તંત્રને કોસવા બેસવા કરતા – એક બીજાને મદદથી કરીએ મુસીબતોનો સામનો

અમદાવાદ માં ભારે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ૧ વાગ્યા થી ૬ વાગ્યા સુધીમાં ૭ ઇંચ વરસાદ વરસી ગયો છે હવે છેલ્લા ૧૫ વર્ષ પછી આવો વરસાદ થયો છે તો એમાં આપડે શું કરી શકીએ ?

તંત્ર ને ગાળો દેવાની જગ્યાએ માનવતાવાદી અભિગમ રાખી એક બીજાને બનતી મદદ કરીએ તોય આ કુદરતી આફતમાં થી બહાર આવી જઈશું કેમકે તંત્ર એકલું આ કુદરતી આફતમાં થી બહાર નહિ કાઢી શકે અને તંત્ર પણ માણસો દ્રારા જ ચાલતું હોય છે માનવતાવાદી અભિગમ થી જ કુદરતી આફત સામે જીતી શકાય .

૧. આપડા ઘરડાઓ અનાજ ભરીને રાખતા હતા દાળ ચોખા વગેરે વગેરે મરી મસાલા વગેરે પણ સીઝનેબલ રીતે દરેક ઘરમાં ભરેલા જ હોય છે ઘણી વાર આપણ ને થાય કે આટલું બધું બિનજરૂરી ભરવાનો શો મતલબ પણ ઘર ની બહાર નાં નીકળી શકાય તો કઈ નહિ પણ ખીચડી બનાવી ને પણ ખાઈ શકાય એવી વ્યવસ્થાતો હોય જ છે આપડી જોડે આ બધું એક્સ્ટ્રા પડ્યું હોય તો કોઈ નાં ઘરે પાણી ભરાયું હોય એને થોડા પ્રમાણમાં આપી શકીએ અથવા તો કોઈ ફૂડ પેકેટ બનાવતી સંસ્થાઓ ને દાન કરીએ તોય મદદ થઇ શકે

૨. ઘરમાં એક્સ્ટ્રા દૂધ ની થેલી હોય અને આડોશ પાડોશ માં નાના બાળક વાળા રહેતા હોય તો એમને દૂધ ની થેલી આપીને પણ નાની મદદ કરી શકીએ જે મદદ કરે છે એણે પોતાની ચિંતા કરવાની જરૂર નથી એની મદદ ઈશ્વર આપો આપ કરે છે .

૩. જેમ બને એમ પાણી માં બહાર જવાનું ટાળવું જોઈએ વિહીકલ બંધ થઇ જવાની સંભાવનાં પણ રહેલી છે અને આ વરસાદ માં માંદા પણ પડી જવાય એવું છે જેથી બહાર બિનજરૂરી નીકળવું નાં જોઈએ કોઈનું વિહિકલ આપડા ઘર પાસે બંધ પડી ગયું હોય તો એને પોતાના ઘર પાસે મુકવાની વ્યવસ્થા કરી આપીએ .

૪. પાણી જોવા જવું પાણી નાં ફોટા પાડવા જવું સેલ્ફી લેવા જવું એવોઈડ કરવું જોઈએ ક્યા રસ્તે ખાડો પડેલો છે એ આપણ ને ખબર નાં હોય તો અકસ્માત થવાની સંભાવના છે વિજળી નાં ડીપી માં પાણી ભરાયું હોય અને જો ઘરની લાઈટો જબકારા મારતી હોય તો લાઈટ નો ઉપયોગ ટાળવો ખુલ્લા તારને અડકવું નહિ તેથી પણ મોટા અકસ્માત ટાળી શકાય .

૫. હવાઈ ગયેલા બિસ્કિટ ફેકી દેવાની જગ્યાએ કુતરા ને આપી સ્કાય , એઠવાડ કે શાક નાં છોતરા ફેકી દેવાની જગ્યાએ ગાયને ખવડાવી શકાય , ચકલીઓ પક્ષીઓ માટે ધાબા ની પાળી પર થોડા અનાજ નાં દાણા નાખી શકાય

આમ આવી નાની નાની મદદ થી કુદરતી આફત ને હળવી કરી શકાય

તો આવો એકબીજા ની મદદ કરીએ અને ફરી એકવાર અમદાવાદ ને ધબકતું કરી દઈએ .

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

Leave a Reply

error: Content is protected !!