એક સમય એવો પણ હતો, જ્યાં રાજયોગ દીઠો હતો – બાળપણમાં એક હાઉકલી કરીએ

ભવ્ય હતા એ દિવસો જિંદગીના, નાનકડું બાળપણ હતું પાસે જયારે આકાશે નીરખતો ટમ ટમ તા તારલા,અને ચંદાને ચંદા મામા કહેતો હું જયારે બાળપણ નો એ સમય એટલે સુંદર સમય, ભવ્ય સમય..ચંદ્ર જયારે આપણા મામા થાય ત્યારે પૃથ્વી આપણી માતા થાય અને ત્યારે સ્વાભાવિક પણે આ બ્રહ્માંડનાંસર્જક એવા સર્જનહાર આપણા દાદા થાય,એટલે આ પૃથ્વી ઉપર તો આપણે વટ ભેર ફરવાનું હોય, આ તો આપણા દાદાનું જગત..અહીતો દો કદમ  ઉછલકેચાલવાનું હોય, અને આપણે બાળપણમાં એમ ચાલતા પણ ખરા, પણ આજે એ ઉછળાટ સમજદારીનાં દબાણમાં દબાયો છે. બાળપણમાં તો રંગનાં રોકે,પતંગનાં રોકે,વિમાનનાં રોકે,જાડ પર લટકતી બદામનાં રોકે,નામનાં રોકે, કામનાં રોકે  … બધુજ એકદમ સ્વતંત્રતાથી કરતા દરેકરંગનાં કપડા પહેરતા, વિના સંકોચ પતંગો ચગાવતા,વિમાન ને જોઇને ચિચિયારીઓ કરતા,જાડ પરની બદામ ત્યાં ધ્યાનનાં જાય ત્યાં સુધીજ સુરક્ષિત હતી. એ સમય હતો જયારે ગ્રામર વગરનું અંગ્રેજી બોલી મલકાતા, મેચિંગ વગરના કપડા પહેરી હરખાતા,નવા લીધેલા ચપ્પલ પણ ગૌરવની લાગણી અપાવતા, શરીરપર થયેલ નાનો ઉજરડો પણ પંપાળતા અને આજે તૂટેલું દિલ અને અધુરી આશાઓ તરફ જોવાની પણ ક્યા ફુરસત છે…તમેજ વિચાર કરો, બાળપણમાં આપણેઆપણી જાતની જેટલી નજીક હતા, શું આજે એટલા નજીક છીએ ???? બાળપણમાં આપણે સર્જનહારે બનાવેલ એક આદર્શ સર્જન હતા,જે ખાલી હોય, ભરો એવું બને, શીખવાડો એવું શીખે,જેમ ઉમર વધી એટલે ઘણું બધું શીખ્યા, ઘણુંજાણ્યું,સમજ્યું અને આજે જે છીએ એ પેલું આદર્શ સર્જન નઈ પણ આપણા સમાજનું પ્રતિબિંબ છીએ. આપણે બાળપણમાં દરરોજ રમતો રમતા, બધાની સાથે રમતા, પણ જાહેરમાં રમતા અને આજે બુદ્ધિના જોરે કોણ કોની સાથે કેટલી રમત રમે એ પારખવું ખરેખરકઠીન છે. એ સમય હતો જ્યારે આકાશ માંથી વરસતો વરસાદ આપણને બોલાવતો અને આપણે જતા, તેની સાથે ખુબ ધમાલ મસ્તી કરતા, કાગળની હોડી બનાવતા અને વીજળીના ચમકારા ગણતા, સુરજ દાદાની સામે  નરી આંખે મિટ માંડતા,તડકાને અનુભવતા અને પડછાયાને દોડાવતા, જાકળનાં બિંદુ સાથે સંતાકુકડી રમતા, પણઆજે તો કી બોર્ડ ની પીચ અને લેપટોપનું ગ્રાઉન્ડ આપણી રમત ક્યાં એમ પૂરી થાય એવી છે. બાળપણ એટલે શું ?? નાનો એવો સવાલ અને એનો મસમોટો જવાબ, અહી લખું છુ. બાળપણ એટલે, તું હેપી તો હું હેપી વાળી વિચારધારા, બાળપણ એટલે, પ્રથમ વખત બોલાયેલી એ બી સી ડી, બાળપણ એટલે,પપ્પાના ડરથી ઉડેલો ચેરનોરંગ,બાળપણ એટલે,અડધી રાત્રે મમ્મીએ બનાવી આપેલ તલની ચીક્કી,બાળપણ એટલે, પકડીનાં શકનાર પતંગિયાની પાંખનો કોમળ સ્પર્શ,બાળપણ એટલે,દાદાજીની લાકડીનો ટીકટોક અવાજ,બાળપણ એટલે,ઘડિયાળના કાંટાઓને આગળ પાછળ ઘુમાવવાની રમત,બાળપણ એટલે, પરાણે પહેરેલો સ્કૂલનોડ્રેસ,બાળપણ એટલે, બાવળના પૈડાનો મીઠો સ્વાદ,બાળપણ એટલે, સાઇકલ માં પડેલું પહેલું પંક્ચર,બાળપણ એટલે,દુકાનદાર પાસે ભૂલાયેલા પાછા લેવાનાપૈસા,બાળપણ એટલે,ગોળા વાળાની ઘંટડીનો ટનટન અવાજ , બાળપણ એટલે, પાપા નાં તોછડા નામનું આપણું સર્વનામ,બાળપણ એટલે,મિત્રો દ્વારા રખાયેલઆપણું હુલામણું નામ,બાળપણ એટલે,આંખમાં આંજેલ પહેલું કાજળ, બાળપણ એટલે,વાળંદની ભૂલે ઉભા રહેલા વાળ, બાળપણ એટલે, જીવન સફરનો અંદાજીત20% ભાગ, બાળપણ એટલે,સ્કુલનું રમતનું સુંદર મેદાન, બાળપણ એટલે,ટીચરની છાશવારે મળતી દાટ,બાળપણ એટલે,ખડખડાટ હસાતું હાસ્ય,બાળપણ એટલે,કીડી મકોડાનો ધ્યાનથી નીરખેલ વોકિંગ ટ્રેક,બાળપણ એટલે, ભણવામાં વચ્ચે મળતી રીસેસ, બાળપણ એટલે, આપણી જીદ અને મમ્મીની હા, બાળપણ એટલે,પાગલપનનો નીબંધ, બાળપણ એટલે,ટીચરની કરાયેલી મિમિક્રી,બાળપણ એટલે, નાટકમાં લીધેલો ભાગ,બાળપણ એટલે, ઉખાણાઓને સોલ્વ કરવા દોડાવાયેલુંમગજ, બાળપણ એટલે, ગોખેલો પપ્પાની ગાડીનો નંબર,બાળપણ એટલે, ક્યારેય નહિ ભાવતું રીંગણાં-બટાટાનું શાક, બાળપણ એટલે, કડવા દોડતું હોમ-વર્ક,બાળપણ એટલે,ટેસ્ટ અગાઉ કરાયેલ તૈયારી, બાળપણ એટલે, સાપ સીડી ની રમત રમવા ભેગી થયેલી નટખટ ટોળકી. બાળપણ એટલે, બેક ટુ બેક ઉદભવતા સવાલોનું ઘર, બાળપણ એટલે, અપૂરતા જવાબથી પણ મળી જતી સંતુષ્ટિ,  બાળપણ એટલે, પંખી સાથે થયેલ દોસ્તી, બાળપણ એટલે, ચકલીને ખવડાવાયેલા દાણા,  બાળપણ એટલે, ભર બપોરે ખવાયેલું ખંખોળિયું,  બાળપણ એટલે, ધૂળ ઉડાડતો વંટોળ,  બાળપણ એટલે, પરીક્ષાદરમ્યાન માળીયે ચડીજાતું ટી.વી,  બાળપણ એટલે,પાપા એ આપેલ મેચનું બલિદાન,  બાળપણ એટલે, મમ્મી દ્વારા રખાયેલ સંભાળ, બાળપણ એટલે, સોનાનુંબિસ્કીટ પણ અસ્તિત્વ ધરાવે એ સમજવામાં લાગેલી વાર,  બાળપણ એટલે, ઉત્સવ, મહોત્સવ, હોળી ધૂળેટી, મકરસંક્રાતી, દિવાળી, કે વેકેશનમાં મળતી વિડીઓગેમ માટે જીવાતું જીવન,  બાળપણ એટલે, રોટલીને દેવાયેલું વધારાનું મોણ,  બાળપણ એટલે,દૂધનાં વાટકામાં નખાયેલ ખાંડની ચમચી. બાળપણ એટલે, પ્રવાસમાં પરાણે લખાવાયેલું આપણું નામ,  બાળપણ એટલે,પ્રિન્સિપાલે ફરતી કરેલી રજાની નોટીસ,  બાળપણ એટલે,ઠપકાની ઘરે આવેલીચિઠ્ઠી,  બાળપણ એટલે, ઘરે ભુલાયેલી હોમ-વર્કની બૂક,  બાળપણ એટલે, મોડી પડેલી સ્કુલબસ,  બાળપણ એટલે, ઢોળાયેલો નાસ્તાનો ડબ્બો,  બાળપણ એટલે,અદલાબદલી કરેલી બોલપેન, બાળપણ એટલે, કાદવથી બગડેલ કપડા, બાળપણ એટલે, સામેવાળાની છત પર ગયેલો ક્રિકેટનો બોલ, બાળપણ એટલે, ટીચરથીછુપાવાયેલા સ્કુલશુજ  વગરના પગ,  બાળપણ એટલે, વાર્તા રે વાર્તા ભાભા ઢોર ચારતા, મેં એક બિલાડી પાળી છે કે એક બિલાડી જાડી જેવા ગીતો,  બાળપણએટલે, તાત્કાલિક સ્ટમ્પ બનાવવા કરેલો ખુરશીનો જુગાડ, બાળપણ એટલે, ક્રિકેટનાં બેટ પર જાતે કરેલ પોતાની સિગ્નેચર, બાળપણ એટલે, સવાર, બપોર, સાંજસાથેનો નજીકનો નાતો. બાળપણ એટલે, ફ્રુટનાં ઠળિયા ગળી ગયા પછી શરીરમાં વૃક્ષ ઉગવાનો ડર, બાળપણ એટલે,દૂધ સાથે ખાટી કેરી ખાધા પછી સવારમાં ભય સાથે જોવાતો અરીસો, બાળપણ એટલે, વારંવાર ગણવામાં આવતા દાંત, બાળપણ એટલે,બુચા થઇ શકતા એવા કિટ્ટા, બાળપણ એટલે, પોતાની જાતે પોતાનો ખભો થાબડવાનો સમય, બાળપણ એટલે,પરીક્ષા સમયે જમા કરાવાયેલ પાસપોર્ટ સાઈજ ફોટો,  બાળપણ એટલે, દોડવાથી હાફ્વાનો અવાજ,  બાળપણ એટલે, સ્કુલનું ઉનાળાનું વેકેશન, બાળપણ એટલે,વેઢે ગણવામાં આવતી રાજાના દિવસોની યાદી, બાળપણ એટલે, બંધુકની ફૂટતી ટીલડીનો તિખારો,  બાળપણ એટલે, ભૂલથી આકાશમાં ઉડીગયેલ ગેસ વાળો ફુગ્ગો,  બાળપણ એટલે,ભીડમાં ભૂલાપડવાના લીધે થયેલું નામનું એનાઉન્સમેન્ટ, બાળપણ એટલે,પપ્પાથી બચાવવા મમ્મીએ લીધેલો આપડોપક્ષ,  બાળપણ એટલે, આપણા લીધે પાડોશી સાથે થયેલો જગડો,  બાળપણ એટલે, મળવાની આશા વિના કરાતી પ્રાથના માટે જોડાયેલા હાથ,  બાળપણ એટલે,આકાશમાં શોધાયેલા સપ્તર્ષિનાં તારા,  બાળપણ એટલે,બુક્સને સાચવવા લગાડેલ કવર, બાળપણ એટલે, ટીચર પાસે તપાસવા મુકાયેલી બુક્સ,  બાળપણએટલે, પૃથ્વી પરનાં જીવનનો ફર્સ્ટ લુક,  બાળપણ એટલે, આપણા જીવનનું ટ્રેલર, બાળપણ એટલે, રમવું, ગણગણવું, ભણવું, ઉડવું,ગબડવું,દડવું,વિસ્તરવું,જીતવું,હારવું,થાકવું,ભાગવું,અને આળોટવું. બાળપણ એટલે, સર્કસની રાત અને જાદુગરનો શો, બાળપણ એટલે, ટેસ્ટીંગ માટે 100% વધારાયેલું ટી.વી નું વોલ્યુમ, બાળપણ એટલે, કાર્ટુનની સીરયલ અનેપેપ્સીની ચૂસકી, બાળપણ એટલે,  ટપકા જોડી બનાવેલું ન્યુજપેપરનું ચિત્ર, બાળપણ એટલે,  એક સમાન ફોટોમાં શોધાયેલો તફાવત, બાળપણ એટલે, લસરપટ્ટીમાં સરકવું, બાળપણ એટલે વિખવાનો અને જોડવાનો સમય, બાળપણ એટલે, મળવાનો અને છુટ્ટા પાડવાનો અને ફરી મળવાનો સમય. બાળપણ એટલે, લાલ રંગનું ટી શર્ટ ને પીળા રંગની ટોપી, બાળપણ એટલે, ધૂળની ઉડતી ડમરી દરમ્યાન નહિ વિંચાયેલી આંખો, બાળપણ એટલે,  રસ્તા પર ભરેલા પાણીનાખાબોચિયા જોઈ નહિ તરવાયેલ ચાલવાનો રસ્તો,બાળપણ એટલે,  નહિ કરાયેલ ઇનશર્ટ, બાળપણ એટલે,  રૂમાલ સાથે નહિ રાખવાની ટેવ,બાળપણ એટલે, સાચોસમય નહિ બતાવતી ઘડિયાળ,બાળપણ એટલે, ઈસ્ત્રી નહિ કરાયેલ કપડા, બાળપણ એટલે, હથેળીમાં લખાયેલું મરોડદાર નામ, બાળપણ એટલે,  ખુશ થવા નહિજોવાયેલી કોઈની પણ વાટ, બાળપણ એટલે, મિત્રનાં શર્ટ પર કરેલ પેન નાં લીટા, બાળપણ એટલે, જ્યાં શિસ્તથી મળવાના કોઈ ઉપહારની સમજ નથી તે સમય,બાળપણ એટલે, સૌથી વધારે સમય ધરતી સાથે જીવાતું જીવન, બાળપણ એટલે,  ખુલ્લા પગે થતો પૃથ્વીનો દરરોજનો સ્પર્શ,બાળપણ એટલે, આ સ્મૃતિઓ તાજીકરતી વખતે મારા અને તમારા મનમાં જન્મેલી ફરી બાળક બનવાની  ઈચ્છા. બાળપણ એ  અનંત શક્યતાઓનો વિશાળ ખજાનો છે, કેમકે એક ખોવાયેલું બાળક ક્યાં હોઈ શકે?? કોઈ મિત્રનાં ઘરે? મંદિરે? વાડીએ? રમતના મેદાને ? તળાવનાકિનારે ? સ્કુલમાં ? બગીચામાં ? મિત્રો દ્વારા આયોજિત પીકનીકમાં ? ઘરના ધાબા પર ?  અને એજ બાળક જયારે મેચ્યોર બને પછી ઘરમાં અથવા ઓફીસ પરબેમાંથી એક જગ્યાએ ફરજ બજાવતા મળી આવે છે. એક બાળક જાહેરમાં જોરથી હસી શકે છે, રડી શકે છે, ઠેકી શકે છે, દોડી શકે છે, પડી શકે છે, નાચી શકે છે,જે પોતાની જાતને વગર પડદે દુનિયા સામે લાવી શકેએવું અસ્તિત્વ ધરાવે છે,અને એ અસ્તિત્વ ને સાકાર કરનાર સમય એ બાળપણ છે. બાળપણ એ સુંદર છે કારણકે એ વર્તમાન છે, બાળપણ એ ભૂતકાળ અને ભવિષ્યકાળ થી પર છે, જયારે આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળથી સ્વતંત્ર પણે જીવવાનુંશરુ કરીએ ત્યારે આપણી બાળપણ જેવો આનંદ મેળવવાની શક્યતા ઘેરી બને છે,કેમકે બાળકને નથી ભૂતકાળનો અફસોસ કે નથી ભવિષ્યની ચિંતા એટલેજ એ જેસમય માં જીવે છે એ જીવનનો ગોલ્ડન પીરીયડ ગણાય છે. જયારે,સમજવાનું,વિચારવાનું,અનુભવવાનું,ગણવાનું,લેવાનું,દેવાનું,લખવાનું,ભુસ્વાનુ,માંગવાનું,આપવાનું,માપવાનું,કહેવડાવવાનું,આંકવાનું,વાંચવાનું,શરૂથાય છે ત્યારે જીવવાનું ઘૂંટાતું જાય છે,બાળપણ વિસરાતુ જાય છે અને પછી ભવ્ય હતા એ દિવસો એવી માત્ર યાદ રહી જાય છે. સોફ્ટ વેવ::- ” વગર નફા એ નુકસાન જ્યાં હસતા હસતા પોસાતું, એવો જીવનનો એકમાત્ર પીરીયડ એટલે બાળપણ” – પાર્થ અણઘણ (સુરત)

મૃત્યુ  કે  જન્મ ? – જયારે કોઈ આપણાથી ખુબ દુર પહોંચીને પણ આપણી નજીક લાગે….

અર્પણ – આ વાર્તા હું મારા જીવન ના સૌથી મહત્વ ની વ્યક્તિ ને અર્પણ કરું છું ,એટલે કે મારી બહેન ચાર્મી . વાર્તા નું નામ: મૃત્યુ કે જન્મ ? સવાર … Read More

ગુજરાતથી 500 રૂપિયા લઈને નિકળેલ ભાયડો એટલે ગ્રેટ બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી

કહેવાય છે કે ગુજરાતના નાનકડા ગામડેથી ધીરુભાઈ જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે એમનાં ખિસ્સામાં 500 રૂપિયા હતાં. ત્યારબાદ એમણે રૂ.500 માંથી અરબો રૂપિયાનું સામ્રાજ્ય ઉભુ કર્યું. “જો તમે તમારાં સપના પૂરા … Read More

જે.આર.ડી. (જમશેદજી) તાતા ભારતના પ્રથમ પાઈલોટ અને મહાન ઉદ્યોગપતિની આજે જન્મ જયંતી

કરાંચીના એરપોર્ટ પર બે સીટ વાળા એક વિમાને ઉતરાણ કર્યું. હવામાન એકદમ ખુશનુમા હતું. મુંબાઈથી એ વિમાનને હંકારનાર પાયલોટ પણ ખુશખુશાલ હતો. પણ એ કોઈ પગારદાર વ્યક્તિ ન હતો. અનેક … Read More

સા’બ, અલ્લાહતાલા જીસકો બચાના ચાહે ઉસે કોઈ માર નહીં સકતા – પ્રસુતિની પીડા પછીની રાહતની વાત

ચાલ્યો ગયો ‘શકીલ’, કહીને બસ એટલું, આથી વધુ કહીશ તો તમે સૌ ખળભળી જશો. ”તમારી બીબીની હાલત ખરાબ છે.” ”જી, સા’બ !” ”એની ચીસો સંભળાય છે ને ? ગર્ભાશય સાવ … Read More

પોતાના ડ્રાઈવરને કોલેજમાં પ્રાધ્યાપક બનાવનાર હસ્તી ડો. અબ્દુલ કલામને ભાવભીની શ્રધાંજલી

કલામ સાહેબે આ ધરતી પરથી વિદાય લીધી એને આજે 2 વર્ષ થઇ ગયા. નોખી માટીના આ અનોખા માણસની થોડી વાતો આપની સાથે શેર કરુ છું. ડો.કલામ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા … Read More

મોઢામાં પાણી આવી જાય એવો “મોતીપુલાવ” બનાવતા શીખીએ

૪ વ્યક્તિ માટે સામગ્રી : મોતી બનાવવા માટે : પડ માટે : છીણેલું પનીર એક કપ ખમણેલું ચીઝ અડધો કપ કોર્ન ફ્લોર ૧ ચમચી ૧/૨ નાની ચમચી સફેદમરીનો પાવડર ૧ … Read More

રોજ સંતરા ચાખીને લેતા યુવાનના એક સંતરા વેંચનાર માજી ઉપરના અદ્ભુત પ્રેમ વિષે જરૂર વાંચજો

શહેરના એક નાનકડા બજારમાં સંતરાં વેચતી એક ઘરડી સ્ત્રી પાસેથી એક યુવાન હમેશાં સંતરાં ખરીદતો હતો.સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો “ડોશીમા,જુઓ … Read More

તંત્રને કોસવા બેસવા કરતા – એક બીજાને મદદથી કરીએ મુસીબતોનો સામનો

અમદાવાદ માં ભારે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ૧ વાગ્યા થી ૬ વાગ્યા સુધીમાં ૭ ઇંચ વરસાદ વરસી ગયો છે હવે છેલ્લા ૧૫ વર્ષ પછી આવો વરસાદ થયો છે તો … Read More

ચાલો બહેનો આજે ફરાળી સાબુદાણાના વડા બનાવીએ

શ્રાવણ મહિનો ચાલે છે, રોજે રોજ કંઇક નવીન ફરાળ હોય તો મોજ જ આવે. ચાલો આજે સાબુદાણા વડા ટ્રાય કરીએ. સાબુદાણા વડા બનાવવા માટે જોઈતી સામગ્રી : સાબુદાણા – ૧ … Read More

error: Content is protected !!