નતાશા – લંડન થી કોઇમ્બતુર, ફક્ત બાળકોના કલ્યાણ માટે

નતાશાએ કોઇમ્બતુરના અનાથ અને નિરાધાર બાળકોની ખરાબ હાલતને કારણે ધ બીગ હગ ફાઉન્ડેશન   બનાવ્યું હતું. અને આ ફાઉન્ડેશન તેણે બાળકોને આશ્રય અને વધુ સારી રીતે શિક્ષણ આપવા માટે શરુ કર્યું હતું.

મુથાયલન અને મુથુવેલના પિતા ખુબ દારુ પિતા અને અંતે તેમના પરિવારને છોડી દીધો અને તેમને કોઈ નાણાકીય સપોર્ટ પણ આપતા ન હતા. આખરે તેમની એકલી માતા તેમના બાળકોને ખવડાવવા માટે વેશ્યાવૃત્તિ તરફ વળી.જયારે ગ્રામવાસીઓને આ વાતની ખબર પડી ત્યારે તેણે અને તેણીના બાળકોને ગામમાંથી કાઢી મુક્યા.

બધા શબ્દોના પ્રહારથી ઘવાયેલા અને વિખરાયેલા હતા, તેણીની માતાએ મુથાયલન અને મુથુવેલને ઝેર આપ્યું અને પોતાની જાતનો લટકાવી ને અંત લાવ્યો. પોતે તો બચી ન શકી પરંતુ સદભાગ્યએ તેમના છોકરાઓ બચી ગયા. ત્યારે તેમને કોર્નરસ્ટોન ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોર્નરસ્ટોન ચિલ્ડ્રન હોમ તરીકે ઓળખાતા સ્થાનિક અનાથાશ્રમમાં મોકલવામાં આવ્યા હતા.

અનાથાશ્રમમાં મુથાયલન અને મુથુવેલ જેવા બીજા ઘણા બાળકો હતા. આ બાળકો તેમના માતા-પિતા ધરાવતા ન હતા અથવા તો તેમના માતા-પિતા તેમની સંભાળ રાખવામાં અસમર્થ હતા.

કોર્નરસ્ટોન ટ્રસ્ટના શ્રેષ્ઠ પ્રયાસો હોવા છતાં, નાણા અને અન્ય સ્ત્રોતોના અભાવને કારણે તેઓ બાળકોને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા માટે અસમર્થ હતા.

નતાશા માંનસીગી, લંડનમાંથી મનોવિજ્ઞાન ભણેલા છે. તેઓ લંડનમાજ જન્મેલા અને ઉછેરાયેલા છે.પરંતુ ભારત સાથે તેમને લગાવ હતો કારણ કે તેમના માતા-પિતા મૂળ ભારત્તના છે. નતાશા દર ઉનાળામાં કોઈમ્બતુરની મુલાકાત લેતી હતી.

પરંતુ ૨૦૧૧ની નતાશાની ભારતની મુલાકાત એક વેકેશન કરતા વધારે જ મહત્વની હતી. નતાશા હમેંશા વિવિધ સંસ્થાઓનો એક ભાગ રહી હતી. અને લંડનમાં સ્વયંસેવકના કાર્યમાં જોડાઈ હતી. જયારે તે CCH ની મુલાકાત માટે કોઇમ્બતુર આવ્યા ત્યારે તેણીએ ત્યાં રહેતા બાળકોની હાલત જોઇ અને તેની આંખમાં આંસુ આવી ગયા.

તેમની હાલત ગંભીર હતી. તેઓના બાથરૂમ એટલા અસ્વસ્થ હતા, રસોડા પણ ગંદા ભરેલા હતા. પથારી તૂટેલી ફૂટેલી હતી અને પાણી ૧૫ દિવસે એક જ વખત તેમને મળતું હતું. જેમનો સંગ્રહ એક કાળી ટાંકીમાં કરવામાં આવતો હતો. હું માની ન શકી કે આ બાળકો આવી ગંભીર સ્થિતિમાં પણ જીવી રહ્યા છે અને મેં તે બદલવાનું નક્કી કર્યું.

નતાશા લંડનમાં પાછા ફર્યા ત્યારે તેણે CCHને મદદ કરવાનો નિર્ણય કર્યો.તેણીએ તેના પતિ આદીલ દત્તા સાથે બીગ હગ ફાઉન્ડેશન શરૂ કરવાનું નક્કી કર્યું. જે એક UK આધારિત સંસ્થા છે જે ભારતના બાળકોની જરૂરિયાતો પૂરી પાડવા માટે ટેકો આપે છે.

નતાશાને કોઇમ્બતુરમાં એક ભાડાની મિલકત મળી.અને ત્યાં CCHમાં રહેતા તમામ બાળકોને ખસેડાયા. આ ઘર બે માળનું હતું. જેમાં પેહલા માળ પર છોકરાઓ અને ગ્રાઉન્ડ ફ્લોર પર છોકરીઓ રહે છે.

બાળકોની તૂટેલી પાથરીને આરામદાયક અને સ્વસ્થ પથારી સાથે બદલી દેવાઈ હતી. CCH ટીમએ એક બોરવેલ પણ બનાવ્યો જે બાળકોને ૨૪ કલાક પાણી પૂરું પડે છે. નવા ઘરમાં સારી લાઈટો, હવાઉજાસ અને બાળકોના અધ્ધયન માટે  ટેબલ –ખુરશી પણ છે.

બાળકોને એક સ્થાનિક શાળામાં પણ દાખલ કરવામાં આવ્યા અને તેમને ઘરે તંદુરસ્ત ખોરાક અને નવા કપડા આપવામાં આવે છે. આ બધું નતાશાના બીગ હગ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે.

નતાશાએ લંડનમાં બીગ હગ ફાઉન્ડેશન માટે ભંડોળ ઉભું કરવા માટે વિવિધ ઘટનાઓ જેવીકે ક્વીઝ, રાઈટ્સ, પર્ફોર્મન્સ,સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ વગેરે નું આયોજન કરે છે.

સ્વયંસેવકો ફાઉન્ડેશન ચલાવે છે અને ભેગા કરેલા બધા પૈસા CCHના બાળકો માટે મોકલે છે. નતાશાના હસ્તક્ષેપ દ્વારા ૩૦ બાળકોના જીવનમાં ભારે બદલાવ આવ્યો છે. તેઓ તંદુરસ્ત વાતાવરણમાં રહે છે અને સારું શિક્ષણ મેળવે છે.

નતાશા દરેક બાળકના વજનને ટ્રેક રાખે છે.ઘણા બાળકોનું વજન જયારે તે પેહલીવાર મળ્યા હતા ત્યારે ઓછુ હતું તે હવે નોર્મલ વજન ધરાવે છે.

નતાશાના પ્રયત્નો હવે ઘણા બાળકોના જીવનમાં દેખાય છે.નતાશા માટે આ બધું હાંસલ કરવું સહેલું ન હતું. તેમને ભારતમાં કઈ પદ્ધતિથી કામ થાય છે તેની પણ ખબર ન હતી. તેની આંટી દિવ્યાએ તેમને કામમાં સપોર્ટ કર્યો અને પ્રોત્સાહિત કરી .

નતાશાની મહેનતને કારણે ૩૦ બાળકોની જીન્દગી બદલાઈ ગઈ.

લેખિકા – અનીતા વ્યાસ

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!