એક રૂપિયાના ખર્ચ વગરની વજન ઘટાડવાની અસરકારક આયુર્વેદિક ટીપ્સ

આજકાલ, ખોરાક પહેલા જેવો સાત્વિક નથી અને ચોખ્ખો પણ નથી. શરીર માં રોજે રોજ અઢળક એક્સ્ટ્રા ફેટ એટલે કે ચરબી આપણે જમા કરવા ડેટા હોઈએ છીએ. અને પછી જયારે આડોશી પાડોશી કે કિટી પાર્ટી માં કોમ્પ્લીમેન્ટ મળે કે “યુ પુટ ઓન વેઇટ” ત્યારે ચાલુ થઇ જાય જીમ ના ખર્ચાઓ અથવા મોંઘા ડાટ વેઇટ લોસ એક્સપર્ટ ના ખર્ચાઓ. પણ બધાને માટે આવા ખર્ચા કરવા શક્ય નથી જ, અને બધા પાસે પૈસા વધી પણ નથી જ પડતા. ચાલો માણીએ અમુક તદન મફત ટીપ્સ જે તમારો વજન ઘટાડવામાં મદદ કરશે.

 1. સ​વારે વહેલા ઉઠી ને બ્રશ કર્યા વગર બે ગ્લાસ ગરમ પાણી પીવું.તુરંત પેટ સાફ થશે.
 2. રોજ શરીરે સરસીયા તૈલ ની માલિશ ઉપર થી નીચે ની દિશામાં કરી ગરમ પાણી થી સ્નાન કરવુ. ચરબી નુ દહન થશે.ચામડી માં કરચલી નહી પડે.
 3. સમય પર જમ​વું.
 4. જમ્યા પહેલા એક પ્લેટ સલાડ ખાવું.અને એક ગ્લાસ પાતલી છાશ જીરુ,ધાણા મીક્ષ કરી પીવી.
 5. બે ટાઈમ જમ​વા માં જ​વ ,કોદરી ,કલથી ,મગ ,જુના ભાત (ઓસાવીને ),લીલા શાક્ભાજી ,પાતલી પાની જેવી ખીચડી (પેયા) આદુ- લસણ -હિંગ યુક્ત કોથમીર્,મીઠો લીમડો,સૈંધ​વ મીઠું,હળદર કાળા મરી,અગ્ની પ્રદીપક બધા મસાલા યુક્ત જેથી પાચન સરલતાથી થાય.
 6. ઘઉં બંધ.ઘઉં પચ​વામાં ભારે છે.
 7. જમ્યા પછી ક્લાક સુધી પાણી ના પીવું.
 8. બે ટાઈમ જમ​વા ની વચ્ચે વધુ ભુખ્યા ના રહેવું.
 9. સરગ​વાનો સુપ ,ફ્રુટ્સ(કેલા,ચીકુ સિવાય્) ,ગાય નુ ગરમ દુધ ,ભાત નુ ઓસામણ ,છાશ ,બાફેલા મગ વગેરેહ લેતા રહેવું.
 10. રાત્રે મોડા ના જમ​વું.
 11. મોડા જમેલ આહાર પચશે નહી અને જલ્દી થી ચર્બી માં રૂપાંતર થશે.મોડુ થાય તોહ પ્ર​વાહી ભોજન અથ​વા હલ્કુ લેવુ.
 12. દહીં ,શીંગ ,બેકરી આઈટમ્સ ,આથાવાલી ચીજ્વસ્તુ ,તળેલી ,પેકેજ્ડ ફુડ ,વાસી ખોરાક બિલ્કુલ બંધ.
 13. આખો દિવસ ન​વસેકુ પાણી પીવું. 15.સુતા પહેલા ત્રિફલા ચુર્ણ કે હરડે ચુર્ણ લેવુ કબ્જિયાત રહેતી હોય તોહ.
 14. વ્યાયામ માં પધ્ધતી સર સુર્યનમસ્કાર ,યોગ,કસરત નિયમીત કર​વી.
 15. આ બધુ જ કર​વાં છતા કોઇ ફરક ના જણાય તોહ આયુર્વેદ ની શરીર શુધ્ધીકરણ પ્રક્રિયા ક્લાસિકલ પંચકર્મ થી હઠીલી ચર્બી પણ ઉતરે છે કારણ કે એમા વજન વધ​વા નું ચોક્કસ કારણ દુર થાય છે.

વૈધ મિહિર ખત્રી(B.A.M.S.) વૈધ વંદના ખત્રી (B.A.M.S.)

 This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!