દેશના વડાપ્રધાન જ પોતાના પુત્રને દેશની રક્ષા માટે બોર્ડર પર મોકલે એ દેશને કોઈ હાથ પણ શું અડાડે ?

“સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ.”

જે દેશની જમીનમાં દુનિયાનાં સૌથી ખુબસુરત ફૂલો ઉગે છે એ જ ધરતીમાં વિરલા અને ફૌલાદી યોદ્ધા પણ જન્મ લે છે.

એ ધરતી છે ઈઝરાયેલની, એ ધરતી છે યોદ્ધાઓની, એ ધરતી છે બહાદુર નૌજવાનોની. જયાં દરેક ઘરમાં બાળક નહીં પણ એક સોલ્જર જન્મ લે છે.  “ફક્ત બોર્ડર પર રહીને જ દેશ-સેવા થાય એમ નહીં દેશની રક્ષા કાજે બલિદાન માટે હંમેશા તત્પર”

ઈઝરાયલનાં વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂનાં યુવાન દિકરા “અવનેર” એ (Avner) સોમવારે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સમાં (IDF) મિલિટ્રી સર્વિસ જોઈન કરી હતી. આ સમયે પુત્રને અલવિદા કહેવા માટે તેનાં માતા-પિતા હાજર રહ્યાં હતાં.

આ પહેલાં અનવેરનો મોટો ભાઈ યૈર પણ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સમાં મિલિટ્રી સર્વિસ પૂર્ણ કરી ચૂકેલ છે.

અવનેરની વિદાય વખતે તેનાં માતા-પિતાએ કહેલા શબ્દો આ રીતે હતાં :  “ઈઝરાયેલમાં દરેક સામાન્ય માતા-પિતા જે રીતે પોતાના દિકરાને ગુડ બાય કહીને દેશની સેવા માટે મોકલે છે અમે એવી જ રીતે અમારાં દિકરાને મોકલ્યો. અમે ખુબ જ ગૌરવ અનુભવ્યુ અને સાથે થોડા ચિંતિત પણ હતાં. અમે પુત્રને સલાહ આપી છે કે આપણાં દેશનું અને તારું ધ્યાન રાખજે.”

આ પ્રસંગે ઉપસ્થિત અન્ય યુવાન સૈનિકો અને પરિવારને વડાપ્રધાન નેતાન્યાહૂએ શુભેચ્છાઓ પાઠવી હતી.

ઈઝરાયલમાં દર વર્ષે થતી બાઈબલ ક્વિઝ કોમ્પિટિશનમાં પણ અનવેર ખુબ જ ઉમદા પ્રદર્શન કરતો હતો. વર્ષ 2010 માં થયેલ બાઈબલ ક્વિઝ કોમ્પિટિશનમાં ત્રીજો ક્રમાંક હાંસિલ કર્યો હતો. અનવેર દ્રારા મિલિટ્રી સર્વિસ જોઈન કરવાનો આ નિર્ણય ખુબ જ પ્રેરણાદાયક છે.

માતા શ્રીમતી સારા નેતાન્યાહૂએ છેલ્લે દિકરાને ભેટી જઈને ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે “તમે બધા ઘરે સહી-સલામત પાછા આવો.” ત્યારબાદ બધાં નૌજવાનો બસમાં બેસીને માતૃભૂમિની રક્ષા માટે નીકળી પડ્યા હતાં.

સંકલન : ઈલ્યાસભાઈ

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!