કિન્નર – અભિશાપ નહી પરંતુ એક અનોખું વરદાન

“કિન્નરો નું ક્યાં કઈ મહત્વ છે આ દુનિયા માં.. બહુચરાજી ના ભગત કહી કહી ને લોકો પીઠ પાછળ ગાળો આપે છે, જેને માતાજી ના નામ સાથે જોડે છે એને જ જયારે પૈસા માગવા આવતા જોવે, દૂર દૂર ભાગી જાય છે.” સરિતા એ સંધ્યા ને કહ્યું।

સરિતા અને સંધ્યા “કિન્નરો ના ઉદ્ધાર” માટે ની એક સંસ્થા માં કામ કરતા હતા. સમાજસેવા કરવાના કોર્સ માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ બને બાળપણ ની સખીઓ અહીં સાથે જ કામ કરતી।

કિન્નરો તરફ એવો કઈ ખાસ ભાવ નોહ્તો કે નોહતી કોઈને સુધારવાની લાગણી, પણ અહીં કામ કરવા થી પગાર સારો મળતો હતો એટલે અહીં જોડાયા હતા. જોડાયા બાદ ધીમે ધીમે કિન્નરો ની મનોભાવના સમજ્યા બાદ સરિતા ખરેખરી તેઓના ઉદ્ધાર કાર્ય ને જીવનમંત્ર માની ચુકી હતી. ક્યારેય ક્યાંય પણ કિન્નરો નો અનાદર થતો જોવે સરિતા તે માણસ ને ખખડાવી નાખતી.

આજે સવાર થી તબિયત સારી ના હોવાના કારણે તે ઘરે રહી ને આરામ કરવાનું વિચારતી હતી. અચાનક બહાર થી કંઈક અવાજ સંભળાતા તે પલંગ પર થી ઉભી થઇ ને બહાર ગઈ. ત્યાં જઈને જોયું તો જાણે અવાચક થઇ ગઈ.

દ્રશ્ય જ કઈંક એવું હતું। જે બાપ ને તે વરસો થી પૂજનીય માનતી આવી હતી તેને કિન્નર ના પરિવેશ માં જોઈને આભી બની ગઈ. તેના મગજ માં વિચારો નું દ્વંદ્વ ચાલવા લાગ્યું જાણે ને આંખે જોયેલું હોવા છતાંય આવી વાત પર વિશ્વાસ ના કરી શકી. તેના બાપા પણ તેની સામે કશું બોલ્યા વિના ઉભા રહ્યા।

નજીક જઈને સરિતા એ ફક્ત ખુલાસો માગ્યો,

ત્યારે તેના બાપા એ કહ્યું, રોજ તો તું તારા કામ પર જતી રે એટલે તને ક્યાં થી ખબર પડે આખો દિવસ માં મારા માટે તને સમય જ નથી હોતો। આજ તું ઘરે હશે એવી મને ધારણા હોત તો આ પરિવેશ જ ધારણ ના કર્યો હોત આજે. તારી માઁ ના ગયા પછી પછી તને હોસ્ટેલ માં જ રાખી છે કે તને કઈ ખબર ના પડે. એ ગઈ ત્યારે તો બહુ નાની હતી. એટલે તને કઈ ખબર નથી ને લોકોય માને છે એને હૃદયરોગ નો હુમલો આવ્યો હતો.

“ક્યાં મોઢે કહું તને દીકરી? તારા બાપ ને તું આ સ્વરૂપ માં કદી ના સ્વીકારી શકી હોત. તારી માં એ જે દિવસે આ જાણ્યું, તે દિવસે તેણે આપઘાત કર્યો હતો. તને નોહ્તો ખોવા માંગતો હું.

ને બીજી વાત દીકરી તને તો દીકરી અમે “દત્તક” લાવેલા। અને આ રીતે ભક્તિ કરવા જાવ હું તો રોજ આ વેહ લઈને। પણ અંતે તારા બાપ ની ફરજેય પુરી તો કરવી જ પડે ને. એટલે તારી ગેરહાજરી માં જઈને આવી જાવ.”

“બાપુજી, જે દીકરી બહાર ના કિન્નરો નો ઉદ્ધાર કરતી હોય, તે ઘર ના ભગત ને કેમ અવગણી શકે? કિન્નર હોવું તે અભિશાપ નથી પરંતુ અનોખું વરદાન છે. માતાજી ની નજીક રહેવાનું સૌભાગ્ય સૌને નથી મળી શકતું તે મને કિન્નરો જોડે કામ કર્યા બાદ સમજાયું છે.

એટલે જ આજ થી હું ગર્વભેર તમને સમાજ સમક્ષ પરિચિત કરાવીશ।”

ને તે દિવસે સરિતા એ ખરા અર્થ માં પોતાનું યથાર્થ કર્મ ચરિતાર્થ કર્યું।

– આયુષી સેલાણી

 

Leave a Reply

error: Content is protected !!