મહેન્દ્ર સિંઘ ધોની – હેપ્પી વાલા બર્થડે ટુ યુ

મહેન્દ્ર સિઘ ધોની એક ક્રિકેટર નથી એક લીડર છે એક હીરો છે આપડી ભારતીય ક્રિકેટ ભાગ્યશાળી છે કે એને મહેન્દ્ર સિઘ ધોની જેવો પ્લેયર મળ્યો ટોટલી કમિટેડ ટીમ પ્લેયર છે , મહેન્દ્ર સિંઘ ધોની જ્યારે ટી ટવેનટી વર્લ્ડ કપ વખતે કેપ્ટન શીપ માં હતો ત્યારે ભાગ્યે જ કોઈને એની જોડે થી ચમત્કાર ની આશા હતી એમાં પણ આખી મેચ માંસૌથી વધારે રન આપેલા જોગીદર શર્મા ને જ્યારે એણે પાકિસ્તાન સામે છેલ્લી ઓવર આપી ત્યારે ઘણા ક્રિકેટ પ્રેમીઓ નાં મોઢામાંથી એના માટે અપશબ્દો નીકળ્યા હશે બધા ને લાગ્યું હશે કે આ માણસ શું કરી રહ્યો છે પણ એ મહેન્દ્ર સિઘ ધોની ની લીડરશીપ ક્વોલીટી છે કે એક ઓર્ડીનરી પ્લેયર ને એણે વિનીગ હીરો માં કન્વર્ટ કરી દીધો

– 2011 વર્લ્ડ કપ માં માછલા ધોવાશે એની બીક રાખ્યા વગર યુવરાજ કરતા આગળ બેટીગ કરવા આયો અને શ્રી-સંત ની જગ્યાએ આર.અશ્વીનને ટીમ મા લીધો. અને વર્લ્ડક્પ પણ જીત્યા.

– આ માણસ ના મોઢા પર કોઇ દીવસ ટેન્શન જોવા નથી મળતુ મહેન્દ્ર સિઘ જોડે સિનીયરો ને બનતું નથી એના આવ્યા પછી સચિન , સહેવાગ, ગાંગુલી , દ્રવિડ વગેરે બધા સીનીયર પ્લેયર નહતા બધા ને ભારતીય ક્રિકેટ નું ભવિષ્ય ધુંધળું દેખાતું હતું પણ આ માણસે આપણ ને એવી ટીમ લાવી આપી છે જે લગભગ અજય જેવી છે .

– આ અગાઉ ની ચેમ્પીયનસ ટ્રોફી માં પણ ઇશાત શર્મા ઝુડાતો હતો તોય એને ઓવર આપી ને જોખમ લીધુ અને ઇશાંત શર્મા એ રવી બોપારા અને મોર્ગન બેય ની વિકેટ ખેરવી અને ચેમ્પીયન ટ્રોફી જીતી લીધી

– એક માત્ર કેપ્ટન જેની કેપ્ટનશીપ હેઠળ આઇ.સી.સી ની ત્રણે ત્રણ ટ્રોફી કોઇ ટીમ જીતી હોય.

– મહેન્દ્ર સિઘ ધોની એ એક સારો ફિનીશર છે એક પ્રકાશ ની ગતિ કરતા પણ વધારે ઝડપથી વિકેટ કિપીગ કરતો એક સારો વિકેટકીપર છે , સાથે સાથે એનાથી પણ ડબલ ગતી થી ક્રીઝ માં પાછો આવતો એક સારો બેસ્ટમેન છે જે આપડે વેસ્ટઇન્ડીઝ સામે ની મેચમાં જોયું, એક સારો ટીમ પ્લેયર છે અને એના થી પણ ઉપર એક સારો માણસ છે કેમકે પોતે કેપ્ટન શીપ નો મોહ રાખ્યા વગર જાતે રાજીનામું આપી ને પોતાના થી યંગ ક્રિકેટર ની કેપ્ટન શીપ માં અહમ નાં ટકરાવ વગર રમવું એ એક સારા માણસ તરીકે નાં તેના વ્યક્તિત્વ ની નિશાની છે .

આ ફક્ત નસીબ નથી કે ધોની ને જ વિનીગ શોટ માં સિક્સ મારવા મળે છે અથવા તો વિનીગ રન કરવા મળે છે આ એનું હાર્ડવર્ક છે જેના કારણે નસીબે પણ એની આગળ જુકવું પડે છે

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

Leave a Reply

error: Content is protected !!