ચાલો બહેનો આજે ફરાળી સાબુદાણાના વડા બનાવીએ

શ્રાવણ મહિનો ચાલે છે, રોજે રોજ કંઇક નવીન ફરાળ હોય તો મોજ જ આવે. ચાલો આજે સાબુદાણા વડા ટ્રાય કરીએ.

સાબુદાણા વડા બનાવવા માટે જોઈતી સામગ્રી :

સાબુદાણા – ૧ કપ
મગફળી – ૧/૨ કપ
બટાકા – ૨ બાફેલા
લીલા મરચા – ૧ થી ૨ ઝીણા સમારેલા
કોથમીર – ૧ મોટી ચમચી
મીઠું સ્વાદ અનુસાર
લાલ મરચું પાવડર – ૧/૨ ચમચી
તેલ તળવા માટે

સાબુદાણા વડા બનાવવાની રીત :

સાબુદાણા સારી રીતે ધોઈ તેમાંથી પાણી નીકાળી ૨ કલાક સુધી રાખો. બટાકાને બાફી તેની છાલ ઉતારી ઠંડા પડે એટલે છૂંદી નાખો. સાબુદાણામાં બટાટા, સિંગદાણા (અધકચરા વાટેલા), લીલાં મરચાં, કોથમીર, લીંબુનો રસ સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને લીંબુના આકારના ગોળ લુઆ બનાવી હથેળીથી તેને દબાવો અને ચપટો આકાર આપો. ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરી બ્રાઉન થાય ત્યાં સુધી તે તળો. તેને ગરમાગરમ સર્વ કરો.

સોર્સ: વિશ્વગુજરાત

Leave a Reply

error: Content is protected !!