ચોમાસામાં ભેજને લીધે ઘરમાં આવતી દુર્ગંધ દુર કઈ રીતે કરશો?

વરસાદની સીઝનમાં દીવારો પર ભેજ લાગી જાય છે જેનાં કારણે ઘણીવાર ઘરમાં દુર્ગંધ ફેલાતી હોય છે. કબાટમાં રહેલા કપડા, બુટ અને રસોડામાં પણ દુર્ગંધ જેવું લાગે. દુર્ગંધની આ સમસ્યા દુર કરવા માટે કેટલાક અસરકારક ઘરેલુ ઉપાયો નીચે મુજબ છે :

1. ઘરમાં કપૂરની ટીકડી સળગાવો દુર્ગંધ ભગાવો : કપૂરની ટીકડીને રકાબી કે સ્ટીલની પ્લેટમાં રાખી સળગાવો. કપૂર સળગી જાય પછી ઘરનાં બારી-બારણાં 15-20 મિનીટ  માટે ખોલી નાખવા દુર્ગંધ દુર થઈ જશે.

2. નમક નો પ્રયોગ કરો : બારીક જાળીવાળી થેલી અથવા કપડામાં નમક ભરી તેને વ્યવસ્થિત રીતે બંધ કરી થેલીને ભેજવાળી જગ્યાએ મુકી રાખો. નમકમાં ભેજ શોષી લેવાનો ગુણ હોય છે.  2-3 દિવસે થેલીમાં રહેલ નમકને બદલતા રહો.

3. સફેદ સિરકો પણ અજમાવી જુઓ : એક કપ સફેદ સિરકોં લ્યો તેને કથરોટ કે થાળીમાં રાખી મૂકો. થોડા સમયમાં દુર્ગંધ ગાયબ થઈ જશે.

4. લીમડાનો ઉપયોગ : લીમડાનાં પાંદડાનો ધુમાડો કરવો. ધુમાડાથી દુર્ગંધ તો દુર થશે જ સાથે મચ્છર-માખી જેવાં જંતુઓ પણ દુર ભાગી જશે.

5. કપડા ભરવા માટેની બેગ, બુટ અને કમ્પ્યુટર સિસ્ટમ જેવી ચીજ-વસ્તુઓને ભેજથી બચાવવા માટે સીલિકા બેગનો ઉપયોગ પણ કરી શકાય.

6. ઘરમાં લોબાન કે ગુગળનો પ્રયોગ કરીને પણ દુર્ગંધ દુર કરી વાતાવરણને પવિત્ર કરી શકીએ.

7. કોઈ સારી કંપનીનું એર ફ્રેશનર પણ વાપરી શકીએ.

લેખક: ઇલ્યાસભાઈ

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!