જાણો છો આ 5 ગુજરાતી ઉદ્યોગપતિ વિષે જેમના પર આપણને ગર્વ લેવું જ જોઈએ

 

1 Mukesh Ambani

મુકેશ અંબાણી નો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૫૭ ના રોજ થેયલ હતો. તેમને મુંબઈ માંથી કેમિકલ ના ઈજનેર ની પદવી હાસિલ કરી છે અને તેઓ એમ.બી.એ. કરવા સ્ટાડફોર્ડ યુનિવર્સિટી પણ ગયેલા પરંતુ તેમના પિતા ને રીલાઈનસ ઈનડસટ્રીસ ઉભી કરવા માં મદદ કરવા માટે તેઓ ભણતર છોડી ને ભારત પાછા આવી ગયા અને દુનિયા ની સૌથી મોટી કંપની પેટ્રોકેમિકલ ક્ષેત્રે સ્થાપી.

આવા વેવિશાળ વ્યવસાય કરનાર એક ગુજરાતી છે અને તેમને ગુજરાત ના અર્થશાસ્ત્ર નો નકશો ૨૦૧૦ પછી બદલી નાખેલ છે અને આજે પણ જો જામનગર નું નામ દુનિયા ના નકશા માં જાણીતું બન્યું છે તો ફક્ત અને ફક્ત રીલાઈનસ ઈનડસટ્રીસ ના લીધે છે .

2 Dilip Shanghvi

૧ ઓક્ટોબર ૧૯૫૫ ના રોજ અમરેલી શહેર માં જન્મેલા ખુંખાર ધંધાર્થી એટલે દિલીપ સંઘવી. દિલીપ સંઘવી એ સન ફાર્મા નામ ની કંપની પ્રદીપ ઘોસ સાથે ચાલુ કરેલી એના વિચાર એટલા વિશાલ હતા કે એને પેલે થી જ લાગતું તું કે જો તે પોતાના ડ્રગ્સ બનાવી ને વેચીએ તો તેમાં લોકો ની સેવા સાથે નો મોટામાં મોટો ધંધો છે.

તેમને ધંધા ની શરૂઆત ૧૯૮૨ માં માત્ર ૧૦૦૦૦ રૂપિયા થી કરી હતી અને ૧૯૯૭ માં એને એક અમેરિકા ની ખોટ કરતી કંપની કારકો ફાર્મા ખરીધી અને ત્યાર બાદ ૨૦૦૭ માં ઇસરાઇલ ની બીજી એક કંપની (ટારોફાર્મા ) ખરીદી. ભારત સરકાર દ્વારા ૨૦૧૬ ની સાલ માં તેમને પદ્મ શ્રી થી પણ સન્માનિત કરવા માં આવ્યા તા ૨૦૧૭ ના
સાલ ની તેમની નેટ વર્થ ૧૩.૨ અબજ યુ.એસ ડોલર છે

3 Anil Ambani

ધીરુ ભાઈ અંબાણી ના નાના દીકરા એટલે અનિલ અંબાણી નો જન્મ ૪ જૂને ૧૯૫૯ ના રોજ થયો હતો. ધીરુભાઈ ના અવસાન બાદ તેને સ્વેછાએ રીલાઈનસ ઈનડસટ્રીસ માંથી છુટા પડી તેમને રીલાઈનસ કેપિટલ રીલાઈનસ પાવર અને રીલાઈનસ કૉમ્યૂનિકેશન જેવી કંપની ના ડિરેક્ટર રહી ને બધી જ કંપનીઓ એક સાથે ચલાવે છે. તેઓ એન્ટરટેઇન્મેન્ટ ના ધંધા માં રસ ધરાવતા તા એટલે જ તેમને આખા દેશમાં ૪૪ જેટલા રેડિયો સ્ટેશન સ્થાપિત કરેલા છે તેમને પોતાની અલગ પેહેચાન બનાવ માટે ૨૦૦૫ પછી તેમની ગ્રુપ ઓફ કંપનીસ નું નામ અનિલ ધીરુભાઈ અંબાણી નામ આપેલું અને તેમની નેટ વર્થ ૨૦૧૭ ની સાલ માં ફોર્બ્સ ની યાદી મુજબ ૨.૫ અબજ યુ.એસ.ડોલોર છે

4 Gautam Adani

 ગુજરાત માં ધંધો કરવાની  વેહ્વીશાળ જગ્યા એટલે અહમદાવાદ માં ૨૪ જુને .૧૯૬૨ ના રોજ જન્મેલા ધંધા ના એક રાજા ગૌતમ અદાણી. તે અત્યારે અદાણી ગ્રુપ ના ચેરમે છે. તેમને ધંધાની શરૂઆત ૧૯૮૮ અદાની એનટરપ્રાઈસ ના નામ થી  ચાલુ કરી તી જે અદાની એક્ષપોર્ટ તરીકે જાણીતું છે ૧૯૯૧ મા એલ પી જી ની ( સરકાર ની યોજના ) એ અદાની ગ્રુપ ને વેગ મળ્યો ૧૯૯૫ માં મુન્દ્રા પોર્ટ ને ચલાવા સરકાર એ પ્રાઈવેટ કંપની ને આવકારી અને પ્રથમ કરાર અદાની સાથે કરેલો. ગૌતમ અદાણી ની નેટ વર્થ ૨૦૧૭ માં ૬.૩ અબજ ડોલોર છે.

5 Sudhir Mehta

પિતા ના અવસાન બાદ જો કોઈ એ સારી રીતે મોટી કંપની સાંભળી હોય તેનું મોટું ઉદાહરણ એટલે ૧૯૫૪ માં જન્મેલા ટોરંટ ફાર્મા ના ડીરેકટર સુધીર મેહતા. પિતાના અવસાન બાદ તેમને વૈશ્વિક સ્તરે તેમની લઇ ગયા અને ભારત માં દવા ના ક્ષેત્રે નિકાસ નો નકશો બદલી નાખ્યો અને આજ ણી તારીખે ૩.૮ અબજ યુ.એસ.ડોલોર સાથે તેમના ભારત માં ૬ ઉત્પાદન પ્લાન્ટ્સ હાલ છે જેના સી .ઈ.ઓ. તરીકે તેમના દીકરા જીનલ મેહતા સંભાળે છે

 

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!