મમ્મીના હાથે બનાવેલ આ પિત્ઝા ભલભલા પીઝાને એક બાજુ મૂકી દેશે

આજ-કાલ બાળકો દર બીજે દિવસે બ્રેડના ચીઝ થી તરબતોર પિઝ્ઝા ખાતા હોઈ છે. પણ શું તમને ખબર છે કે આ પીઝા થી આપણા દેશમાં પણ (બીજા દેશોની જેમ) બાળકોમાં ઓબેસિટી નું પ્રમાણ વધી રહ્યું છે. અને મહદઅંશે આના માટે એઝ માં-બાપ આપણે જ જવાબદાર છીએ.

રોજ-બરોજ લાઈફ એટલી બીઝી થતી જાય છે કે આપણે બાળકો અને એમના ખાણી-પીણી માટે શોર્ટ કટ નો જ ઉપયોગ કરીએ છીએ. શું આપણી પાસે એમના માટે ૧૦ મિનીટ પણ નથી? જો તમારી પાસે તમારા બાળકો માટે આજે ૧૦ મિનીટ હોય, તો આ ભાખરી પીઝા ટ્રાય કરો.

કઈ રીતે બનાવશો ભાખરી પિઝ્ઝા ?

સામગ્રી:

  • પાંચ ચમચા ઘઉંનો લોટ
  • એક કપ સોસ
  • બે ક્યૂબ ચીઝ
  • એક ટામેટુ
  • એક ડુંગળી
  • એક કપ ગ્રીન ચટની
  • એક કેપ્સિકમ
  • એક ચમચા લાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર

ભાખરી પીઝા બનાવવાની રીત:

સૌ પ્રથમ ઘઉંના લોટમાં સ્વાદ અનુસાર મીઠું અને મરચું ભેળવી કઠણ કણક તૈયાર કરો. આ કણકના લુવા પાડી લો. તેમાંથી એક મોટો અને જાડો રોટલો તૈયાર કરો. હવે આ રોટલો ઓવનમાં શેકો ઓવન ન હોય તો તમે નોનસ્ટીક પર વાસણ ઢાંકી રોટલો ભાખરી જેવો કડક શેકી શકો છો. હવે આ રોટલા પર ગ્રીન ચટણી અને સોસ લગાવો. તેની ઉપર ડુંગળી, ટામેટા અને કેપ્સિકમના ઝીણા ટુકડા ઉમેરો. હવે ચીઝ છીણીને પાથરો. આ રોટલાને ફરી એક વખત ગેસ પર ઢાંકીને મુકો, જ્યાં સુધી ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી તેને ગરમ થવા દો. આ ગરમ ગરમ ભાખરી પીઝા તમારા બાળકને સર્વ કરો. જો તમારા ઘરે વધેલી ભાખરી પડી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો.

આવા અવનવા પ્રયોગો ની રેસીપી વાંચવા, જોવા, સાંભળવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!