મનુષ્યની જ્ઞાતી કર્મને આધીન છે… માણસ કર્મે મહાન છે.. ધર્મે નહિ..

મેઘજીદુલા ની વાડીમાં આજે કાંઈક અલગ જ સન્નાટો પથરાયેલો હતો. કોઈ નજીકનું સગું સાથ છોડીને સ્વર્ગે સિધાવ્યું હોય એમ લમણે હાથ દઈને ઘરનો મોભી મેઘજીઓશિયાળો થઈ કુંવાને કાંઠે બેસી નસીબને કોસી રહ્યો હતો. મેઘજીની પત્ની પોતાના ધણીને ધરપત આપતી બોર બોર જેવા આંસુ વહાવી રહી હતી. નાનાં બાળકો ગમગીન માઁ-બાપનાંરડમસચહેરા સામું તાકી રહ્યા હતા. કોઈને કાંઈ સૂઝતું નહોતું. મેઘજી ગામનો મોભી હતો. જાત નો એ કણબી. દુલા દાદાની વારસાઈમાં20 વીઘાપાણીયાળી જમીન ભાગમાં આવેલી. કાળી ડિબાંગ માટી, ફાટ ફાટ થતું કૂવાનું પાણી, કિલ્લે બંધ કાંગરા જેવી ફરતેની વાડ, હાથી જેવા પાણીદાર બળદો અને હર્યું ભર્યું કુટુંબ. પાંચ માણસોમાંપુછાય એવી દુલા દાદાની શાન મેઘજીએ પણ જાળવી રાખેલી. ગામનાં કોઈ માણસને તકલીફ હોય તો આ મેઘજી પોતાના કામની પરવા કર્યા વગર પરમાર્થે નીકળી પડતો. અખૂટ મોલાત થાય , અર્ધી લળણી તો ખેરાતમાં જ ખપી જાય. મેઘજીનાં જીવન જોડીદાર ગંગાબેન સ્વભાવે થોડા ટૂંકા. ધણી ની સમાજ સેવા દેખે અને કકળાટ ચાલુ કરે “ઉડાવી દ્યો બધું બાપનું ભેગું કરેલું. ગામનું કોઈ સંકટ સમયે તમને હાથેય લાંબો નહિ કરે. ઘરનાં છોરાહાટુ કંઈક વધવા દેશો તો ઘડપણમાં હાથ ઝાલી સૂકો રોટલો નાખશે. બાકી ગામની પટલાઇ માં અમને રઝળતા કરી મેલશો તમે. હૈયા વરાળ ઠાલવી ગંગા છાનીમાની કામ કરવા માંડે. મેઘજી બધું અનસુનું કરી પોતાનું ડીંડિયું ચાલુ રાખે. ગામનાંવરા, પ્રસંગો, સારા મોળાકામોમાંઉભે પગે રહી માન મોભો કમાતો. મેઘજીનાંખેતરની બાજુમાં રાઘવ ઠેમ્બા નું ખેતર. રાઘવ અછૂત કહેવાતીઢેઢ જાતિનો હતો. બંને શેઢાપાડોશી હતા. રાઘવનાબાપાકુશાલગઢ નાં દરબારને ત્યાં નોકરી કરતા હતા. ફરજ દરમિયાન એનું મૃત્યુ થતા કુશાલગઢ દરબારે નાનકડાં રાઘવ અને એના કુટુંબને 10 વીઘા જમીન અને 12 રૂપિયા વર્ષાસન બાંધી આપેલું. રાઘવને બધા રઘલો કે ઠેમ્બો કહી બોલાવે. એ સમયે રૂઢિચુસ્ત સમાજમાં ભયંકર છુઆછુતવ્યાપેલી હતી. કોઈ સવર્ણ જો ભૂલથી આવા કહેવાતા નીચી જાતિના લોકોને અડકી જાય તો હજારો ગાળોનાં ઉપહાર સાથે ઢોર માર મારે અને અપમાન અલગ થી આપે. ઘરે જઇ નાહી લેય અને કોઈને ખબર ના પડે આમ વાત સગેવગે કરી દે. જો બીજા કોઈને ખબર પડે તો “તું હવે અભડાઈ ગયો છો કહી એને જ્ઞાતિ બહાર કરી નાખે” એટલે શક્ય એટલું આવા લોકોથી અંતર રાખવાનું ચલણ ઘરે ઘરે હતું. એક વખત ભયંકર દુષ્કાળમાં ગામનાં બધાને ત્યાં ઢોર ઢાખરતરફડી ગયા. ઘણાનાં પશુઓ મરી ગયા.કોઈ છુટા મૂકી આવ્યા. ગામની વસ્તી પણ ટપોટપ ઘટવા લાગી એક સાથે વીસ વીસ લોકો મરી ગયાનું પણ સંભળાયું. અનાજ ધાન્ય ખૂટી ગયું. ગામનાં લોકો ખેડુત ની દયાના મોહતાજ થઇ ગયા. મેઘજીનેઆંગણે દિવસ રાત લોકોનાંધાડાંઉમટ્યા રહે. દયાનો અવતાર મેઘજી પોતાનાં ભંડારો લૂંટાવતો ચાલ્યો. એક વખત રઘલોકણબીવાડ માં આવી ચડ્યો. ગામને છેવાડેઅલાયદો રહેતો એ સમાજ જ્યારે ભદ્ર કહેવાતા લોકો વચ્ચે આવી ચડે ત્યારે શું થાય એ બધા જાણેજ છે. રઘલાને જોઈ ત્યાઉભેલા તમામ લોકોનાંભવા ચડી ગયા. ગરીબડી ગાય જેવો રઘલોડેલાં ની બહાર ઉભો રહી મેઘજીને સાદ કરે છે. અને આજીજી ભર્યા સ્વરમાં કહેછે કે “હે જગતનાં તાત, હુંય તમારે આંગણેમાંગણ થઈને આવ્યો છું. છોરાછૈયાભૂખ્યાટળવળે છે. ચપટીક બાજરો આપશો તો આખી જંદગી તમારો ઋણી રહીશ બાપ.” કરગરતાંરઘલાને જોઈ કહેવાતાઉંચીજાતિનાંહલકાં લોકો મશ્કરી કરવાં લાગ્યાં . જાતિવિષયક અપમાન અને ગાળો તો વર્ષોથી સાંભળવાની અને સહન કરવાની ટેવ પાડી હોય  એમ એ નીચું જોઈ હાથ ફેલાવીઉભો રહ્યો. મેઘજી પણ રૂઢિચુસ્ત હતો. આભડછેટમાં માનતો હતો પણ રઘલાની કાકલૂદી સાંભળી એનું મન પણ પીગળી ગયું. મેડાં માથે બાજરો વાવલતી ગંગાને અવાજ દીધો, “શંભુનીમાઁ, સાંભળો છો? બે માણાં બાજરો કાઢજો તો.”

ઢાળીયામાં બેઠેલાં લોકો એ જ્યારે આ સાંભળ્યું ત્યારે એનાં આશ્ચર્યનો પાર ના રહ્યો. ગામનો પટેલ થઈને તું આ ઠેમ્બાને બાજરો આપશે? એક અળવીતરો ડોસો અજોભાભોઉભો થઇ ગયો. ” એલામેઘજીતેતોદુલા દાદાનું નાક કપાવ્યું છે રોયા, તારું ધાન અને તારો આ આખોયેઆયખોઅભડાવ્યો તે. હોવી તારો આ અભડાયેલો બાજરો અમે ખાઈ તો અમેય હલકાંથાવી. જા જા નરાધમ આઘો જા. ડોહાની પાછળ બધા ઉભા થઇ ગયાં અને મેઘજીનીપેઢીઓ જૂની શાખ માટીમાં ભળી જતી જોઈ ડેલી બહાર મુક દર્શક બની ઉભો રહેલો રઘલો ભાંગી પડ્યો. બધાને વિનાવવામંડ્યો, ” હે બાપા, હે દાદા, હે માલીક, ઉભારિયો, મારી વાત સાંભળો, મારી ભૂલ થઈ ગઈ, મારે નોહતું આવવું જોઈતું અહીંયા, માફ કરો. અપરાધી હું છું મને સજા આપો પણ મેઘજી ભાઈને આમ હડધૂત ના કરો તમને ઉપરવાળાનાસોગંધ સે.” રડતો રડતોરઘલો ત્યાંથી ખાલી હાથે પાછો ફર્યો. મેઘજીની જિંદગી બચી ગઈ. જ્ઞાતિ બહાર થતો બચી ગયો. અજોડોહો મનમાં ખૂબ હરખાતો ઘરે ચાલ્યો. “આજે અજાડોહાયેગામનાં મુખીને પાણી ભરાવી દીધું” ગામમાં વાત ફેલાય ગઈ. આવું સાંભળીને અજાડોહાનેપૉરષ ચડી અને બે વેંત ઉંચો ચાલવા લાગ્યો. મેઘરાજાની મહેર થઈ અને 3 દિવસમાં કાળા ડિબાંગવાદળો એ વરસાદની ઝપટ બોલાવી. મુશળધાર વરસાદે ગામની ખુશી પાછી લાવી દીધી. જીવન ફરી ધબકવા લાગ્યું ત્યાં અચાનક જ સમાચાર આવ્યા, કુશાલગઢ મહારાજ નું રજવાડું અંગ્રેજ વાઇસરોયલોર્ડકર્ઝનનાઆદેશથીપડાવી લેવામાં આવ્યું છે. મહારાજને કોઈ પુત્ર નહીં હોવાથી દત્તકપુત્ર નિષેધ કરવામાં આવેલ છે અને રજવાડું અંગ્રેજ સરકારને હવાલે કરવામાં આવે એવું ફરમાન છે જો નહીં માને તો અંગ્રેજ લશ્કર બળજબરીથી રાજ્ય લઇ લેશે અને પ્રજાને રંજાડશે. રાજાએપ્રજાનાંહિતો સાચવવા રાજ્ય અંગ્રેજોને સોંપી દીધું છે. હવે રાજા પણ રંક બની રહ્યો છે. સમાચાર માઠાં હતાં પણ રાજા સિવાય કોઈને એની અસર થવાની નહિ હોવાથી બીજા બધા નિશ્ચિંત હતા. અંગ્રેજ કુમક આવી પહોંચી અને રાજ્ય હડપી લીધું. થોડા સમય પછી અંગ્રેજ સરકારે બ્રિટનથી આવતા શાહી મહેમાનો ને ભારતીય ગામડાંઓથી અવગત કરાવવાં એક ભવ્ય ઇમારત બનાવવાનું નક્કી કર્યું. સ્થળની પસંદગી મેઘજી માટે કાળ ચોઘડિયાની સાબિત થઈ. અજા ડોસાની સલાહથી અધિકારીઓ ગામની સૌથી સુંદર જગ્યા  એટલેકેમેઘજીની પ્રાણ પ્યારી જમીન એના માટે પસંદ કરવામાં આવી અને એને ખાલસા કરી લેવામાં આવી. ગામનાં કોઈએ કાઈજ કર્યું નહિ, મેઘજીને સાંત્વના પાઠવવી તો દૂર રહી કોઈ એની ડેલીએડોકાયું પણ નહીં. મુશ્કેલ વખતમાં બધા સાથ છોડી નાસી ગયા. ગંગાની વાત સાચી પડી. ખેતરનેઝાંપે બેઠો બેઠો રડતો હતો. ચાર ગોરાઅંગ્રેજો આવી ચડ્યા અને પોતાના ખેતરનીમમતામાંજકડાયેલામેઘજીને તથા એના કુટુંબને બોચી પકડી બહાર ફેંકી દીધા. એકજ ક્ષણમાંમેઘજીની દુનિયા લૂંટાઈ ગઈ. વળી વળીને પાછું ફરતોમેઘજીગોરાઓની બંદૂક જોઈ ડરી જતો. ચાલતો ચાલતો પાછું ફરે અંતે એ રડતો અને કકળતો ગામને પાદર આવી પહોંચ્યો. અજો ડોસો મૂછોમાંમલકાઇ રહ્યો છે યુવાનોને ઉશ્કેરી રહ્યો છે અને કાકરીચાળો કરી ગંગાને ઠઠ્ઠામશ્કરીથી હેરાન કરી રહ્યો છે.તમામ મર્યાદા ચુકી ગયેલો અજો ડોસો મેઘજીનેકમોતેમરવાની સલાહ આપી રહ્યો છે. પોતાનાં માઁ બાપ ની આ હાલત થી અંજાન બાળકો ગુમસુમ બની બધું જોઈ રહ્યા છે. ઘરે પહોંચી મેઘજી વિચારશૂન્ય બની ગયો. આંખો ઊંડી ઉતરી ગઈ. લોહી ટાઢું પડી ગયું. ભલભલાને ભાંગી નાખતોમેઘજી આજે ભાગ્ય સામે ભાંગી પડ્યો છે. રાત આખી રડ્યો. ખેતરનો મોહ છૂટતો નથી. છૂટેય કેમ? દુલા દાદાની કાંડાની કમાણી, પરસેવો પાડી ઉભું કરેલું એનું નાનકડું રજવાડું કોઈ વિદેશી ગોરાપડાવી જાય એ કેમ ચાલે?

સવાર પડી. મેઘજી તૈયાર થઈ ખેતરે જાવા હાલી નીકળ્યો. ગંગાએ રોક્યો. હકીકત સ્વીકારી લેવા ખૂબ સમજાવ્યો. છોકરાં બાપ વિનાનાં અને પત્ની સાથ વિનાની થઈ જશે એમ વિનવ્યો. ઘડી બેઠો પણ ઉતાપિયો થયેલો જીવ એને ખેતરે ખેંચી લઈ ગયો. રઘવાયો થયેલો મેઘજીવાડીની ધૂળમાં આળોટવા લાગ્યો. અચાનક એની નજર કૂવાની પડથારે પડી. લોહીમાં તરબોળ ચાર ગોરાઓનીલાશો પડી હતી. મેઘજીને મોતિયા મરી ગયા. ધ્રાસકો પડી ગયો. ધ્રૂજતો ધ્રૂજતો એની પાસે ગયો બંદૂકો ગાયબ હતી. કોઈ જાણી જશે તો વગર વાંકે ફાંસીએ ચડી જશે એમ વિચારી એ ગામ ભણી દોડ્યો. ગામ માં પહોંચ્યો ત્યાં ખબર પડી કે અજો ડોસો મૃત્યુ પામ્યો છે. કોઈએ સાગમટીઆંઠ ગોળીઓ ધરબી દીધી છે.હાહાકારી મોત. પાણી પીવાય ના પામ્યો ડોહો. કુમક આવી પહોંચી નવા ખાલસા કરેલા નાનકડા રાજ્યને ત્યાં સેના પણ કેટલી હોય? ઉપડ્યામેઘજીનીવાડીએ. ચાર જણાની લાશ જોઈ કુમક ડઘાઈ ગઈ. રાત પડી બધા વિખેરાયા. સવાર પડી કોઈએ સમાચાર આપ્યા કે મેઘજીનાંખેતરમાં આખી અંગ્રેજ કુમકનેકોઈકેવેતરી નાખી છે. કોઈ બચ્યું નહિ. ગોરાઓની આખી હસ્તી જ મિટાવી દેવાઈ એ ગામમાં. ભેગા થઈ બધાયે એકસાથે હોળી કરી નાખી નહીતો વધુ જોખમ ગામ ઉપર ઉભું થાત. ભીનું સંકેલાઈ ગયું. કોઈએ જાણ્યું નહીં કે અહીં શુ બની ગયું. મેઘજીને ખેતર મળી ગયું. હરખનો પાર નથી. સમય જતાં ખબર પડી  રઘુ ઠેમ્બો અને એના સાથીઓએ આ બધાનાં ઢીમ ઢાળી દીધા હતા. હર્ષઆસુ સાથે રૂઢિઓફગાવીમેઘજીરઘાને ભેટી ગયો. રઘો બોલ્યો કોઈ જોઈ જશે મેઘજી ભાઈ તો તમને મુશ્કેલી પડશે. અરે કૂવામાં પડે બધા નીચ અને હલકટો, જેને નીચોગણતા એ મારો ભગવાન થયો છે મને કોઈનીયે પરવા નથી રઘા. પણ તું એ કહે કે આ બધું તે શુ કર્યું  રઘા? રઘો બોલ્યો “મારાં ભાઈની જમીન છે કોઈ હાથ તો અડાડીજોવે, ઉભો ચીરી નાખું”. કાંઈ થાય તો હું બેઠો છું. જીવ દઈ દઈશ પણ જમીન નહીં જાવા દઉં.” ગદગદ અવાજે મેઘજી બોલ્યો ભાઈ આ બધું મારા માટે? શું કામ?  મારી બેનનું ખોરડું બાંધ્યું રાખવા ભાઈ. ગંગાબેન મારી માનેલીબેન છે. તે’દી અર્ધી રાતે કામળો ઓઢી મારા ઘરે આવેલા બે મણાં બાજરો આપવા. બેનનું ઘર ઉજડતુંજોવ તો હું ભાઈ નમાલો ને નામર્દ કહેવાઉં. ઋણ છે જિંદગીભર ચુકવાશે નહિ. વર્ષો વીતી ગયા છે.હવે ગામ કહે છે, દુલા દાદાને બે દીકરા છે મેઘજી અને રઘલો.

– હસમુખગોયાણી

Leave a Reply

error: Content is protected !!