરાયેલા આવાજ માં બોલ્યો કે,”પ્લીઝ મને કહોને, મારે જાણવું છે કે તમે દર મહિને કેટલા કમાવો છો?” છેલ્લે કંટાળી ને એના પપ્પા બોલ્યા કે,”60 હજાર રૂપિયા દર મહિને. “..

આટલું સાંભળતા જ છોકરો નિરાશ થઈ ગઈ ગયો અને ફટાફટ એના રૂમ માં જતો રહ્યો. આવી પરિસ્થિતી જોતાં એના પિતાને થોડુક ટેન્શન થયું કે અચાનક જ રોહિત ને શું થયું? પણ, થોડીક વાર માં પાછો આવી જશે એવું સમજીને એ પોતાનું કામ કરવા લાગ્યા. 1 કલાક થઈ ગયો, પણ હજુ સુધી રોહિત એના રૂમ માથી પાછો જ ના આવ્યો. આમ તો દિવસે રોહિત એના રૂમ માં 15 મિનીટ થી વધારે રહી શકે નહીં. આખો દિવસ માં ઘર ધિંગા મસ્તી કર્યા જ કરે. એના પપ્પા ને લાગ્યું કે 100% કઈક ગરબડ છે હવે.

રોહિત ના પપ્પા જેવા એના રૂમ માં જાય છે અને રૂમ માં જે દ્રશ્ય જોવે છે. એ જોઈ ને એમની આંખો પહોળી થઈ જાય છે. રોહિત ફ્લોર પર બેઠો બેઠો રૂપિયા ગણે છે. થોડાક દૂર એના પપ્પા ને એક નાનું “પિગી બેન્ક” તોડેલું દેખાય છે. એક બાજુ એક કાગળ પર કઈક ગણતરી કરેલી છે. રોહિત હેરાન ના થાય એ રીતે ધીમે રહીને એના પપ્પા એ કાગળ ને ઉઠાવે છે અને ગણતરી પર નજર મારે છે. એ જોઈને જ એમના દિલ માં ધ્રાસકો અને આંખ માં પાણી આવી જાય છે.’એક મહિના માં 60 હજાર રૂપિયા કમાય તો એક દિવસ માં દિવસ માં કેટલા’ આવું સાદી ગણતરી હોય છે.  રોહિત  હજુ પણ પોતાના પિગી બેન્ક માથી રૂપિયા જ ગણી રહ્યો હતો. એટલા માં જ અવાજ આવ્યો કે,”આ એક હજાર રૂપિયા પૂરા.” તરત જ પાછળ ફર્યો અને એના પપ્પા ને જોઈ ને ખુશખુશાલ થઈ ગયો ન બોલ્યો,”પપ્પા, હું એ એક હજાર રૂપિયા ભેગા કરી દીધા છે. હવે તો તમે મારા સાથે અડધો દિવસ પસાર કરશો ને?” આટલું સાંભળતા જ રોહિત ના પપ્પા એને હગ કરીને રડવા લાગ્યા.

બોધ: આપણે પૈસા કમાવવા માં કે એટલું બધુ પણ વ્યસ્ત ના થઈ જવું કે આપણે આપણાં પ્રિયજન ને જ સમય આપવાનું ભૂલી જઈએ. સંબંધો નું મહત્વ રાખીશું તો જ સંબંધ આપનુ મહત્વ રાખશે. જીવનમાં સંબંધો નું મહત્વ રાખવું ખૂબ જ જરૂરી છે. જીવન માં છેલ્લા સમય માં કોઈ રૂપિયા કે પૈસા કે કોઈ વૈભવી વસ્તુ નથી કામમાં આવની, પણ સંબંધો કામમાં આવશે.

સંકલન: નિશાંત પંડ્યા

Leave a Reply

error: Content is protected !!