વરસાદી માહોલ માં સવારે ભુંગળા બટાકાનો નાસ્તો

સામગ્રી

-એક કપ ચણાનો લોટ
-પા ચમચી હળદર
-બે ચમચા તેલ
-પોણી ચમચી લાલ મરચું
-અડધો કપ દહી
-દસ કળી લસણ
-એક ચમચી જીરું
-બે ચમચી ધાણાજીરું
-ત્રણ સો ગ્રામ બેબી બટાટા
-એક મોટો ચમચો સમારેલી કોથમીર
-અડધી ચમચી ગરમ મસાલો
-તેલ જરૂર મુજબ
-મીઠું સ્વાદાનુસાર
-તળેલા ભુંગળા જરૂર મુજબ

રીત

બટાટાને ધોઈને વચ્ચે કાપો મૂકો. એક કઢાઈમાં તેલ મૂકી ગરમ કરી આ બટાટાને મીડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. બીજી કઢાઈમાં બે ચમચા તેલ મૂકી તેમાં જીરું ગરમ કરો. જીરું લાલ થાય એટલે તેમાં લસણ ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે થોડીવાર શેકો. ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી તેમાં દહીં અને થોડું પાણી ભેળવી સારી રીતે મિક્સ કરો. તેમાં સ્વાદાનુસાર મીઠું ભેળવો. તેને ફરીથી ગેસ પર મૂકી થોડીવાર સાંતળો. હવે તેમાં કોથમીર અને તળેલા બટાટા ઉમેરી થોડીવાર ધીમા તાપે સાંતળો. પછી કોથમીર ભભરાવીને તળેલા ભુંગળા સાથે સર્વ કરો.

Leave a Reply

error: Content is protected !!