દાંતની પીળાશ દૂર કરવાના સરળ અને મફત ઉપાયો

દાંત ની પીળાશ આપણને શરમ જનક લાગતી હોય છે, પણ મિત્રો આ પીળાશ માટે આપણે જ જવાબદાર છીએ. જો આપણે રોજીંદા જીવનમાં થોડી પણ કાળજી રાખી હોત તો આજે આ લેખ વાંચવાની જરૂર જ ના પડી હોત.

કઈ નહિ ચાલો, હવે દાંત થોડા-ઘણા પીળા થઇ જ ગયા છે તો સૌ પહેલા તો દાંત પીળા થવાના અમુક બેઝીક કારણ સમજીએ, જેથી આવી ભૂલ ફરી ના થાય.

આજના સમયે મોટાભાગના લોકો પોતાના પીળા દાંતને લઈને ખૂબ પરેશાન છે. પરંતુ દાંતમાં પીળાશ આવવાના અનેક કારણો છે. યોગ્ય રીતે બ્રશ ઉપરાંત દૂષિત ખોરાક અને આનુવંશિક લક્ષણો પણ જવાબદાર હોય છે. આ ઉપરાંત કેમિકલ્સ યુક્ત પાણી, તંબાકુ, કલર્ડ ફૂડ્સ દાંતને ખૂબ નુકસાન કરે છે.

કઈ નહિ, હવે થોડું ધ્યાન રાખજો. ચાલો જાણીએ, દાંતને ફરી હીરા જેવા ચમકાવવા શું કરી શકાય?

દાંત ચમકાવવા માટે આમ તો બજારમાં ઘણી પ્રોડક્ટ ઉપલબ્ધ છે. પરંતુ દૂધ અને દૂધની બનલી પ્રોડક્ટ જેટલી અક્સીર કોઈ કેમિકલ પ્રોડક્ટ નથી. દૂધ અને તેની આઇટમમાં કેલ્શિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. જે દાંતને સ્વસ્થ બનાવે છે. જોકે ચા-કોફીથી દૂર રહેવું જોઈએ તેનાથી પીળાશ વધે છે.

દાંતને સાફ અને મોતી જેવા ચમકદાર બનાવવા માટે મીઠાનો ઉપયોગ ખૂબ પહેલાથી થતો આવે છે. મીઠામાં ખૂબ ભારી માત્રામાં સોડિયમ ક્લોરાઇડ હોય છે. જે દાંતની પીળાશ ઓછી કરવામાં મદદરૂપ થાય છે. જોકે વધુ પડતા મીઠાના ઉપયોગથી દાંતના ઇનેમલને નુકસાન થઈ શકે છે.

મોતી જેવા સફેદ દાંત માટે લીંબુ પણ ખૂબ ઉપયોગી નીવડે છે. ખોરાક લીધા બાદ લિંબુથી દાંત સાફ કરવાથી દાંતની ચિકાશ અને પીળાશ બંને ઓછી થાય છે. લીંબુવાળા પાણીથી જમ્યા બાદ કોગળા કરવાથી દાંતની પીળાશ અને મોઢાની દુર્ગંધ બંનેમાં રાહત મળે છે.

દાંતની પાળાશ દૂર કરવા માટે બેકિંગ સોડા ખૂબ કારગર નીવડે છે. જે રીતે દાંત સાફ કરવા માટે મીઠાનો ઉપયોગ કરો છો તેવી જ રીતે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકાય છે. થોડાક જ દિવસોમાં તમારા દાંત પર જામેલી પીળી છારી દૂર થઈ જશે.

ટૂંક માં, દાંત ની પીળાશ દુર કરવા થોડી મહેનત તો કરવી જ પડશે.

Leave a Reply

error: Content is protected !!