લંચ સાથે રજવાડી રાયતુ – જમણવારમાં ચાર ચાંદ લગાવી દેશે

પ્રદીપભાઈ કહે છે કે કોઈ પણ જમણવાર સાથે એમને સજેસ્ટ કરેલ રીત થી બનાવેલ આ રજવાડી રાયતુ, જમણવારમાં ચાર ચાંદ લગાવી દેશે.

સામગ્રી :-

  • ૧/૨ કપ બારીક સમારેલું પાઈનેપલ

  • ૧/૨ કપ બારીક સમારેલું સફરજન
  • ૧/૨ કપ બારીક સમારેલું કેળું
  • ૧/૨ કપ દાડમનાં દાણા
  • ૩૦૦ ગ્રામ ઘાટું દહીં
  • ૧ નાની ચમચી શેકેલું જીરું
  • ૧ નાની ચમચી રાઈ, વાટી ને પેસ્ટ બનાવવી
  • મીઠું, સ્વાદાનુસાર

 

રીત :
સૌપ્રથમ દહીંને વહીસ્કરની મદદથી બરાબર વલોવી લો.

તેમાં શેકીને વાટેલું જીરું, રાઈ ની પેસ્ટ તથા સ્વાદાનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું.

ત્યાર બાદ તેમાં બધા જ ફ્રૂટસ અને અડધા ભાગનાં સૂકામેવા નાખીને બરાબર મિક્ષ કરીને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકો.

દાડમનાં થોડાં દાણા, થોડાં સૂકામેવા તેમ જ સફરજનની ત્રણ પાતળી સ્લાઈસ સજાવટ માટે બચાવીને રાખવી.

આ રાયતું સૂકા મેવા, દાડમનાં દાણા અને એપલની સ્લાઈસથી સજાવટ કરી પીરસવું.

– પ્રદીપભાઈ નગદિયા (રાજકોટ)

Leave a Reply

error: Content is protected !!