પેટ અને સાથળની ચરબી ઉતારવા આ પ્રયાસ કર્યો છે?

શરીરનું વધેલું વજન સૌથી પહેલાં ક્યાં દેખાય? તો જવાબમાં બધા જ તરત બોલે કે પેટના નીચેના ભાગમાં અને સાથળ પર. આ બે એવી જગ્યા છે જ્યાં ચરબી જલ્દી વધે છે અને ત્યાંથી જ ચરબી ઉતારવી બહું જ મુશ્કેલ પડે છે. આ કામ મુશ્કેલ જ છે પરંતુ અશક્ય તો નથી જ. તો આ મુશ્કેલ કામને સરળ બનાવવા માટે આ 6 ટિપ્સ કામ લાગશે.

1.યોગ, કસરત જરૂરથી કરો
કમર અને પેટની ચરબી ઓછી કરવા માટે રોજ સવારે ઊઠીને યોગ કરવા અથવા તો હળવી કસરત કરવી. જેના માટે નિયમિત સૂર્ય નમસ્કાર તેમજ યોગમાં સર્વાંગાસન, ભુજંગાસન, પદ્માસન, શલભાસન જેવા આસન કરી શકો છો.

2.સંતુલિત આહાર
જો તમે ફાસ્ટફુડ તેમજ તળેલો ખોરાક વધારે પ્રમાણમાં લેતાં હોય તો તેનાથી દૂર જ રહેવું. રોજ તમે જે રોટલી બનાવો તેમાં ચણાનો લોટ ઉમેરો. તેનાથી પણ ચરબી ઘટાડવામાં મદદ મળે છે.

3.મધ
મધમાં અનેક ગુણ છે એ વાત આપણે જાણીએ જ છીએ. મધ શરીરની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. તેના માટે તમારે દરરોજ સવારે એક ગ્લાસ સાદા પાણીમાં એક ચમચી મધ ઉમેરી તે પાણી ખાલી પેટે પી જવું. આ પ્રયોગથી ઝડપથી કમર અને પેટની ચરબી ઘટે છે.

4.અઠવાડિયામાં એક દિવસ ફળાહાર કરો
અઠવાડિયામાં એક દિવસ ફળ અથવા તો લીંબુ પાણી, દૂધ, જ્યૂસ, સુપનું જ સેવન કરી દિવસ પસાર કરો.

5.ગ્રીન ટી
તમારે ઝડપથી વજન પણ ઘટાડવું હોય તો દૂધની ચા પીવાના બદલે નિયમિત રીતે ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીવાનું શરૂ કરો.

6.રોજ 30 મિનિટ ચાલવું
કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે અને રાત્રે જમ્યા પછી 30 મિનિટ ચાલવાનો આગ્રહ રાખવો.

અને હા હું કોઈ ડોક્ટર નથી, પણ ઘણા લોકોના અનુભવો ને આધારે આ સુચન આપ્યું છે. બાકી જો તમને ગુજરાતી પુસ્તકો વાંચવાનો શોખ હોય તો નીચે આપેલા અમુક પુસ્તકો પણ ઘણી મદદ કરી શકશે.

૧) વજન ઘટાડવાની ૨૦૧ ટીપ્સ

૨) મગજના ગુમાવો , વજન ગુમાવો (ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર)

૩) ફિટનેસ ગીતા

૪) ચક્રો અને નાડીઓ

ઉપર જણાવેલ પુસ્તકો ખરીદવા અહી ક્લિક કરો અથવા ઘરે બેઠા મેળવવા વોટ્સએપ કરો 7405479678

Leave a Reply

error: Content is protected !!