માતા-પીવાની આવી હાલત જોઇને પણ જો સંતાન ને કઈ ફરક ના પડે ત્યારે?

ગાડૅનમા લેપટોપ લઇ ને બેઠેલા છોકરાને એક બુજુગૅ દંપતી એ કહ્યુ-

“બેટા અમને એક ફેસબુક એકાઉન્ટબનાવી દેને
।”
છોકરાએ કહ્યુ- “હાલો હમણાં જ બનાવી દવ, કયો કયા નામથી બનાવુ?”
બુજુગૅ એ કહ્યુ- “છોકરીના નામમાથી કોઈ સારૂ નામ રાખી લે
।”
છોકરાએ આશ્ચર્ય થી પુછયુ- “ફેક એકાઉન્ટ કેમ ??”

બુજુગૅ એ કહ્યુ- “બેટા પેહલા બનાવી દે પછી કવ ??”

મોટાનુ માન સન્માન કરતા એ છોકરાએ એકાઉન્ટ બનાવી દીઘુ।

પછી એણે પુછયુ-અંકલ પ્રોફાઈલ પીકચર કયુ રાખુ?

તો બુજુગૅ એ કહ્યુ- “કોઈપણ હીરોઈન જે આજકાલ ના છોકરાને સારી લાગતી હોય।”

છોકરાએ ગુગલ પર ફોટો સચૅ કરીને રાખી દીઘો અને એકાઉન્ટ ઓપન થઇ ગયુ।

પછી બુજુગૅ એ કહ્યુ- “બેટા થોડા સારા માણસોને એડ કરી દે।”

પછી બુજુગૅ એ કહ્યુ મારા છોકરાનુ નામ સચૅ કરીને એને રીકવેસ્ટ સેન્ડ કરી દે। .

હવે બઘુ કામ કરી દીઘા પછી છોકરાએ કહ્યુ અંકલજી હવે તો કહો તમે ફેક એકાઉન્ટ કેમ બનાવ્યુ?”

બુજુગૅ દંપતીની આખોમા આસુ આવી ગયા।
એણે કહ્યુ અમારે એક જ છોકરો છે લગ્ન પછી એ અમારા થી અલગ રેહવા ચાલ્યો ગયો વરસો થઈ ગયા એ અમારી પાસે નથી આવ્યો.

શરૂઆતમાં અમે એની પાસે જતા હતા તો એ નારાજ થઈ જતો હયો અને કેહતો કે મારી પત્ની ને તમે પસંદ નથી તમે તમારા ઘરમાં રહો આયા અમને ચૈનથી રેહવા દયો.

અપમાન સહન ના થયુ એટલે દીકરાને ત્યા જવાનુ છોડી દીઘુ.

એક પૌત્ર છે અને એક પૌત્રી છે એને જોવાનુ બહુ મન થાય છે।

કોઈકે કહ્યુ કે ફેસબૂક પર લોકો એના ફેમીલી ના ફોટા અપલોડ કરે છે,તો વીચારયુ ફેસબૂક મા જ મારા દીકરા સાથે જોડાઈ ને એના ફેમીલી વીશે જાણી લઇ શુ

અને અમારા પૌત્ર અને પૌત્રી ને પણ જોઈ લઈ શુ મનને શાતી મળશે।

હવે જો અમારા નામથી એકાઉન્ટ બનાવીએ તો એ અમને એડ ના કરે એટલા માટે અમે આ ફેક એકાઉન્ટ બનાવ્યુ।”

બૂજુગૅ દંપતીની આખોમા આસુ જોઈને છોકરાનુ દીલ ભરાઈ આવ્યુ

વીચારવા લાગ્યો કે મા બાપનુ દીલ કેટલુ મોટુ હોય છે જે ઓલાદના કૃતઘ્ન થયા બાદ પણ એને પ્રેમ કરે છે અને ઓલાદ બહૂ જલ્દી મા બાપના પ્રેમ અને ત્યાગને ભુલી જાય છે

સોર્સ – ગુજરાતી વાર્તાઓ નો ખજાનો એટલે “વાર્તા રે વાર્તા” એપ્લીકેશન. ફ્રી માં ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

 

Leave a Reply

error: Content is protected !!