માનવતા મહાધર્મ – દિલ્હી ના રિક્ષાવાળાએ કરેલ અનુકરણીય કાર્ય

ઓમકારનાથ કાથરીયા ર૦૧ર થી એક રીક્ષા ચાલક બન્યા પછી તેમને આખો દિવસ રસ્તા પર રહેવાની મુશ્કેલી સમજાઈ. શિયાળો,ઉનાળો કે ચોમાસુ ગમે તે ૠતુ હોય તોય રિક્ષાચાલક પાસે મકાનની અંદર રહેવાનો કોઈ વિકલ્પ નથી.તેમણે ર૦૧રના ઉનાળામાં પોતાની દુર્દશા જોઈને, તેમણે શેરી વિક્રેતાઓને ટ્રાફિક સિગ્નલમાં રમકડા,પુસ્તકો અને કપડા જેવી વસ્તુઓ વહેંચવાનુ નોંધ્યુ અને તરત જ જોયુ કે તેમની પ્રતિકુળતા તેના પોતાના કરતા વધારે છે.

ત્યારથી  તેણે પોતાની રિક્ષામાં પાણીના અને નાસ્તાના પેકેટો રાખવાનું ચાલુ કર્યુ.અને ટ્રાફિક સિગ્નલમાં તે આ પેકેટો શેરી વિક્રેતાઓને આપે છે. જયારે કેટલાક લોકો તેમની વિશે પૂછપરછ કરી મદદની માગણી કરે છે.તેણે એક નાનુ દાન બોકસ પણ બનાવ્યુ છે.હવે તે જે વસ્તુઓનુ વિતરણ કરે છે તેના કેટલાક ખર્ચ ને તે આવરી લે છે.

ખોરાક અને નાસ્તાની મદદ કર્યા સિવાય ઓમકારનાથ બીમાર વ્યકિતને હોસ્પીટલ સુધી મફત સવારી આપે છે.તેમણે તેમની રિક્ષામા સંપર્ક નંબર સાથે નાની એવી નોંધ પણ રાખી છે.જેથી લોકો તેના કટોકટીના કિસ્સામાં ફોન કરે છે અને તેઓ બધાના ફોનને તરત જવાબ પણ આપે છે.

થોડા મહિનાઓ પહેલા રશ્મિ ક્રિષ્ણનએ પ્રથમ વખત ઓમકારનાથની રિક્ષામાં સવારી કરી હતી.ટ્રાફિક સિગ્નલવખતેઓમકારનાથ નીચે ઉતર્યા અને શેરી વિક્રેતાઓને  પાણીના અને નાસ્તાના પેકેટોની ઓફર કરી અને ગ્રીન લાઈટપહેલા આવી ગયા.

તે દિવસે ત્યા  ઘણા ટ્રાફિકમા હતા અને લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા ત્યારે મને તેમની સાથે વાત કરવાનો સમય મળ્યો. મે તેમને તેમની પહેલ વિશે પૂછયું અને તેમના પ્રયત્નોને હજુ પણ હુ સમજી શકયો નથી.તે આ બધી વસ્તુઓે એટલી નાની જગ્યામા ફિટ કરે છે,તે તેની બેઠક નીચે પાણીના પેકેટોનું બોકસ રાખે છે અને નાસ્તાના પેકેટો કેન્દ્રીય બાર દ્રારા લટકાવે છે

તેમની સાથે વાત કરતી વખતેરશ્મિ ક્રિષ્ણનને ખબર પડી કે તેણે કાર લોન માટે અરજી કરી છે અને ટૂંક સમયમાં દિલ્હીમા ટેકસી પણ ચલાવશે.તેમની લોન મંજૂર થઈ ગઈ અને એપ્રિલ મહિનામાં તેમની નવી કાર આવશે.તેમણે લોનની પરત ચૂકવણી માટે ચાર વર્ષ માટે રૂ.૯૦૦૦ના માસિક હપ્તા ચૂકવવાના રહેશે.

દિલ્હીમા ઉર્જા સંશોધનના ક્ષેત્રમા કામ કરતા એક વ્યાવસાયિક, રશ્મીએ પછી તેમના માટે ભીડ ભંડોળ અભિયાનની સ્થાપના કરીને તેમને પોતાનુ કામ આગળ વધારવા માટે મદદ કરવાનો નિર્ણય કર્યો.

લેખિકા: અનીતા વ્યાસ

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!