મુંબઈના આ ઓટોવાળા જેવી ઓટો બીજે જોવા નહિ મળે – જમાવટ કામકાજ

બે દિવસ પહેલાં મુંબઇ ગયેલો ત્યારે જુહુથી વીલે પાર્લે સ્ટેશન આવવાં માટે ઓટો પકડી. રીક્સા ઓછી, આ તો રાજધાની કે શતાબ્દી ઓટો હતી. ફોટામાં જોવાથી જ ખબર પડશે કે કેટલી સુવિધા અને સ્વચ્છતા હતી અંદર. ખાસ કરીને સેફટી માટેની કેટલી દરકારી હતી.

ઓટોમાં જે બાજુથી ચડવાનું ન હોય ત્યાં ‘નો એન્ટ્રી’ લખેલું અને જે બાજુથી ચડવાનું હોય ત્યાં ‘વેલકમ’ આખી ઓટોમાં ‘નો સ્મોકીંગ’ તો ત્રણ ચાર જગ્યાએ લખેલ હતુ.

ઓટોનાં માલિક જીતુભાઉ થોડા વધારે શોખીન છે એટલે આખી ઓટોમાં ઠેકઠેકાણે લખાણનાં સ્ટીકર્સ લગાડીને ઓટો સજાવી તો હતી જ પણ ખાલી ઉપરી સૌંદર્યને બદલે આંતરિક સૌંદર્ય માટે પણ વ્યવસ્થા કરેલ હતી.

ખોટી બાજુથી કોઇ ચડે કે ઉતરે નહિ માટે સ્પેર વ્હિલ ત્યાં જ લગાવ્યું અને એ પણ ચોખ્ખુ ચણાક. હોર્ન પણ ચકચકીત. એક ડાઘ નહિ. અરે, આખી ઓટોમાં કમ સે કમ પાંચ તો નેપકીન્સ હતાં. અને નેપકીન્સની જગ્યાઓ ફોટામાં જોઇ લો. ફાયર એક્સ્ટીંગ્વીશર અને પીવાનાં પાણીની બે-બે બોટલ્સ. સીટ તો આખી પ્લાસ્ટીકથી કવર કરેલ જ હતી પણ મિટર પણ રેક્ઝીનથી કવર કરેલ હતું. લેટેસ્ટ સાઇન્ડ સિસ્ટમ પણ હાજર.

અને મરાઠી માણુસ હોય ને ગણપતી બાપ્પા ન હોય એવું બને?? બાપ્પા માટે પણ સરસ મજાનો ગોખલો બનાવીને એમાં એલ ઇ ડી લાઇટથી રંગ પૂરેલાં. કેવી મજાની ઓટો. સાથે સૌથી મોટો રંગ એટલે કે રાષ્ટ્ર-રંગ હતો. આગલાં કાચ પાસે જ ત્રીરંગો લહેરાય છે!!

હમેશા “હવે તમારા ધંધામાં ક્યાં કાંઇ ઉપાધી છે!!” કે “છે તમારે અમારા જેવી ચીંતા!!” – આવું બોલવાં કરતાં આપણાં ધંધાનું ચિંતન કરીને છીએ ત્યાંથી ઉપર જાઈએ.

આને કહેવાય કામ કર્યુ!!! તમે જ્યાં છો ત્યાં સારામાં સારું પર્ફોર્મન્સ આપીને ટોચ મેળવો. કામ સારું હોય તો લોકો વખાણ કરશે જ અને લોકોની નજર તમારાં પર પડી જ જશે. વ્યાવસાયીક પ્રતિબધ્ધતા!

લખાણ: ચેતનભાઈ જેઠવા

Leave a Reply

error: Content is protected !!