અમદાવાદમાં શ્રમિક અન્નપુર્ણા યોજના થી ગરીબોના પેટ ભરાય છે – સરકારનું પ્રસંસનીય કાર્ય

શ્રમિકો માટે માત્ર રૂ.૧૦માં બપોરનું ભોજન આપવાની અન્નપૂર્ણા ભોજન યોજનાને સરકાર ૧લી મે ગુજરાત સ્થાપના દિવસ અને વિશ્વ મજૂર દિનથી રાજ્યભરમાં આરંભ કરવા આગળ વધી છે. તેની પૂર્વ તૈયારી માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં વિજય રૂપાણીએ આ યોજના સફળ રહે તો માત્ર શ્રમિકો જ નહી, પરંતુ  સૌને ૧૦ રૂપિયામાં ગરમાગરમ ભોજન આપવા વહિવટીતંત્રને લીલીઝંડી આપી છે.

શ્રમ અને રોજગાર મંત્રી દિલિપ ઠાકોરના કહેવા મુજબ અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વડોદરા, સુરત, જામનગર અને રાજકોટ જેવા શહેરોમાં ૬૮થી વધુ કડિયાનાકાઓ ઉપર ૧લી મેના રોજ શ્રમિક અન્નપુર્ણા યોજના લોન્ચ કરવાની તૈયારીઓ આખરી તબક્કે છે. જેમાં સરકાર સાધનો આપશે, જ્યારે સંસ્થાઓ અન્ન અને શાકભાજી સહિતના મસાલા સાથે ભોજન તૈયાર કરીને કડિયાનાકાઓ, શ્રમિકોનુ બજાર જ્યાં ભરાય ત્યાં પહોંચાડશે. રૂ.૨૮થી ૩૨માં તૈયાર થનારૂ ભોજન શ્રમિકોને રૂ.૧૦માં મળશે. બાકીનો ખર્ચ સરકાર ઉપાડી લેશે. આ યોજનાની શરૂઆતે જ યુ-વિન કાર્ડ અથવા ઓળખના પુરાવા ધરાવતા ૫૦,૦૦૦ શ્રમિકોને આવરી લેવાશે.

તાજેતરની માહિતી મુજબ અમદાવાદમાં 43 જગ્યાએ સવારે 7 થી 11 માં ક્ષમીકો માટે ફક્ત રૂપિયા 10 માં 5/7 રોટલી, દાળ- ભાત, શાક/ચટણી, ( દર સોમવારે સ્વીટ ) આપવામાં આવે છે.

અમારી પાસેની માહિતી મુજબ નીચેના સ્થળો અને એ ઉપરાંત બીજા ઘણા સ્થળોએ ઉપલબ્ધ છે
– જવાહર ચોક ચાર રસ્તા (મણીનગર)
– રાઈપુર (સીટી પ્લસ પાસે)
– રાજેન્દ્ર પાર્ક (ઓઢવ)
– વેજલપુર બુટ ભવાની AMTS
– ચાંદખેડા ગુજરાત હાઉસિંગ
– ઠક્કર નગર ક્રોસ રોડ
– CTM
– નારોલ ચાર રસ્તા
– ઈશનપુર બસ સ્ટોપ
– ખોડીયાર નગર ક્રોસ રોડ – બહેરામપુર
– શક્તિ સ્કુલ પાસે – ચાંદલોડિયા બ્રીજ

જરૂરિયાતમંદ સુધી માહિતી આપવા વિનંતી

Leave a Reply

error: Content is protected !!