સ્‍વામિનારાયણ સંપ્રદાયના મહાસંત શ્રી યોગીજી મહારાજ

જન્મ તા. ૩/૬/૧૮૯૨ ( કેટલીક વેબસાઇટમાં આ તારીખ જન્મ તારીખ તરીકે બતાવે છે. )

આજથી લગભગ ૧૨૫ વર્ષ પહેલા ભાવનગર ની પચ્છમ માં ધારી નામનું નાનકડું શું ગામ………અને એમાં પિતા દેવચંદભાઈ અને માતા પુરીબાઈ ને ત્યાં ઝીણા ભક્ત નું પ્રાગટ્ય થયું…….જે આજે યોગીજી મહારાજ તરીકે સમગ્ર સંપ્રદાય માં…જગત માં પૂજાય છે…..

સ્‍વામીનારાયણ સંપ્રદાયના મહાસંત શ્રી યોગીજી મહારાજ (પૂર્વાશ્રમનું નામ જીણાભગતનું) નામ આજે સ્‍વામીનારાયણ સંપ્રદાયમાં ગૌરવપૂર્વક વંદન સાથે લેવાય છે. એવા જીણા ભગતોના જન્‍મ અમરેલી જિલ્‍લાના ધારી ગામે સંવત 1948 ના વૈશખ વદી 1ર ના દિને દેવચંદભાઈ ઠકકરને ત્‍યાં માતા પુરીબાઈની કુખે થયો હતો.

જીણાભગતના પૂર્વજની ચાર પેઢીથી એમનું ચાર પેઢીથી એમનું કુટુંબ સ્‍વામીનારાયણ ધર્મ પાળતું હતુ અને સત્‍સંગી હતું. જીણાભાઈના પિતા વ્‍યવસાયે વકીલ એવા દેવચંદભાઈઅને માતા પુરીબાઈ ધર્મપારાયણ હોઈ હંમેશા સહજાનંદ સ્‍વામીની ભકિતભાવપૂર્વક ઉપાસના કરતાં દેવચંદભાઈને છ પુત્ર હતાં, તેમાં ક્રમ પ્રમાણે વલ્‍લભભાઈ, કમળશીભાઈ, રિત્રભોવનભાઈ, જીણાભાઈ, છગનભાઈ અને નાનજીભાઈ, દેવચંદભાઈ ના છ પુ્રોમાં ચોથા પુત્રનું બચપણમાં નામ જીણો રાખવામાં આવ્‍યું હતુ જે ( આગળ જતા સ્‍વામીનારાયણ સંપ્રદાયનાં મહાસંતશ્રી યોગીજી મહારાજ બન્‍યાં)

બાળક જીણાભાઈ બચપણથી શાંત અને સૌમ્‍ય સ્‍વભાવના હતા અને તેને અભ્‍યાસ અર્થે પ્રાથમિક શાળામાં મુકવામાં આવ્‍યા. ત્‍યાં પણ તેઓ કોઈ સાથે બહુ બોલતા નહીં અને મૌન રહેતા તેઓ નાની વયે વહેલીસવારે ઉઠી જતાં અને શેત્રુજી નદીનાં ત્રિવેણી સંગમ આગળ સ્‍નાના કરી કાંઠે લાંબો સમય સુધી સ્‍થિતપ્રજ્ઞની જેમ બેસી રહેતા. એમના કાકા મોહનભાઈ સ્‍વામીનારાયણ મંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા કરવા જતાં, ઘણીવાર બાળક જીણો કાકા સાથે સ્‍વામીનારાયણ મંદિરમાં જાય અને ત્‍યાં જ સુઈ જાય આમ, ભગવાન સ્‍વામીનારાયણનાં સાંનિઘ્‍યમાં બચપણથી જ તેમને રહેવાનું બન્‍યું જીણાભાઈ ભણતાં ભણતાં ધો.6 માં આવ્‍યા ત્‍યારે તેમનાં વર્ગશિક્ષક મોતીભાઈ પટેલ સાહેબ અુબ જ કડક હોવા છતાં જીણાભાઈ હોશિંયાર હોય સાહેબ તેમની પ્રસશાં કરતા. શાળા સમય દરમ્‍યાન બપરે આરામને સમયે બીજા છોકરાઓ ખેલ કુદ કરતાં હોય ત્‍યારેજીણાભાઈ કાં તો વાંચન કરતા હોય અથવા ખૂણામાં બેસી ઉંડા વિચારે બેસી જાય ત્‍યારે ઘણીવાર છોકરાઓ તેમની મશ્‍કરી કરતા કે, જીણા તારે બાવો બની જવું જોઈએ. ત્‍યારે જીણાભાઈ કહેતા કે, હા એવો જ વિચાર થાય છે.

એકવાર ભીમ અગીયારસના દિને વડીલો જુનાગઢ સ્‍વામીનારયણ મંદિર સ્‍થાને ઉજવાતા સામૈયામાં ગયાં ત્‍યારે જીણાભાઈ પણ તેમની સાથે ગયાં ત્‍યાં કોણ જાણે જીણાભાઈના મનમાં સાધુ બનવા મન જાગી ઉઠયું અને તે પછી તેનો શિક્ષણમાંથી રસ ઉડી ગયો. એ પછી એકવાર કૃષ્‍ણચરણદાસ સ્‍વામી ધારી ગામે પધાર્યા ત્‍યારે જીણાભાઈને ભકિતનો માર્ગ મળી ગયો અને તેઓ સ્‍વામીની સેવામાં લાગી ગયાં. નાનકડા એવા બાળક જીણાની સેવાથી કૃષ્‍ણચરણદાસ સ્‍વામી ખુબજ ખુશ થયાં અને આ બાળકની સેવાભકિત જોઈ તેપે બાળકને પ્રસાદી આપતાં પુવયું કે, જીણા સાધુ થઈશ ? આ સાંભળી જીણાભાઈને ખુબ જ આનંદ થયો અને બોલ્‍યા કે, હા… સ્‍વામિજી… તમે મને સાધુ બનાવશો ? ત્‍યારે સ્‍વામીજીએ કહયું કે, સાધુ બનીને તું કરીશ ? ત્‍યારે બાળક જીણાએ જવાબ આપ્‍યો કે, મારે તો આપની સેવા કરવી છે. અને સ્‍વામીનારાયણ ભગવાનની ભકિત કરવી છે. બાળક જીણાના આ ભકિતરસની વાત સ્‍વામીજીએ જીણાના મોટાભાઈ કમળશીભાઈને કરી. કમળશીભાઈ તો વૈરાગ્‍યવૃતિવાળા જ હતાં. તેણે આ વાત તરત માતાપુરીબાઈને કરી અને માતા સંમતિ આપે એ પહેલા બાળક જીણો તો ફઈબાના પુત્ર જેરામભાઈ સાથે ઘર છોડી જુનાગઢ જવા નીકળી ગયાં અને માતાને જાણ થઈ કે, પુત્ર સાધુ બનવા ઘર છોડી ગયો ત્‍યારે તેણીને આઘાત લાગ્‍યો અને કલ્‍પાંત કરવા લાગ્‍યાં, માતા પુરીબાઈનું કલ્‍પાંત જોઈ વિરજીબાપાએ જીણાભાઈ જયાં હોય ત્‍યાંથી તેને શોધી લાવવા બે ભાઈઓને મોકલ્‍યા. આ બંને ભાઈઓ જીણાભાઈની તપાસ કરતાં-કરતાં માંડણપરા પહોંચ્‍યા ત્‍યાં તેને જાણ થઈ કે, અહીંના સ્‍વામીનારાયણ મંદિરમાં જીણાભાઈ છે. આથી બંને ભાઈઓએ જીણાભાઈને માતાની સ્‍થિતીની વાત કરી એ ઘર તેડી આવ્‍યા.

સત્‍સંગી પરિવાર દેવચંદભાઈ ઠકકરના પુત્ર જીણાભાઈ (યોગીજી મહારાજ) એ 19 વર્ષની ઉમંરે સ્‍વામીનારાયણ સંપ્રદાયની દિક્ષા લઈ તેઓ જ્ઞાનજીવનદાસ તરીકે ઓળખાયા

સંત જ્ઞાનદાસજી (જીણાભાઈ) નાં પગની જોઈ સામુદ્રિક વિદ્યાના જાણકાર એવા એક હરિભકતએ ભાવિ ભાખેલ કે, તમો મોટા સદ્ગુરૂ થશો અને લાખો મનુષ્‍યો તમારો સંગાથ ઝંખશે

અને આ હરિભકતએ કહૃાા મુજબ જીણાભાઈ સ્‍વામીનારાયણ સંપ્રદાયમાં યોગીજી મહારાજ તરીકે પ્રસિઘ્‍ધ થયાં.

યોગીજી મહારો ગાંધીબાપુની સ્‍વરાજ પ્રાપ્‍તિની ચળવળની સફળતા માટે દરરોજ રપ માળ જપવાનો સંકલ્‍પ કરેલ જે સ્‍વરાજ પ્રાપ્‍તિ સુધી તેણે આ ધર્મકાર્ય કર્યુ હતું.

સારંગપુરઅને ગોંડલ ખાતેનાં અક્ષર પુરૂષોતમ સ્‍વામી મંદિરના બાંધકામમાં યોગીજી મહારાજે મહત્‍વનું સેવા યોગદાન આપેલ હતું. સં. 1990માં ગોંડલ સ્‍વામી મંદિરના મહંતપદેયોગીજી મહારાજ સ્‍થાપીત થયા હતાં.

યોગીજી મહારાજએ ગુજરાત તેમજ વિદેશમાં પરિભ્રમ કરી સ્‍વામીનારાયણ સંપ્રદાયનો સત્‍સંગનો પ્રચાર-પ્રસાર કરી મહિમા વધાર્યો હતો.

યોગીજી મહારાજએ મુંબઈમાં ભવ્‍ય અક્ષર ભુવન સ્‍થાપ્‍યું હતું તેમજ રાજકોટ ગોંડલમાં ભવ્‍ય ગુરૂકુળ પણ સ્‍થાપ્‍યા હતા. તેમની 76 મી જન્‍મ જયંતી પ્રસંગે તેમનાં જીવનની ઝાંખી કરાવતો, અમૃતપર્વ નામનો ખાસ ગ્રંથ પ્રગટ કરાયો.

સંવત ર0ર3માં ગોંડલમાં યોગીજી મહારાજ અને રણછોડદાસજી મહારાજનું મિલન થયું ત્‍યારે રણછોડદાસબાપુએ કહેલ કે, ભારતનાં યોગીઓમાં વિદ્ધાન અને અદ્ધિતિય એવા જો કોઈ યોગી હોય તો તે યોગીજી મહારાજ જ છે.

સોર્સ: ગુજરાતી ઈન્ટરનેટ જગત

Leave a Reply

error: Content is protected !!