મોઢામાં પાણી આવી જાય એવો “મોતીપુલાવ” બનાવતા શીખીએ

૪ વ્યક્તિ માટે
સામગ્રી :

મોતી બનાવવા માટે :

પડ માટે :
છીણેલું પનીર એક કપ
ખમણેલું ચીઝ અડધો કપ
કોર્ન ફ્લોર ૧ ચમચી
૧/૨ નાની ચમચી સફેદમરીનો પાવડર
૧ ચપટી મીઠું

સ્ટફીંગ માટે :
કાજુની પેસ્ટ અડધો કપ
બારીક સમારેલી ટૂટીફૃટી ૨ ચમચી
ખમણેલો મોળો માવો ૫૦ ગ્રામ

ચાંદીના વરખ, સજાવટ માટે.
તેલ, તળવા માટે.

રીત :
સ્ટફીંગની બધી સામગ્રી મિક્સ કરી નાની ગોળી વાળી લેવી.
પનીર, ચીઝ, મીઠું, મરી અને કોર્નફ્લોર ભેળવી હાથેથી મસળી લઈ ડો તૈયાર કરવો.
મધ્યમ સાઈઝની ગોળી વાળી અંગુઠા વડે દાબી ખાડો પાડી તેમાં સ્ટફીંગ ભરવું અને ફરીથી સરખી ગોળી વાળી મોતી જેવો શેપ આપવો.
બધાં મોતી તૈયાર થાય પછી તેને ગરમ તેલમાં ધીમી આંચ પર હલ્કા ગુલાબી તળી લેવાં. આકરાં ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું નહીંતર મોતી સોફ્ટ નહીં બને.
મોતી ગરમ હોય ત્યારે જ તેનાં પર ચાંદીનો વરખ લગાડી દેવો.
આ મોતી એક બાજુએ રાખો.

પુલાવ માટે :
સામગ્રી :
૨ કપ બાસમતિ રાઈસ
અડધો કપ રોસ્ટેડ કાજુ
૨ ચમચા દેશી ઘી
૨-૩ તેજ પત્તા
૨-૩ ઈલાયચી
૪-૫ લવિંગ
૧ ટુકડો તજ
૧ ચમચી શાહી જીરું
૩ લીલા મરચાં, બારીક સમારેલાં
૧ ઝૂડી કોથમરીનાં પાન, બારીક સમારેલાં
૨ ચમચા ફૂદિનાનાં પાન, બારીક સમારેલાં
૨ મોટી ડુંગળીની સ્લાઈસ, બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી.
૧/૨ કપ દૂધમાં કેસરનાં ૧૦-૧૨ તાંતણા ઘોળી રાખવાં.
મીઠું સ્વાદ અનુસાર.

રીત :
૨ કપ લોન્ગ ગ્રેઈન બાસમતિ રાઈસ, પાણીમાં ૩૦ મિનીટ માટે પલાળી રાખવા.

જાડા તળીયા વાળી રાઈસ હાંડી કે નોનસ્ટિક પેનમાં ૨ ચમચા દેશી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય ત્યારે તેમાં તેજ પત્તા, શાહી જીરું, તજ, લવિંગ, ઈલાયચી અને લવિંગ ઉમેરી મસાલાઓની સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાં. તેમાં બારીક સમારેલાં મરચાં અને કોથમીર-ફૂદિનાનાં પાન અને છેલ્લે થોડાં રોસ્ટડ કાજુ ઉમેરી બે મિનીટ સાંતળી લેવાં.
તેમાં ત્રણ કપ પાણી ઉમેરી દેવું. હવે પલાળીને નીતરેલાં ચોખા ભેળવી સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
અડધા ભાગનાં પનીર મોતી ઉમેરી હળવે હાથે બધી સામગ્રી મિક્સ કરી લેવી. તેનાં પર અડધાં ભાગની તળેલી ડુંગળીની સ્લાઈસ ભભરાવી દેવી અને કેસરવાળું દૂધ છાંટી દેવું. ચાહો તો ઉપરથી થોડું દેશી માખણ નાનાં નાનાં ચસ્કા મુકી ગેસની આંચ ધીમી કરી પેન ને ઢાંકણ ઢાંકી લગભગ ૧૦ મિનીટ સુધી પાકવા દેવું.
પુલાવ તૈયાર થઈ જાય ત્યારે બચેલા ભાગનાં કાજુ, ડુંગળીની સ્લાઈસ અને પનીર મોતી વડે સજાવી હલ્કા હાથે મિક્સ કરી તમારી પસંદગીના રાયતાં કે/અને રીચગ્રેવી વાળા શાક સાથે પીરસો.

– પ્રદીપ નગદીયા

Leave a Reply

error: Content is protected !!