દેશીદુકન – કે જ્યાં દેશી દારુ નહિ દેશી જુગાડ મળે છે… જોવા અહી ક્લિક કરો

દેશીદુકાનના એક અલગ જ નામ સાથે, ગુજરાતી મિત્રોએ એક નવી દુકાન ખોલી છે, કે જ્યાં કંઇક અલગ જ વસ્તુ મળે છે.

રોજ બરોજ માં ઘણી એવી ઘટનાઓ બનતી જ રહેતી હોય છે કે જયારે આપણે મન માં ઘણું બોલી કહી દેતા હોઈએ, પણ સામે બોલવા જઈએ તો કદાચ વધુ મોટો ઝઘડો થાય, અથવા તો લાંબી વાતો ચાલે અને સમય બગડે.

આવી અમુક સિચ્યુએશન નીચે મુજબ છે.

૧) કોઈ મફત ની સલાહ આપે ત્યારે  “તુ તારુ કર” કહેવાનું મન થાય પણ કહી ના શકીએ. આવા સમયે જો આવું લખેલ ટીશર્ટ હોય અને તમે પહેરી હોય તો ફક્ત ટીશર્ટ થોડી સરખી કરવાની… એટલે સામે વાળો સમજી જાય અને ચુપ થઇ જાય.

૨) લગભગ રોજ કોઈ મિત્ર, કોઈ સગા કે કોઈ વેપારી ભાઈ-બંધુ આવી ચડે અને વાત વાતમાં ધીરે થી કહે કે ૨-૫૦૦૦ ની વ્યવસ્થા છે? કાલે જ આપી દઈશ…… આવા સમયે પહેરવા માટેનું બેસ્ટ ટીશર્ટ એટલે “હમણાં કડકી ચાલે છે” – વાત જ પૂરી થઇ જાય.

૩) ઘણી વખત એવું બંને કે તમે કામમાં વ્યસ્ત હો અને કોઈ આવી ચડે અને આખા ગામની પંચાત કરે, તમને બીજા ને દેણું ફૂંકાઈ ગયું છે એની જાણ કરે, પાડોશીનો છોકરો ૧૦મા ધોરણમાં ફેઈલ થયો એની જાણ કરે… ત્યારે કહેવાનું મન થઇ જાય… “આપણે કેટલા ટકા”… મુક ને તું યાર…..

૪) મસ્ત મૂડ બનાવ્યો હોય વિકેન્ડ માં મુવી જોવા જવાનો, શનિવારે રાત્રે ગર્લ ફ્રેન્ડ ને ફોન કરીને કહીએ, કે કાલે મુવી માં જઈએ ચલ ને… અને જયારે કોઈ શરમ, કદર કે દયાભાવ વગર… ગર્લ ફ્રેન્ડ ઘસીને ના પાડી દ્યે ત્યારે ગમે તેવો પ્રેમ હોય પણ એક વાર તો કહી જ દઈએ…”  તેલ લેવા જા…”

 

૫) રોજ બરોજ, જયારે જયારે કોઈ મિત્ર મળે, કસ્ટમર કે સપ્લાયર મળે કે જે છેલ્લે મળ્યા કરતા થોડો જાડો થઇ ગયો હોય ત્યારે કહેવું જ પડે…. “પાર્ટી, ખાધે પીધે સુખી છે”

૬) કાઠીયાવાડી હોય તો ગામે ગામ, શહેરે શહેર… એક જ વાત…. ઘટે તો જીંદગી ઘટે, બાકી બીજું “કઈ નો ઘટે”….. હે કે નહિ ?

૭) કોઈ કામ માં વ્યસ્ત હોઈએ અને જાન ના પહેચાન, મેં તેરા મહેમાન ની જેમ કોઈ આવી ચડે અને બકબક કરી કરીને મગજ ફેરવી નાખે… ત્યારે શું કહેશો? “મગજ નો અઠ્ઠો” કરી દીધો….

 

ટૂંક માં…. આપણે રોજ બરોજ માં ઘણી એનર્જી બચાવી શકીએ અને સાથે સાથે ગુજરાતીપણાનો આનંદ ઉઠાવી શકીએ છીએ.

ગુજરાતી થાળી, ગુજરાતી મુવી, ગુજરાતી નાટક, ગુજરાતી ગાળ અને ગુજરાતી બૈરું ગમે તો પછી ગુજરાતી ટીશર્ટ કેમ નહિ?

આવા તો ઘણા ક્રિએટીવ ટીશર્ટ બનાવ્યા છે આ #DeshiDukan ટીમે. એમના આ કાર્ય ને પ્રોત્સાહન તો આપણે આપી જ શકીએ. ૩૦ થી વધારે ગુજરાતી થીમ ની ટીશર્ટ જોવા અહી ક્લિક કરો

 

Leave a Reply

error: Content is protected !!