સાચી ગરીબાઈ કોને કહેવાય ? – એક પિતાએ પુત્રને સમજાવેલ વાત

એક બહુ જ પૈસાદાર માણસ તેનાં પુત્રને ગરીબાઈ શું કહેવાય તે બતાવવા ગામડામાં લઈ ગ્યો

પૂરું ગામ ફર્યાં બાદ તેણે તેનાં પુત્રને ગરીબાઈ વિશે પૂછ્યું
તેનાં પુત્રએ જવાબ આપ્યો :

આપણી પાસે એક જ કુતરો છે , તેઓ પાસે ચાર હતાં…

આપણી પાસે નાનો એવો સ્વિમીંગપુલ છે , તેઓ પાસે મોટી , લાંબી નદી છે…

આપણી પાસે બલ્બ છે , તેઓ પાસે તારાં (સ્ટાર્સ) છે…

આપણી પાસે જમીનનો નાનો એવો ટૂકડો છે , તેઓ પાસે વિશાળ જમીન છે…

આપણે જમવા માટે અન્ન ખરીદવું પડે છે , તેઓ ખુદ ઉગાડીને તાજું ખાય છે…

તેઓ પાસે રમવા માટે ફ્રેન્ડસ્ છે , આપણી પાસે નથી , આપણી પાસે રમવાં સ્માર્ટફોન્સ્ અને કોમ્પ્યુટર્સ છે…

તેઓ પાસે ખુશીઓ છે જ્યારે આપણી પાસે ફક્ત પૈસાં…

તેઓનાં પપ્પા પાસે તેમનાં બાળકો માટે સમય છે અને અમારા પપ્પા પાસે નથી…

તે છોકરાં ના પિતા સ્તબ્ધ બનીને ઊભાં રહી ગયાં

પછી તેનાં પુત્રએ કહ્યું : આભાર પપ્પા , આપણે કેટલાં ગરીબ છીએ તે મને દેખાડવાં માટે…

જીવન નો અર્થ જ એ છે કે આપણે કઈ રીતે તેને જોઇએ છીએ , સમજીએ છીએ અને સ્વીકારીએ છીએ…

સોર્સ: ફેસબુક

Leave a Reply

error: Content is protected !!