ફરાળી પેટીસ – શ્રાવણ નું સૌનું ફેવરીટ ફરાળ

શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોય કે ના કરતા હોય, પણ ફરાળી પેટીસ ખાવાનું કોઈ ચુકશે નહિ. અને એમાંય વરસાદી માહોલ હોય, મેઘો જામ્યો હોય અને ગરમા ગરમા ફરાળી પેટીસ અને ચટણી ની મજ્જા જ કંઇક અલગ છે. તો ચાલો શીખીએ ફરાળી પેટીસ બનાવતા.

કેટલી વસ્તુઓ અને કેટલા પ્રમાણમાં જોઈશે તે  જોઈએ .

 •        ૧ કિલો બટેટા
 •        ૧ નાળીયેર (શ્રીફળ)
 •        ૪ ચમચી આદુ મરચાની પેસ્ટ
 •        ૧ લીંબુ નોરસ
 •        ૧ ચમચી મરી પાઉડર
 •        ૧ ચમચો સિંગદાણાનો ભૂકો
 •         ૧૦ નંગ કીસમીસ
 •         ૧૦ નંગ કાજુના ટુકડા
 •          ૩ ચમચી ખાંડ
 •          થોડી કોથમરી
 •         ૨ ચમચા તપકીર
 •          તળવા માટે તેલ
 •          મીઠું

વસ્તુઓ  એકઠી  થઇ જાય એટલે  કામ શરુ કરીએ……

 • બટેટા ને ધોઈને બાફવા મુકો.
 •       સિંગદાણાને શેકીને ભૂકો કરવો .
 •       બફાયેલા બટેટાની છાલ ઉતારી ને છુંદી લો .
 •       નાળીયેરના  ટોપરાનું બારીક ખમણ કરી લ્યો .
 •       નાળીયેર ના ખમણમાં આદુ મરચા ની પેસ્ટ ,મરીનો ભુકો,સિંગદાણાનો ભુકો,સ્વાદ પ્રમાણે       મીઠું, ખાંડ, લીમ્બુનો રસ, કીસમીસ, કાજુના ટુકડા, કોથમરી નાંખીને મિલાવી લ્યો.
 • આ  પુરણ બાજુ પર રાખી દ્યો.
 •       બટેટામાં  તપકીર અને સ્વાદ અનુસાર મીઠું નાંખી એકદમ મિલાવી લ્યો
 •       બટેટાના આ મિશ્રણ માંથી નાનું લુવા જેવું લઇ હાથની મદદ થી પૂરી જેવું બનાવી તેમાં નાળીયેર નું પુરણ ભરી પેટીસ વાળી લ્યો .
 • એક પછી એક એમ બધી પેટીસ વાળી લ્યો.
 • એક  લોયામાં તેલ  નાંખી ગેસ પર ગરમ કરવા મુકો.
 •      તેલ ગરમ થાય એટલે તેમાં પેટીસ તાળો શરૂઆત માં ગેસ જરા વધુ રાખવો.
 •      પેટીસ નાંખી દીધા બાદ થોડીવારે ગેસ ધીમો કરવો.
 •      પેટીસ light brown રંગની થાય એટલે ઉતારી લ્યો.આ પેટીસ ચટણી અને દહીં સાથે  પીરસો . ઘરે બનાવેલી પેટીસ નો સ્વાદ જ અનેરો લાગતો હોય છે . બનાવતી વખતે થોડી મહેનત લાગે પણ ઘરના લોકો અને મહેમાન ખુશ ખુશ થઇ જાય એટલે આપણે રાજી રાજી, શું કહો છો બહેનો?

સોર્સ: ઈન્ટરનેટ

 

Leave a Reply

error: Content is protected !!