પ્રેમની તાકાત સામે જીવલેણ કેન્સર પણ પરાસ્ત – પ્રીતરીત

છેલ્લા ૪ દિવસથી સિદ્ધિએ આલાપનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું, એના એક પણ મેસેજના રીપ્લાય પણ આપતી નહોતી. ખબર નહિ શું કામ ફોન નહિ ઉપાડતી હોય. અહિયાં સિદ્ધિ સાથે વાત કર્યા વગર આલાપ એકદમ અધમૂવા જેવો થઇ ગયો હતો. એણે તો મનોમન નક્કી કરી નાખ્યું હતું કે સિદ્ધિને પોતાની લાઈફપાર્ટનર બનાવશે પણ આ છેલ્લા ૪ દિવસથી સિદ્ધિનું આવું વર્તન આલાપને હૃદયમાં શુળની જેમ ભોંકાતું હતું.

આખો દિવસના લગભગ ૨૦૦ મેસેજ કરતો હતો અને દર કલાકમાં ૩૦-૩૫ કોલ કરતો હતો પણ ફોન સતત નો રીપ્લાય. અને મેસેજ ડીલીવર અને રીડના નોટીફીકેશન આવી જતા હતા.

આલાપને થોડી વાર માટે તો એના પ્રેમ પર પણ શંકા જવા લાગી હતી કે ક્યાંક સિદ્ધિને કોઈક બીજા જોડે પ્રેમ નહિ થઇ ગયો હોય ને ? ક્યાંક તે દિવસે તેને મેં કોઈક બીજા છોકરા સાથે મસ્તી મજાક કરતી જોયેલી અને એને ગળે વળગી પડેલી એ છોકરા સાથે એને કોઈ રીલેશન તો નહિ હોય ને ? પછી આ જ વિચાર કરવા માટે આલાપ પોતાની જાત ને કોસતો રહેતો કે મને ખુદને મારા પ્રેમ ઉપર વિશ્વાસ નથી તો પછી હું સિદ્ધિને શું પ્રેમ આપવાનો ? આ બધી માનસિક લડાઈથી કંટાળીને આલાપે સિદ્ધિના ઘરે જઈને જ ડાયરેક્ટ લગ્ન માટે વાત કરવાનું નક્કી કર્યું.

હજુ તો સિદ્ધિના ઘરના દરવાજે પહોચીને ડોરબેલ વગાડવા જાય છે ત્યાં જ સિદ્ધિનો રડમસ થયેલો અવાજ સંભળાયો. એ જ ઘડીએ આલાપનો હાથ ડોરબેલ પર જતા અટકી ગયો અને વાત સાંભળવા માટે કાન સોંસરવા કર્યા.

મમ્મી તું સમજતી કેમ નથી કે હું આલાપની જિંદગી બરબાદ નહિ કરી શકું. એ મારા વગર એક મિનીટ પણ જીવી નહિ શકે અને જો એને આ વાતની ખબર પડશે કે મને કેન્સર થયેલું છે અને એ પણ લાસ્ટ સ્ટેજ પર પહોચી ગયું છે તો એ જીવતે જીવત મરી જશે. મેં આજ સુધી એનાથી આ વાત છુપાવી છે અને જ્યારે એના પ્રેમની ઊંડાઈની મને ખબર પડી તો હું ખુદ અંદરથી ડરી ગયી છું અને એના કોઈ પણ જવાબ આપવાનું મેં બંધ કરી દીધું છે..
હું એની લાઈફમાંથી જતી રહેવા માંગું છું અને હું ઈચ્છું છું કે આલાપ મને ભૂલી જાય. એના મનમાં મારા પ્રત્યે નફરત પેદા કરવા માટે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ જોડે લવનું નાટક પણ કર્યું કે જેથી આલાપ મને ભૂલી જાય પણ એને પોતાની જાત કરતા પણ મારા પર વધારે વિશ્વાસ છે મમ્મી.

હું જાણું છું કે મને મારી લાઈફમાં આલાપ જેવો કેરીંગ અને લવિંગ છોકરો નહિ મળે પરંતુ મારી લાઈફ હવે બચી છે જ કેટલી ? હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે ભગવાન મને આલાપ સાથે જિંદગી વીતાવાનો મોકો આપ પણ હવે તો ભગવાન પણ મોઢું ફેરવી લે છે.

બહાર આલાપ ઉભો ઉભો આ સાંભળીને સુન્ન થઇ ગયો હતો અને આંખમાં જળજ્લીયા આવી ગયા હતા. એનાથી હવે વધારે સાંભળી શકાય એમ નહોતું એટલે તરત જ એને ડોરબેલ વગાડી પરંતુ ધ્યાન ગયું તો દરવાજો અંદરથી ખુલ્લો જ હતો અને ધીમેથી ધક્કો મારીને અંદર આવ્યો અને સિદ્ધિને ગળે વળગીને રડવા લાગ્યો. સિદ્ધિ પણ આલાપને ગળે એવી રીતે વળગી હતી કે જાણે આલાપને પોતાનામાં સમાવી લેવો હોય. બંનેએ મનભરીને રડી લીધા પછી હૃદય થોડું હળવું કરીને આલાપે ચુપચાપ પોતાના ખિસ્સામાંથી રીંગ કાઢી અને ગોઠણભેર બેસીને સિદ્ધિને પ્રપોઝ કરી દીધું..

સિદ્ધિ ! માય લવ .. વિલ યુ મેરી મી ?

સિદ્ધિની આખો ફરીવાર ભરાઈ આવી અને ડોકું ધુણાવીને હા પાડીને આલાપને વળગી પડી.

સમાપ્તિ.

Leave a Reply

error: Content is protected !!