ખરી સજા….. તમને અદાલતમાં લઇ જતી લાઈવ સ્ટોરી

કોર્ટની બહાર હકડેઠઠ ભીડ જામી હતી. અલગ અલગ ન્યૂઝ ચેનલના પત્રકારો નવા સમાચાર ના તડકા માટે તડકામાં શેકાતા ખડે પગે ઉભા હતા. જાહેર જનતા પણ મોટા પ્રમાણમાં હતી. બેલાશક કાળા કોટ વાળા લુચ્ચા તો ત્યાં ફરતા જ હોય ને…..!

પોલિશ વેનની સાયરન વાગી એટલે એક રિપોર્ટર એના કેમેરા મેન સાથે તૈયાર જ હતો. ગુનેગાર હોય કે ફસાયેલો માણસ હોય પત્રકારો પોતાના કામ માટે કોઈને છોડે નહિ.

” ઇવનિંગ ન્યૂઝ ચેનલ માંથી કેમેરા મેન સતીશ પંચોળી સાથે હું સિરિશ ગામી.” ટાઇ સરખી કરતો સિરિશ બોલ્યો. ” સાત વર્ષથી બળાત્કારની સજા ભોગવતા અર્જુન દોષી ને આજે ફરી કોર્ટમાં હાજર કરવા માં આવી રહ્યો છે. સૂત્રોના કહેવા મુજબ કેશની વિકટીમ અર્ચના ત્યાગીએ જ એનો કેશ રીઓપન કરવાની માંગણી કરી છે. ત્યારે હું સિરિશ ગામી તમને લાઈવ રિપોર્ટ આપી રહ્યો છું. જોઈ શકાય છે કે મુંબઇ પોલિશ અર્જુન દોષી ને વેનમાં કોર્ટ સુધી લઈ આવી છે. જાહેર જનતાની ભીડમાંથી અર્જુન દોષી ને અંદર લઈ જવામાં આવી રહયો છે. તો કેમ થયો હશે આ કેશ રી ઓપન? શુ હશે અર્ચના ત્યાગી નો દાવો? શુ અર્જુન દોષી ખરેખર દોષી હતો ? વિગતો જાણવા માટે બન્યા રહો ઇવનિંગ ન્યૂઝ સાથે.” કહી સિરિશ કેમેરા સામે થી હટી ગયો. અને કેમેરો ઝુમ થયો.

વેનમાંથી અર્જુન દોષી નીચે ઉતરીને કોર્ટના પગથિયાં ચડતો હતો. પોલિશ ની એક આખી ટિમ લોકોને હટાવવા માટે ત્યાં હતી. લાંબા વાળ, વધેલી દાઢી અને નિસ્તેજ ચહેરો બંને હાથ પીઠ પાછળ હથકડીમાં પરોવેલા, એવો અર્જુન મદમસ્ત હાથીની જેમ ડગ ભરતો હતો. પગલે પગલે એના ઉછળતા એ વાળ એના નિસ્તેજ ચહેરાને ભયાનક બનાવતા હતા.
પત્રકારોનો ધસારો બહોળો હતો. અનેક સવાલો પુછાતા હતા પણ પી.આઈ. ભાટિયા નિઃશબ્દ એ બધા પ્રશ્નોને ખાળતો અર્જુન દોષીને લઈને કોર્ટ માં પહોંચી ગયો.
અર્જુન ત્યાગી હજુય હથકડીમાં જ વીંટનેસ બોક્સમાં ઉભો હતો. કોર્ટ રુમ માં એક ગુસપુસ થતી હતી. અનેક સવાલ ધીમા અવાજે થતા હતા. અને એ સાંભળી અર્જુન દોષી હસ્તો હતો. ન્યાયાધીશ એચ.પી. રસ્તોગીએ પોતાની બેઠક લીધી એટલે વાતાવરણ શાંત થઈ ગયું.
“તો હવે શું ખેલ ખેલવાનો છે મી. રસ્તોગી ?” અર્જુને કડવું હસીને પૂછ્યું પણ મી. રસ્તોગી જાણે લાચાર હોય એમ ચુપ જ રહ્યા.
“અરે બોલોને સાહેબ મેં ફરી કોનું રેપ કર્યું છે? ઇન્ડિયામાં જેલમાં પણ બળાત્કાર થાય છે શું?” કહી અર્જુન રેડ્ડી હાથકડીવાળા હાથ હલાવતો હસ્યો. પી.આઇ. ભાટિયાએ બાજુમાં ઉભેલા હવાલદાર ની બંદૂક લઈને એને એક ઘુસો માર્યો એટલે એ હસ્તો બંધ થયો. પણ મી. રસ્તોગીએ પી.આઇ ને ઇશારો કરી રોક્યો.
ત્યાંજ સામે ના દરવાજેથી ત્રણ હવલદાર ની વચ્ચો વચ્ચ ચાલતી અર્ચના ત્યાગી કોર્ટમાં દાખલ થઈ. અર્જુનની નજર એના ઉપર પડતા જ એ બાંધેલા હાથે કૂદીને બહાર પડ્યો અને અર્ચના તરફ ધસ્યો. પેલા ત્રણેય હવાલદાર એને રોકવા વચ્ચે આવ્યા અને એને પકડી લીધો. અર્જુન કાળજાળ આંખે એને જોતો રહ્યો. એના હાથ આગળ કરી કરીને એ હવાલદારની પકડ માંથી છૂટવા મથતો હતો.
“ચુડેલ હું તને જીવતી નહિ છોડું આજે…..તું રં……….” એ ભરી કોર્ટમાં ગાળો દેતો રહ્યો આખરે મી. રસ્તોગીએ એને વિનંતી કરી એટલે એ શાંત થયો.
અર્જુનની આંખમાંથી પાણી વહેતુ હતું. અને વહેતા પાણીમાં એ ભૂતકાળમાં વહી ગયો.

અર્જુન ને તો માં બાપ બચપન માં જ ગુજરી ગયા હતા એક ભાઈ હતો મિહિર. મિહિર એના કરતાં પાંચ વર્ષ મોટો હતો. મિહિરે એને ઘણા લાડ પ્રેમ થી ઉછેર્યો હતો અર્જુન પગ ઉપર ઉભો ન થાય ત્યાં સુધી હું લગન નઈ કરું એવું એણે નક્કી કર્યું હતું એટલે બે ભાઈ એકલાજ હતા. મિહિર એની જોબ પર જતો એટલે અર્જુન સાવ એકલો પડી જતો. ખરું કહો તો એનું જીવન સાવ એકલવાયું હતું એટલે જ્યારે અર્ચના મળી ત્યારે એના દિલમાં કેટલીયે ઊર્મિઓ કેટલાય ઉમંગો જગ્યા હતા. અર્ચના પાસે થી એને જે પ્રેમ મળ્યો એ એના માટે અલગ જ હતો કેમ કે એના એકલવાયા જીવનમાં એને કોઈ સ્ત્રીનો પ્રેમ શુ હોય, કેવો હોય એ એને ખબર જ નહતી. અને જ્યારે ભાગીને મંદિરે લગન કર્યા ત્યારે તો હરખ એના ઉરમાં ક્યાંય સમતો જ ન હતો.

એ દિવસે અર્જુન અને અર્ચના ને ભાગ્યાને ત્રણ મહિના થઈ ગયા હતા. તેઓ જયપુરમાં જઈને રહેવા લાગ્યા હતા. અર્જુન એક એકાઉંટિંગ કમ્પનીમાં જોબ કરવા લાગ્યો હતો. બંને ખુશ ખુશાલ જીવન જીવતા હતા.

ત્યાં જ એક દિવસ એમને પોલીસે પકડી લીધા. પોલિશે અર્જુન ને જેલ ભેગો કર્યો હતો. જેલમાં એને મોટો ભાઈ મિહિર મળવા આવ્યો ત્યારે અર્જુને એને બધી હકીકત કહી કે અર્ચનાની સગાઈ બીજે કરવાની હતી એટલે એણીએ કીધું કે હું તારા વગર મરી જઈશ હું નઈ જીવું બીજાની બનીને હું ઝેર પી લઇશ અર્જુન….. એટલે હું એને લઈને ભાગ્યો હતો. મિહિરે એની વાત સાંભળી અને વાત સમજીને વકીલ રોક્યો હતો.
એક તરફ અર્ચના ઊંચા ખાનદાન ની હતી અને એના બાપને ખોટી ઈજ્જત ની પડી હતી. કેશવલાલે ખોટી ઈજ્જત ખાતર અર્જુન ઉપર કેશ કર્યો હતો.
જ્યારે અર્જુનને કોર્ટમાં હાજર કર્યો ત્યારે એને એમજ હતું કે આ કોર્ટ શુ કરવાની? અમે ભગવાનની સાક્ષીએ સાત ફેરા લીધા છે. તો શુ ભગવાનથીય આ કોર્ટ ઊંચી ? પણ એને ક્યાં ખબર હતી કે ભગવાન એક કલ્પના હતી જ્યારે કોર્ટ એક સચ્ચાઈ હતી. યમરાજ એક લોકવાયકા હતો પણ ખંધા જુઠ્ઠા વકીલ એક હકીકત હતી. કોર્ટમાં જ્યારે વકીલો ના દાવ પેચ શરૂ થયા ત્યારે જ એને એ બધું સમજાયું હતું. એના વકીલ પાસે મંદિર માં ફરેલા ફેરા સિવાય કોઈ પ્રુફ હતું નહીં. જ્યારે સામે ના વકીલ પાસે ઘણું બધું હતું.
“યોર ઓનર અર્જુન દોષીએ અર્ચના ત્યાગી જેવી ભોળી છોકરીને લગન ની લાલચ આપીને એને ફોસલાવીને જયપુર લઈ જઈ એના ઉપર ત્રણ મહિના અમાનુષી અત્યાચાર ગુજાર્યો. સતત ત્રણ ત્રણ મહિના સુધી અર્ચના ત્યાગી ઉપર બળાત્કાર ગુજાર્યો.” વિરોધી વકીલ એસ.પી.રાણા ના શબ્દો અર્જુનની છાતીમાં ધગધગતા સળિયા ની જેમ ઉતરી ગયા.
” મારા ક્લાયન્ટ ઉપર ખોટો આરોપ મુકવામાં આવે છે માય લોર્ડ.” એના વકીલ સિદ્ધાર્થ રોયે દલીલ કરી ” મારો ક્લાયન્ટ અર્જુન દોષી અર્ચનાની પુરી મરજીથી હિન્દૂ ધર્મ પ્રમાણે મંદિર માં સાત ફેરા લઈને એને જયપુર લઈ ગયો હતો.”

” યોર ઓનર સાત ફેરા લેવા થી ખરાબ ઈરાદા સારા નથી થઈ જતા. આરોપીએ મંદિરમાં લગ્ન વિધિ માત્ર અર્ચનાનો વિશ્વાસ જીતવા પૂરતી જ કરી હતી. એ જયપુર ગયા ત્યારે 10 દિવસ સુધી અર્જુને એને પ્રેમમાં ફોસલાવીને રાખી. પછી આરોપી અર્જુનનો ઈરાદો બહાર આવ્યો.”
“ઓબજેક્સન માય લોર્ડ હજુ મારો ક્લાયન્ટ આરોપી સાબિત નથી થયો તો હું મારા લાયક મિત્ર વકીલ ને દરખાસ્ત કરીશ કે મારા ક્લાયન્ટ ના નામ આગળ આરોપી શબ્દ ન લગાવે.”
મી. રસ્તોગીએ માથું હલાવ્યું.
” પછી આરોપી અર્જુન સોરી મી. અર્જુનને થઈ ગયું કે હવે અર્ચના ને એના ઘરવાળા સ્વીકારશે નહિ એટલે મી. અર્જુને પોતાનો અસલી ચહેરો બતાવ્યો. એના ઉપર જુલમ ગુજારવા લાગ્યો. અર્ચના મજબુર હતી એને ડર હતો કે હવે હું ઘરે જઈશ તો પણ મને સ્વીકારશે નહીં એટલે એ બધું સહન કરતી રહી. અને પછી તો બધી હદ પુરી થઈ ગઈ યોર ઓનર અર્જુને અર્ચનાને મિહિર સાથે પણ મો કાળું કરવાનું કહ્યું.”
“રાણા હરામી તું પવિત્ર સંબંધને પૈસા માટે બદનામ કરે છે હું તને જીવતો નહિ છોડું” કહી અર્જુને વીંટનેસ બોક્સ કૂદીને વકીલ રાણાને છુટ્ટા હાથે મારવા લાગ્યો. ભરી કોર્ટમાં અર્જુન નું આ ગુસ્સો જોઈને બધા એને જ ગુનેગાર સમજવા લાગ્યા. હવલદારોએ અર્જુનને મારીને અધમુઓ કરી દીધો. લોહીલુહાન હાલતમાં એને ફરી વીંટનેસ બોક્સ માં ઉભો કર્યો.
વકીલ સિદ્ધાર્થ રોય અને મિહિર બંને આ જોઈને ગભરાઈ ગયા હતા. એમને થયુ કે હવે અર્જુન ગુનેગાર જ લાગશે બધાને.
“મી. સિદ્ધાર્થ જો તમારો કલયન્ટ ફરી આવી કોઈ હરકત કરશે તો કોર્ટ એને અપમાન ના કેશમાં સજા ફટકારશે.” મી. રસ્તોગી એ કડક અવાજે કહ્યું.
“માય લોર્ડ માફી ચાહું છું. પણ મારા ક્લાયન્ટ ઉપર આવી રીતે શબ્દો ના પ્રહાર કરી ગંદા આક્ષેપ મૂકી મી. રાણા એને ઉશ્કેરે છે.”
“મી. રાણા તમે આવા આક્ષેપો કોર્ટમાં પ્રુફ વગર રજૂ ન કરી શકો.” મી. રસ્તોગીએ સૂચના આપી.

વકીલ રાણા સ્વસ્થ થઈને ફરી બોલ્યો ” યોર ઓનર બધા જ પ્રુફ છે. અર્ચના એ જ્યારે અર્જુનના ગંદા ઈરાદા સામે વિરોધ કર્યો ત્યારે બસ આવી જ રીતે અર્જુને એને પણ ઢોર માર માર્યો હતો. યોર ઓનર ભરી કોર્ટમાં આ માણસ એક વકિલ ને આમ મારી શકે તો એ કલ્પય છે કે બિચારી અર્ચનાને ચાર દીવાલોમાં એની સાથે શુ નઈ કર્યું હોય? અહી પોલિશ હતી મને બચાવવા ત્યાં કોણ હતું?” બે હાથ પહોળા કરી મી. રાણા બોલ્યો.
અર્જુને મુઠ્ઠીવાળીને પછાડી. મિહિર પણ ડઘાઈ ગયો હતો. મી. રોય ને હવે કેસ જીતવાના ચાન્સીસ દેખાતા ન હતાં. કેવી દુનિયા? કેવા ન્યાય? કેવા માણસો? અર્જુને હજુ દુનિયા જોઇજ ન હતી…..
મી. રાણાએ અર્ચનાને કોર્ટમાં હાજર કરવાની દરખાસ્ત કરી. અર્ચના ને જોઈને અર્જુન ને થયું હમણાં બધું સાચું કહી દેશે, હમણાં ભાઈ ઉપર લાગેલું ક્લન્ક ભૂંસાઈ જશે, હમણાં આ વકીલ જુઢ્ઢો પડી જશે. પણ એ એની કલ્પના હતી અને પછી જે થયુ એ જોઈને તો અર્જુનની છાતી જ ફાટી ગઈ.

” તો અર્ચના જી એ વાત સાચી છે કે તમે અર્જુનને ચાહતા હતા? અને એની સાથે લગન કરીને સુખી જીવનની કલ્પના કરતા હતા? પણ એવું થયું નહિ અર્જુનના ઈરાદા ગંદા નીકળ્યા?” મી. રાણાએ પૂછ્યું.
“જી ….” અર્ચના નીચું જોઈને જ બોલી. અર્જુનની આંખોમાં અને એના ચહેરા તરફ જોયું હોત તો કદાચ બોલી ન શકોત.
” તો તમારી સાથે ત્રણ મહિના અમાનુષી અત્યાચાર ગુજાર્યો આ માણસે જે પોતાની જાતને તમારો પતિ ગણાવે છે?”
” હા.”
” અને મિહિર સાથે મો કાળું કરવા માટે તમે જ્યારે પ્રતિકાર કર્યો ત્યારે તમને ઢોર માર માર્યો?”
“હા”
એ હા અર્જુન દોષી ના જીવન માટે કેટલી કરુણ હતી? એ સમયે એના દિલ માં જે દુઃખ થયું એને જે વેદના થઈ એ વર્ણવી શક્ય નહોતી.
” તો યોર ઓનર વીંટનેસ બોક્સ માં ખડી અર્ચના ત્યાગી, એની જબાની અને ડોક્ટરના રિપોર્ટ મુજબ અર્જુન દોષી ખરેખર દોષી પુરવાર થાય છે. અર્ચના જી ના નસીબ સારા હતા કે એમના પિતા સહી ટાઈમે એમને શોધી લીધા નહીતો આજે કદાચ આ બિચારી ભોળી યુવતી આપણી વચ્ચે હોત જ નહીં. ધેટ્સ ઓલ યોર ઓનર.”
મી. રોય પાસે હવે બોલવા જેવું કંઈ હતું જ નહીં. મિહિર લમણે હાથ દઈને બધું સાંભળી રહ્યો. અર્જુન બસ રોવામાં વ્યસ્ત હતો. એ બિચારો કરે પણ શું ?
કોર્ટે અર્જુન ને રેપ કેસ માં 7 વર્ષની સજા ફટકારી હતી.
અર્જુન એક તરફ જેલમાં હતો ત્યારે બીજી તરફ અર્ચનાના લગન લેવાયા હતા. અને ત્રીજી તરફ એક મહા પાપ થયું હતું. હડકાયા મૂર્ખ માણસો નું એક ટોળું અર્જુનના ઘરે પહોંચી ગયું હતું. અર્ચનાના બાપે બે ચાર માણસો ને પૈસા આપી એ બધું કરાયું હતું. અને એ મૂર્ખ ટોળા માં ઘેટાની જેમ બીજા લોકો જોડાઈ ગયા હતા.
” નાના ભાઈની વહુ તારા માટે દીકરી જેવી ગણાય ને અર્જુન ને સમજાવવા ને બદલે તે એના ઉપર નજર બગાડી? મારો સાલા ને ”
મિહિર બિચારો કાઈ કહે એ સાંભળવા આ મૂર્ખ પબ્લિક ઉભી રહે ખરી? આ તો ગાડરિયો પ્રવાહ હતો. એક માણસે મારવાની શરૂઆત કરી અને પછી તો માત્ર પાંચ જ મિનિટમાં જીવતો જાગતો મિહિર એક કચડાયેલી વિકૃત લાશ માં ફેરવાઈ ગયો હતો.
અર્જુનને એ પ્રેમ એટલી હદે મૂંઘો પડ્યો હતો કે જે ભાઈએ એને લાડથી મોટો કર્યો હતો એને લોકોએ કમોતે માર્યો હતો. ભાઈની ચિતા સાથે અર્જુન નું અંતર પણ ભડભડ બલ્યુ હતું. પણ કોને કહે? શુ કરે? એની પાસે રોવા, પશ્ચયતાપ અને યાદ કરવા સિવાય કાઈ હતું?

ને આજે ફરી સાત વર્ષ પછી એજ અર્ચના ત્યાગી જેને અર્જુને પ્રેમ આપ્યો પણ એનો બદલો ભાઈ ની મોત અને સાત વર્ષની સજા થી આપ્યો હતો એની સામે એજ કોર્ટમાં એજ વીંટનેસ બોક્સ માં ખડી હતી.

” યોર ઓનર અર્જુન ત્યાગી નિર્દોષ હતા. પણ મને મારાઘર વાળાએ મજબુર કરીને એ બધા બયાન આપવા ફરજ પાડી હતી.” કહીને અર્ચના ત્યાગીએ બે હાથ જોડ્યા.

“તમારે કાઈ કહેવું છે મી. દોષી?” મી. રસ્તોગી એ આડી નજરે જ પુછ્યું કદાચ પોતે અર્જુનની આંખ માં જોઈ શકે એમ નહોતા.
“ડોકટર નો રિપોર્ટ, એ દિવસનું બયાન એ બધું હવે આજે ખોટું થઈ ગયું મી. રસ્તોગી?” કહી અર્જુને હાથ પછાડ્યો, હાથકડી એના કાંડામાં ઘુસી અને દદડાટ કરતું લોહી નીકળ્યું. બધા એને જોતા રહ્યા.
“મી. દોષી આવતી કાલે તમારી સજા એમ પણ પુરી થવાની છે.” મી. રસ્તોગીએ કહ્યું
કોર્ટમાં બધા વચ્ચે ગુસપુસ થવા લાગી.
“તો પછી હવે એને બયાન આપીને છોડવાની શુ જરૂર હતી અર્ચના ત્યાગીએ” કોઈએ કહ્યું.
” એનું કલંક ધોવા માટે.” બીજો બોલ્યો.
મી. રસ્તોગીએ હથોડી પછાડી વાતાવરણ શાંત કર્યું ” તમે ચાહો તો આજે આઝાદ થઈ શકો છો પણ તમારે અર્ચના ત્યાગી સાથે લગન કરવા પડે. અને જો તમે કાલે પુરી સજા ભોગવીને છૂટો તો તમારે લગન કરવા ફરજિયાત નથી.”
બધા અર્જુન સામે તાકી રહ્યા. એક સન્નાટો કોર્ટમાં ફરી વળ્યો. અર્ચના આંખનો પલકારોય થવા દીધા વગર ધડકતા હૃદયે એની સામે તાકી રહી.
વધેલી દાઢી માંથી અર્જુન ના હોઠ ફફડ્યા અને પછી એ મી. રસ્તોગી સામે જોઇને હસ્યો ….. મી. રસ્તોગી પણ હસ્યાં અને પછી તો કોર્ટમાં બેઠેલા બીજા બધાય સમજી ગયા કે આને જ ખરી સજા કહેવાય. અર્જુન હસીને શુ કહેવા માંગતો હશે એનો ફેંસલો શુ હશે એ બધા સમજી ગયા એટલે એ પણ હસ્યા…..

લેખક – વિકી ‘ઉપેક્ષિત’

This Article is Protected with Copyright © 2017 with Author. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!