હાર્દિક સ્વાગત – મનગમતા પાત્ર નું પ્રેમભર્યું સ્વાગત

‘સાહેબ..!
‘ઓ સાહેબ..ઓફિસ લોક કરી દઉં?’..રુદ્ર પાછળ જતા બહાદુર જરા ઉચ્ચા સ્વરે બોલ્યો.

એના શબ્દો કાને અથડાતા રુદ્ર ની વિચારતંદ્રા તુટી, ‘હેં શું..?’ વિચાર માં ડૂબેલો એ કાંઈ ના સમજ્યો હોય એમ તેણે બહાદુર ને પૂછ્યું, ‘શું કહે છે બહાદુર?’

બહાદુર આશ્વર્ય સાથે ફરી બોલ્યો, “સાહેબ! જાઓ છો..તો ઓફિસ હું બંધ કરી દઉં’

જવાબ માં રુદ્રએ ફકત હાથ થી હોંકારો આપ્યો ને પાર્કિંગ તરફ ચાલવા લાગ્યો.બહાદુર ને એના સાહેબ નું આ વર્તન જરા અજુગતું લાગ્યું તે વાળ ખંજવારતો ઓફિસ તરફ વળ્યો.

રુદ્ર પાર્કિંગમાં પોંહચીને જડાઈ ગયો હોય એમ શૂન્યમનસ્ક ઉભી વિચારો માં ખોવાયો.એકાએક મેસેજ ના ટોન થી એના વિચારો તૂટ્યા.લેવીસ જીન્સના સાઈડ પોકેટ માં આઈફોન રણકી બંધ થયો હતો.

રુદ્રએ કોઈજ ભાવ વિના સંદેશ વાંચ્યો,શ્યામા નો જ હતો વંચાઈ રહ્યું હતું કે, ‘ફેક્ટરીથી નિકળો ત્યારે અને ઘરે પોહચીને મને મેસેજ થી જાણ કરજો..છેલ્લી વાર’

મોબાઈલ પર એક ટીપું પડ્યું જે રુદ્ર ની હતાશ આંખ માંથી છલકી આવ્યું હતું.નિસાસો નાખી એને મેસેજ કર્યો; “હું ફેક્ટરી થી ઘર તરફ જાઉં છું” અને તે કાર માં બેસી ઘર તરફ આગળ વધવા લાગ્યો.

તેની આંખો સામે રસ્તો નહી પણ સ્મૃતિઓ તરવરવા લાગી.એકવાર શ્યામા ને ખબર પડી કે તે ડ્રાઈવિંગ દરમ્યાન વાત કરે છે તો રીતસરની ખિજાઈ જ ગઈ હતી.કડક શબ્દો માં ચેતવણી આપી હતી કે ‘વાત ઓછી કરશો તો ચાલશે પણ ચાલુ ડ્રાઇવિંગમાં ફોન વાપરવાનો જ નહીં,તમને જોખમ માં મૂકીને મારે વાત નહી કરવી’.

તેના આ મીઠાં ઠપકાંથી તે કેટલો એની તરફ ખેંચાયો હતો એતો ફક્ત રુદ્ર જ જાણતો હતો.

છેલ્લા કેટલાક સમયથી બન્ને ના રાતદિવસ એકબીજા ને ‘સુપ્રભાતમ’ અને ‘ફોરહેડ કિસ્સી’ થી જ થતી જે રુદ્ર એની કેર અને રીસ્પેક્ટ ના પ્રતીક માં દર્શાવતો ને જે શ્યામા ને પણ બહુ જ આનંદ આપાવતું.

રુદ્રને યાદ છે હજુ તો ફક્ત 12અઠવાડિયામાં જ તે કેટલો જીવંત થવા લાગ્યો હતો,પહેલાં તો માત્ર શ્વસતો હતો,ઘર થી ઓફીસ ના ચક્ર માં જ એનું જીવન ફર્યા કરતું.જીવવાનું તો હવે શીખ્યો હતો.

શ્યામા ના આગમનથી તે પોતાની ફરજો અને શોખ પ્રત્યે પણ સભાન થવા લાગ્યો હતો એકમાત્ર આ પગલી ને કારણે.

તે એને કહેતો પણ,”શ્યામા! યુ બ્રાઇટ અપ માય લાઈફ”ને પેલી ખડખડાટ હસી ને ‘પાગલ’ કહેતી.

રુદ્ર જરા મસ્તી ના મૂડ માં આવી કહેતો: “હ છું,પણ તમારો જ”
શ્યામા કહેતી: “હો સાહેબ”
રુદ્ર કહે: ” હો નહીં હા”

શ્યામા એના સંબંધીમાં જ હતી પણ એની ઓળખાણ તો સોશ્યિલ નેટવર્કિંગ સાઈડ પર જ થઈ,પેલા તો પોતાના એટીટ્યુડમાં જવાબ ન આપતી પણ પછી રુદ્રની નિઃસ્વાર્થ લાગણીઓમાં બંધાવા લાગી હતી.ત્યારબાદ તો બંને નું રૂટિન જ થઈ ગયું હતું દિવસ રાત ચિટ ચેટનું,નાના માં નાની વાતો માં ચર્ચા કરતાં.આમ એકબીજાથી દુર હોવા છતાં નજીક આવ્યા હતા.

એકદિવસ બન્ને પ્રકૃતિપ્રેમીઓએ નક્કી કરીને માધવપુર ના દરિયે પ્રથમ મુલાકાત ગોઠવી,રુદ્ર એ પ્રથમ વાર શ્યામા ને જોઈ કહ્યું,”આમ ના ચાલે મેમ! મારે તમને ખુલ્લા વાળ માં જોવા હતા..”

એના શબ્દો પડતા જ શ્યામએ કાર માં બેસી દરવાજો બંધ કરી પેલા એનો ચોટલો ખોલી કહ્યું ;”લો સાહેબ! હવે તો ખુશ ને…!!?”
રુદ્ર મલકાઈ રહયો.
બન્ને રેતીમાં ખુલ્લા પગલાં ના નિસાન છોડતા લટાર મારતાં હતા.

ત્યાં રુદ્ર એ શ્યામા નું એક અલગ જ રૂપ જોયું;

ચંચળ,અલ્લડ,સાવ મસ્તીખોર,નાના બાળ જેવી નિખાલસ અને ગજ્જબ ની પરિપક્વતા પણ..!

રુદ્રને એ પ્રથમ વાર મળી છે એ ભૂલી ને તે લાંબા ખુલ્લા વાળ ને ભરાવદાર શરીરમાં દરિયા ને જોઈને પાગલ જ બની હતી.તેનું આ પગલપણું રુદ્ર અનિમેષ માણી રહ્યો હતો.

ત્યારે જ અચાનક એક વિશાળકાય મોજું આવી ને શ્યામાને અનાયાસે રુદ્રના આલિંગનમાં ફેંકીને જતું રહ્યું.શ્યામા “રુદ્ર” કરતી એના આલિંગન માં સમાઈ ગઈ અને એની કાળજી ખાતર રુદ્રએ એને જકડી રાખી હતી.

પણ બીજી ક્ષણે તે અલગ થઈને સ્ત્રીસહજ મુંઝાઈ હતી.
કહે,”ચાલો હવે જઈએ”

રુદ્ર એકપણ શબ્દ બોલ્યા વિના એની સાથે ચાલતો થયો હતો.રસ્તા માં તેણે આંખો બંધ કરી સંગીત મણતી શ્યામાને ચોર નઝરે જોયા જ કરી.

તે હંમેશા શ્યામાને ટોટલી સરેન્ડર રહ્યો હતો.તેઓ ની આ એક જ મુલાકાત થઇ હતી, જોકે અંદરખાને તો રુદ્ર શ્યામા ને ચાહવા લાગ્યો હતો પણ તે ક્યારે પણ એને કહેેવાનો નહતો.જેનું કરણ એ હતું કે તેને સારી રીતે જાણ હતી કે શ્યામાને પુરુષ જાત પર કેટલી ચીડ હતી. તે કોઈ પણ ભોગે શ્યામાને ગુમાવવા નહતો ઈચ્છતો.

તે હંમેશા શ્યામા ને કેતો કે”‘મને કયારે પણ તમારા થી દુર ના કરશો મને બસ તમારો સહકાર જ જોઈએ છે”‘

પણ કુદરત નો નિયમ છેને તમે જેનાં થી ભાગો તે જ સામે આવી ને ઉભું રહે..આખરે થયું પણ એજ.

રુદ્ર સામે ડ્રાઇવિંગ દરમ્યાન આજ સવાર થી અત્યાર સુધી નો સંપૂર્ણ ઘટમાળ તરવરવા લાગ્યો:

રોજ મુજબ એણે મોર્નિંગ વિશ કરી તો શ્યામાએ એના અંદાજ માં કહ્યું ‘આજ શુ છે રુદ્રાય ખ્યાલ છેને..!?’

જવાબમાં મીતભાષી રુદ્ર કે જેની કોલ અવધિ ક્યારેય 1 મિનિટ ના થતી તે શ્યામા સાથે એવો જ વતુડ્યો બની જવાબ આપ્યો;
“આજ 14 ફેબ્રુઆરી છે જેને આ દુનિયા પ્રેમનો દિવસ કહી મનાવે છે પણ મારી દ્રષ્ટિએ પ્રેમ હોય તો 365 દિવસ અને રાત પ્રેમ ના જ હોય!”

સામે શ્યામાએ રોજની આદત મુજબ તેને મોહી લે તેવું હાસ્ય રેલાંવ્યું અને બોલી:”હો મહાશય! બીજુ કાંઈ?”
એણે શ્યામાના જ શબ્દો પાછા વાળ્યા; “બીજુ ઘણું બધું પણ કહું નઈ”

પેલી એ મીઠો છણકો કર્યો: ” મને જ મ્યાઉ એમ..”
તો રુદ્રએ વ્હાલ થી કહ્યું: “હા મારી બિલાડી”

એ સાંભળી ને તે બોલી;”મ્યાઆઉ….”

રુદ્રએ કહ્યું, ” જો જો વાયડી..”
અને બેઉ હસવા લાગ્યા.

આતો રોજનો દોર બન્યો હતો કલાકો સુધી વાતો કરતા પણ શ્યામા થોડી ઘૂરરીયલ ખરી અને એ શ્યામાની દરેક જીદ ને માથે વધાવતો.

શ્યામાએ પુછ્યું ,’ આજનો દિવસ તમારો..કહો જોઈએ આજ હું શું પહેરુ?’

એણે કહ્યું કે ‘જો મને પૂછતા જ હો તો હું તો કહ

તો કહીશ કે સાળી પહેરો એ પણ લાલ!’

શ્યામા કહે ‘ઓક ફોટા મોકલું છું મારે કોલેજ નું મોડું થશે.’ કહી ફોન મૂકી બને પોતાનાં કામ માં પરોવાયા.

તે ઑફિસમાં આવી શ્યામા ને પોહચી ગયા નો મેસેજ કરી મિટિંગમાં ગોઠવાયો ત્યાં તો એકસાથે 8 થી 10 મેસેજ આવ્યા.

ચાલુ મિટિંગે એ શ્યામા ના લાલ સાળી અને ખુલ્લા વાળ ના ફોટો જોવા લાગ્યો.ઓફિસ સ્ટાફ અંદરોઅંદર ગણગણવા લાગ્યા કે આ ‘ખડૂસ’ બોસ પણ હવે માણસ ના બીબામાં ઢળવા લાગ્યા છે. પણ રુદ્રને તો બસ એની કલ્પના ની મુરત ને નિહાળવા માં જ રસ હતો.

ત્યારબાદ તો શ્યામા કોલેજ અને એ ઓફિસ માં વ્યસ્ત બની ગયા પણ મેસેજ તો ચાલુ જ હતા.સાંજની ચા આપીને માણસ ગયો ને રુદ્ર શ્યામા ના વિચારો માં ખોવાઈ ગયો કે આ એજ મારી ‘કલ્પના ની મુરત’ છે જેને તે યુવાની માં પ્રવેશતા થી જંખતો હતો હવે માળી છે તો કોઈ પણ ભોગે દૂર નહી થવા દઉં..

ડોર કનોક થવા ના અવાજ સાથે એના વિચારો અટક્યા અને તે મેનેજર સાથે બિઝનેસની ચર્ચા કરવાંમાં પરોવાયો.

..ત્યાં તો શ્યામા નો મસેજ આવ્યો તેણે રોજ ની આદત મૂજબ એમા નજર કરી તો ઘા ખાઇ ગયો..આ શું..!!? શ્યામા સદાય માટે અલગ થવા ની વાત કરે છે..!!? પણ શું કામ..???એણે એવી તે કઈ ભૂલ કરી કે શ્યામા આવડી સજા કરે છે?

તે મેનેજરને પછી ચર્ચા કરીએ કહી રજા આપી ને શ્યામાને મનાવવા અને ક્યારેય ન કરેલ ભૂલ માટે માફી માગવા લાગ્યો પણ ઘુરિયલ શ્યામા એક ની બે ના થઇ. આજ ‘છેલ્લી વાત’ કહીને એની દુનિયા ઊજાડી નાંખી.

ત્યારથી અત્યાર સુધી તે ઓફીસ માં શૂન્યમનસ્ક બેસી રહ્યો હતો અને હવે દિશાહીન બની ઘર તરફ જવા નીકળી પડ્યો.

એને ગઈ કાલની જ શ્યામા એ કહેલી વાત યાદ આવી..”રુદ્રાય! તમે કહેતા હતા ને કે આ દુનિયા થી પર એક આપણી દુનિયા વસાવીએ જ્યાં આપણે બે અને કુદરત જ હોય તો એક યોગ્ય સમયે જરૂર એમ પ્રવેશ કરીશું”

ત્યાર થી તે કેટલો ખુશ હતો ને આ અચાનક જ બધા સપનાઓમાં પાણી ફરી વળ્યું.

આમ વિચારોમાં હતો કે એના ફોનની ઘંટી વાગી જુએ તો શ્યામા નો જ હતો ઉપાડી બોલ્યો;”જી બોલો”

સામેથી અવાજ આવ્યો:”મારે છેલ્લી વાર વાત કરવી છે કાર સાઈડ માં રાખો.

“ઓક” કહી તે શ્યામા ના આદેશ નું પાલન કરી સાઈડ માં ઉભો રહી કહે;”જી બોલો મૅમ”

સામેથી રડમસ અવાજ આવ્યોઃ”મારી પર ગુસ્સો,ફરિયાદ અને નારાઝગી હશે ને રુદ્ર! એને વ્યક્ત કરી દો મને ખિજાઈ લો”

એકદમ સરળ ભાવે રુદ્ર એ કહ્યું”કેમ?મને તો કોઈ ગુસ્સો કે ફરિયાદ નથી તો શા માટે કરું..હું બસ હતાશ છું કે તમારા વિનાની દુનિયા ની હું કલ્પના પણ નથી કરી શકતો. શ્યામા મારી કઇ ભૂલ ની આ સજા કરો છો?”

સામે છેડે થી ફકત ડુસકા જ સંભળાઈ રહયા

તો રુદ્ર એ કહ્યું:”પ્લીઝ શ્યામા! આમ રોવ નહી, મને જરા પણ નથી ગમતું.તમારી ખુશી જો આમા જ હોય તો એ પણ સ્વીકાર્ય છે મને,બસ તમે તમારું ધ્યાન રાખો”

શ્યામા જરા સ્વસ્થ થતા કહે;”રુદ્રાય! આજ કાંઈ પણ માંગી લો છેલ્લી વાર વાત કરીએ તો..તમે કહેશો તે આપીશ.”

રુદ્ર કહે “આજ સુધી મેં કાઈ પણ નઈ ચાહ્યું તો હવે શું માંગુ… ”

શ્યામાએ બહુ જોર કર્યુ કંઈક તો માંગવા નું જ તો કહે,” મારે તો બીજું કાંઈ જ નહીં જોઈતું પણ જો કહેતા જ હો તો..શું તમારો આ નિર્ણય બદલી ના શકો..!!?”

શ્યામાના ડૂસકાં એને શૂળ ની જેમ ખૂંચવા લાગ્યા તે ફરી બોલ્યો:”ઓક હું ટોટલી સરેન્ડર પેલા પણ હતો ને અંત સુધી રહીશ” આમ કહી તે ફાઇનલ નિર્ણય માટે મજબૂત થયો.

આ શબ્દો અસહ્ય થતા શ્યામા માંડ કરી ને તે બોલી શકી:”શા માટે મારી તકલીફો વધારો છો..!!? હું આમ દૂર પણ નહી જઇ શકું..ને આજ ના ગઈ તો ક્યારે પણ નહી જઇ શકું” કહી તે બેબસ બની રોઈ પડી.

રુદ્રએ એકદમ શાંતચિત્તે ફરી કહ્યું “તો ના જાવ ને..!! આપણી દુનિયામાં રહીશું એકબીજા ના સહવાસ અને સંગાથમાં, મારેં બસ તમારો સહકાર જોઈએ બીજું કંઈજ નહિ”

શ્યામા બસ એને સાંભાળી રહી હતી “હું તો કાલે તમેં કહ્યું ત્યારથી તે યોગ્ય સમય ની રાહ માં ખુશ ખુશાલ રહેવા લાગ્યો હતો આપણી દુનિયામાં ના સોનેરી સપના જોવા લાગ્યો હતો પણ…” કહી એક નિઃસાસો નાંખી તે સાવ ચૂપ થઈ ગયો.

અને એને ફોનના સામેના છેડે થી સંભળાયું કે;”તો જાવ આપી તમને એ દુનિયા રુદ્રાય!! જાવ તૈયારી કરી લો મારા આગમન ની..”કહી શ્યામા હાસ્યમિશ્રિત રુદન કરી રહી.

રુદ્ર તો સાનંદાશ્ચર્યમાં થનગની રહ્યો..એણે એક આંખ નો ખુણો લૂછતાં હરખમાં દિલથી બોલાઇ ગયું:”રીયલમાં હેપ્પી વેલેન્ટાઈન્સ ડે! આપણી પ્રેમ ની દુનિયામાં આપનુ ‘હાર્દિક સ્વાગત’ છે મારી કલ્પના ની મુરત શ્યામા!!”

લેખિકા: સાધના પ્રજાપતિ

Leave a Reply

error: Content is protected !!