જયારે ગુરુને પણ એક સામાન્ય સ્ત્રી પાસેથી ગુરુજ્ઞાન મળે…. વાંચવા જેવી કથા

હરદ્વારમાં એક સ્ત્રી ગંગાને કિનારે કપડાં ધોતી હતી. એમાં એક મહાત્મા સંધ્યા કરવા આવ્યા. એમને સ્નાન કરવું હતું પણ એમના સ્નાન કરવાના ઘાટ પર પેલી સ્ત્રી કપડાં ધુંવે એટલે છાતા ઊડે તેમ હતું.

સાધુ કહે, ‘બહેન, બેટા, એક મિનીટ તું રોકાઈ જાને તો હું સ્નાન કરી લઉં, મારે સંધ્યા કરવી છે.’ પેલી બહેને કહ્યું, ’બાપજી, આમ તમે ઉપરવાસ જાવને ! ત્યાં જઈને તમે સ્નાન કરી લ્યો.’ મહાત્માએ કહ્યું, ‘હા બહેન, ગંગા તો પવિત્ર છે. ઉપરવાસમાં જઈ સ્નાન કરી લઉં.’

‘ગંગા પવિત્ર છે’ એમ સંત બોલ્યા એટલે પેલી બેને કપડાં ધોવાનું બંધ કરી દીધું અને કહ્યું, ‘બાપજી, હું તમારી સાથે સહમત નથી થતી. ગંગાનું પાણી પવિત્ર નથી.’ સાધુ કહે, ‘શું ગંગાનું પાણી પવિત્ર નથી ?’ સ્ત્રી કહે, ‘હા બાપજી, ગંગાનું પાણી પવિત્ર છે, પણ એટલું બધું પવિત્ર નથી. તમે જેટલું માનો એટલું પવિત્ર નથી. તમારે શા માટે સ્નાન કરવું જોઈએ ?’

મહાત્મા વિચારતા થઈ ગયા. સમજદાર, ભણેલા ગણેલા સાધુ, વિચારતા થઈ ગયા કે બહેન કહેવા શું માંગે છે ? સાધુએ કહ્યું, ‘બહેન, મારે સૂર્યને અધ્ય આપવું છે. સૂર્યની જે જ્યોતિ છે એને મારે અધ્ય આપવું છે એટલે નહાવું છે.’ ફરી પેલી સ્ત્રી કહે, ‘સૂર્યની જ્યોતિ, જ્યોતિ નથી. હું અસહમત છું !’ મહાત્મા ખર, ‘આ શું થવા બેઠું છે ?’

એમાં એક રાજકુમાર નીકળ્યો. બહુ હ્દય્પુષ્ટ યુવાન એટલે મહાત્માએ કહ્યું, ‘ઓ બહેન, તું ઓળખે છે ? આ, આ પ્રદેશનો રાજકુમાર છે. કેટલો બળવાન છે.’ એટલે બહેને કહ્યું, ‘હું તમારી સાથે સહમત નથી થતી. એ બળવાન નથી !’

સ્ત્રીએ બધાંમાં વિરોધ કર્યો, ત્યારે મહાત્માએ ‘અથાતો બ્રહ્રાજિજ્ઞાસા’ કરી, ‘બેટા, તું બોલતી હશે એમાં કંઈક હશે. હવે તું ચોખવટ કર કે ગંગાનું પાણી પવિત્ર કેમ નથી ?’ સ્ત્રી કહે, ‘બાપજી, ગંગા તો મનેય ગમે એ તો પવિત્ર હોય જ, પણ રણમાં માણસ તરસનો તડપતો હોય ત્યારે એને એ વખતે જે પાણી પીવાનું મળે ને એ ગંગા કરતાં ય પવિત્ર હોય ! રણના પ્રદેશમાં કોઈ તુષાતુરને જે જળ મળે તે એ ગંગા કરતા પણ પવિત્ર ગણાવું જોઈએ.’ સાધુએ સ્વીકાયું.

‘હવે બેટા, સૂર્યની જ્યોતિને માટે ?’

‘બાપજી, સૂર્યની જ્યોતિ, જ્યોતિ ન કેહવાય. સાચી જ્યોતિ તો નેત્રજ્યોતિ છે. આંખ હોય તો સૂરજ દેખાય. નહીંતર સૂરજ ક્યાં દેખાય ! એટલે શ્રદા મહત્વની છે.’

સ્ત્રીએ આગળ કહ્યું, ‘રાજકુમાર બળવાન છે. પણ સાચું બળ તો બાપજી, શરીરનું નથી હોતું મનોબળ હોય છે !’

– મોરારીબાપુના પુસ્તક “સફળતા રાહ બતાવે રામાયણ” માંથી

આ પુસ્તક ઘરે બેઠા ઓર્ડર કરવા માટે વોટ્સએપ મેસેજ કરો 7405479678

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!