પરિવારમાં કોઈને હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું – શું ના કરવું

મિત્રો, હૃદયરોગનો હુમલો અથવા તો હાર્ટ એટેક નું પ્રમાણ સમાજમાં આપણી આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે વધી રહ્યું છે. આવા સમયે જો દર્દીની આસપાસ રહેલા પરિવારજનો કે મિત્રોને થોડી પ્રાથમિક માહિતી હોય તો દર્દીને મદદ મળી રહે. અને આ હેતુ થી જ, અમે મેડીકલ મેન્યુઝ્લ રીફર કરીને અમુક ટીપ્સ બનાવેલ છે. તેમ છતાં આપ અમે સૂચવેલ ટીપ્સ ની પ્રિન્ટ તમારા ફેમીલી ડોક્ટર ને એક વખત બતાવી જોજો, એટલે અમે ક્યાંય ખોટા હોઈએ તો જાણ થઇ જાય.

સૌ પહેલા તો દર્દીને હાર્ટ એટેક આવ્યો છે એ ખબર કઈ રીતે પડે એ જાણીએ. નીચે આપેલા લગભગ લક્ષણો એક સાથે જણાય સૂચવે છે કે દર્દીને હાર્ટ એટેક આવ્યો હોઈ શકે.

 • કમ્ફર્ટેબલ ના લાગે એટલું વધારે પ્રેસર અને છાતીની મધ્યમાં અસહ્ય દર્દ
 • અને આ અસહ્ય દર્દ છાતીથી વધીને ખભ્ભા, દાંત, જડબા, ગાળા અને બંને હાથ માં ફેલાઈ જાય
 • સ્વાસ લેવામાં તકલીફ
 • ચક્કર આવે, ઘેન ચડે
 • આંખે અંધારા આવે, પરસેવો વળવા લાગે
 • એકદમ જ વોમીત જેવું થાય

હાર્ટ એટેક આવે ત્યારે ઘણા લોકો ઘણું ના કરવાનું કરી દેતા હોય છે, ચાલો જોઈએ આવા સમયે શું કરવું – શું ના કરવું

 • જે વ્યક્તિને હાર્ટ અટેક આવ્યો છે, તેઓએ બિલકુલ ગભરાવવું નહીં અને ગુસ્સો કરવો નહીં.
 • ઘરનાં દરેક સભ્યોએ શાંતી જાળવવી જોઈએ. ખોટો “હાવ” ઉભો કરી દર્દીની બાજુમાં ભીડ કરવી નહીં.
 • પહેલા તો એમ્બ્યુલન્સ કે 108 ને જાણ કરી દેવી.
 • જો તમને ડોકટરે Aspirin લેવાની ના નહિ પાડી હોય (એટલે કે તમને આ દવાની એલર્જી ના હોય) તો સૌ પહેલા તો Aspirin લઇ લેવી
 • જાતે કોઈપણ “ઊંટવૈદ” કરવાની કોશિશ ના કરવી.
 • દર્દીએ પહેરેલા ચુસ્ત કપડા ઢીલા કરી દેવા અથવા હળવા કપડા પહેરી લેવા.
 • આવી ઈમરજન્સીમાં અગાઉ ડોક્ટરે સુચવેલ દવા કે સ્પ્રેનો યોગ્ય જાણકારી સાથે ઉપયોગ કરી શકાય.
 • એમ્બ્યુલન્સ આવે એ પહેલા દર્દીને યોગ્ય વાહન વ્યવસ્થા કરી નજીકનાં હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવા. શકય હોય તો ડૉક્ટર સાહેબને ઘરે જ લઈ આવવા.
 • એમ્બ્યુલન્સ કે ડૉક્ટર આવે ત્યાં સુધી દર્દીને બહાર ખુલ્લી જગ્યામાં બેસાડવા જોઈએ. સુઈ જવું નહીં.● ભાડાના વાહન કરતા એમ્બ્યુલન્સ ઉત્તમ છે કારણ કે એમ્બ્યુલન્સથી રસ્તામાં તાત્કાલિક સારવાર મળી રહે.
 • અગાઉનાં લોહી-પેશાબનાં રિપોર્ટ, કાર્ડીયાક રિપોર્ટ અને હાલમાં કોઈ દવા લેતા હોય તો એ સાથે રાખવી.
 • ડૉક્ટરની મુલાકાત સમયે ચિંતા, દુઃખ, માનસિક તણાવ અથવા કયો ખોરાક લીધો વગેરે બાબતે ખુલીને વાત કરવી.
 • પૈસાની ચિંતા કર્યા વગર પહેલા હોસ્પિટલ પહોંચી જાવ. આશા છોડવી નહીં. આશા અમર છે.

“Prevention is always better than cure”

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો બીજા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.

સંકલન : ઈલ્યાસભાઈ

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!