પ્રેમ, પેઇન અને પત્ર – ભુતપૂર્વ પ્રેમિકા સાથે પત્રવ્યવહાર

પ્રિય (ભુતપૂર્વ) પ્રેમિકા,

“હેય…જાનુ….શુ કરે છે તુ?” આવું કેટલી બધી વાર વ્હાટ્સએપ્પ (whatsapp) માં લખ્યું પણ મોકલવાની હિંમ્મત જ ના ચાલી. ક્યાં મોઢે હું તને મોકલું આવા બધા સંદેશાઓ. તુ મને છોડી ને ગઈ ને જાણે મારી તો દુનિયા જ બદલાઈ ગઈ. કોને કહું અને ક્યાં જઇ ને કહુ?અને કોની પાસે જવું આવું બધુ કહેવા?મને તો કંઈ જ ખબર નથી પડતી.મિત્રો, ઘરના લોકો, મારી સાથે કામ કરતાં લોકો અને અજાણ્યા લોકો બધા જ મારા દિલ નું દર્દ સાંભળી સાંભળી ને કંટાળી ગયા હોય એવું મને લાગે છે, એટલે જ છેલ્લે કોઈ ને કહેવું નહીં ને કોઈ ની સામે રડવું નહીં એ નક્કી કરી લીધું છે અને એટલા માટે જ તને આ લેટર લખું છુ.  મને કોઈ જ ખ્યાલનથી કે આ લેટર તારી પાસે આવશે કે નહીં, પણ એટલો તો વિશ્વાસ છે જ કે જે હદ થી હું એ તને લવ કર્યો છે, આજે નહીં તો 5, 10 કે 15 વર્ષે આ લેટર તારી પાસે પહોચી જ જશે.. જેવી રીતે અચાનકઅને નસીબ ના જોરેતું મારા લાઇફ માં આવી એવી જ રીતે આ લેટર પણ તારી પાસે પહોચી જશે.

કંઈ ખબર જ નથી પડતી કે ક્યાંથી આ લેટર ચાલુ કરું? તારી સાથે પસારકરેલા ક્યા ક્યા સમય ને યાદ કરું? આજે પણ મને યાદ છે મારું તારા હાથ ને પકડી ને ચાલવું. મને આશા છે કે તને યાદ હશે કે હું વધારે સ્પીડમા ગાડીચલાવી નેબ્રેક મારતો તો પાછળ થી તું હાથ મારી ને કહતી કે “ધીમે ચલાઈ ને એક્સિડેંટ થઈ જશે તો.”તને યાદ છે કે આપણે રાતે કેવા કલાકોના કલાકો એકબીજા ના હાથ પકડી ને  બેસી રહેતા અને એકબીજા ને પ્યારકરતાં.આપણે કેવાશોપિંગ મોલ ના એક ખૂણા મા બેસી ને લાઈવ કોમેડી કરી હું તને હસાવતો. ખાલીટાઇમ પાસમાટે આપણે કેવા કોઈ પણ મૂવી ના શૉમાં જઈ ને બેસી રહેતા. એક જ થાળી માંથી પાવ ભાજી ખાવી… મંદિર માં જવું… એકબીજા માટેપ્રાર્થના કરવી..એકબીજાને નવી નવી વસ્તુઓ શીખવાડવી… એકબીજા ને નવી નવી વસ્તુઓ આપવી. હવે આવું વાંચીને મહેરબાની કરીને મને “થેન્ક યૂ”ના કહેતી( હા હા હા )… અરે… તે મારી ગિટાર વાળી ગિફ્ટતો સાચવીને રાખી છે ને.. એ તો મારુ સપનું છે… એને પ્લીઝ સાચવીને રાખજે..એકબીજાને પાણીપૂરી ખવડાવતા તે મારી આંગળી ને બચકું ભર્યું એ હું કેવી રીતે ભૂલી શકું?કોલ્ડ કોકો પીતા પીતા કેવી એકબીજા ને મૂંછ થતી ન પછી એકબીજા ને હાથથી એને સાફ કરવું… એકબીજા ને અડકવા નો કોઈક ને કોઈક બહાના કાઢવા..અરે,તને પેલું યાદ હશે ને કે કેવું હું વહેલી સવાર સવારમા તને હું શાલ આપવા આવ્યો હતો. તારા ચક્કર ને ચક્કર મા મારી મમ્મી એ શાલશોધતી રહી ને પછી મારે એને નવી શાલલઈ આપવી પડી..તારો સોફ્ટ અવાજ, તારા “હગ”અને તારી પપ્પીઓ  હું કેવી રીતે ભૂલી શકું?તને ખબર નથી પણ તું મારુ માન, સ્વાભિમાન, મારું ગર્વ હતી. Childથી લઈને સાથે ઘરડા ને બોખા થવાની વાતો હતી આપણી…સપનું હતું કે આંખ બંધ થાય ત્યારે તારો હાથ અને સાથ મારી સાથે હોય…

તને જ્યારે પ્રપોજ કરી ત્યારે આંખ અને મોઢા ના હાવ-ભાવ એ જ મારી હીંમત વધારી હતી. પછી તારું બોલવું કે “ઇડિયટ, આટલું બોલવામા આટલી બધી વાર કેમ લગાડી??!!” જાણે તારે મારા મોઢે આ જ સાંભળવું હતું. એ ક્ષણહું કેવી રીતે ભૂલી શકું?

હું હંમેશા તારી સાથે હતો, પણ તું મને છોડીને આગળ જતી રહી અને હું પાછળ રહી ગયો. ખબર નહીં હવે પાછા બેઠા થવા મા કેટલો ટાઇમલાગશે!!! કહેવું પડે હો તારું પણ… મસ્ત હસતો ખીલતો છોકરા માથી મને તું એ રડતી રાધા જેવો બનાવી ગઈ…કેટકેટલું કર્યું તારા માટે પણ એક ઘડી પણ તે મારો વિચાર કર્યા વગર સટ્ટ લઈ ને સંબંધોતોડી ને ગઈ…જીવનભર સાથે રહેવાની વાત કરતાં આપણે અને જીવન ના મુશ્કિલ સમયમા જ મને મૂકીને જતી રહી.  ભૂલ માફ કરવાની બદલે તું તો ભૂલ ની સજા આપીને ગઈ. હજુ પણ મને યાદ છે કે તારી કાળજી કરજે એવું કહીને “ગુડ બાય” કિસ કહીને ફોન ને મૂકવો. તારા ગયા પછી પણ એવું તો આપણા પ્રેમ નો કેવું કે ઠંડો પવન, સવાર ની ઠંડક, બપોર નો તાપ, સાંજ ની શાંતિ, રાત ની ચાંદની, 10000 લોકો ની ભીડ વચ્ચે, એકલતામાં તારો હાથ અને સાથ બહુ જ યાદકરું છું.

ખબર નહીં કેમ થયું ને કેવી રીતે આ બધુ થઈ ગયું? આજે પણ એ દિવસો ને યાદ કરું છુ તો શરીર માં shivering થઈ જાય છે. જેટલા સારા દિવસો તે બતાડયા એના થી પણ ખરાબ દિવસો તારા લીધે મારે જોવા પડ્યા. વધારે તકલીફ તો એ વાત નો થાય કે તને મારી બધી જ situation નો ખ્યાલ હોવા છતાં તે કંઈ જ કર્યું નહીં.

લોકો એ મને  ઘણા ઘણા સલાહોઆપ્યા કે નંબર ડિલીટ કરી દે. ભૂલી જવાનું. નંબર,ફોટોસ ડિલીટકરી દે.પણ દિલ માં જે યાદોબની ગઈ છે, એને હું કેવી રીતે કાઢી નાખું? કેટલાક એ તો એવું પણ કીધું કે બીજીગર્લફ્રેંડબનાવી દે. પણ આપણી વચ્ચે એવું મજબૂત સંબંધ હતું કે મારા દિલ માં તારા સિવાય બીજા કોઈ ને મૂકી ના કરી શકું.

કેવી ગજબ ની વાત છે નહીં?!!!! જે માણસ થી મારી સવાર અને રાત થતી હતી , જે મારા માટે બધુ જ હતું… આજે એ માણસ સાથે મારો કોઈ જ સંપર્ક નથી.

હજી પણ તને યાદ કરું છું અને પ્રેમ કરીશ છેલ્લા શ્વાસ સુધી…

તારો અને માત્ર તારો જ,

તારો પ્રેમી.

લેખક: નિશાંત પંડ્યા

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!