વરસાદની સીઝનમાં નાહવાની મજ્જાની સાથે ત્વચાની સાર-સંભાળ પણ એટલી જ જરૂરી

ચોમાસાના વાતાવરણમાં સૌથી વધુ સ્કિન પ્રોબ્લેમ થાય છે. આ સીઝનમાં વાતાવરણમાં ભેજ વધારે હોય છે અને તેથી ત્વચાના ઘણાબધા રોગ થાય છે. બેક્ટેરિયા અને ફંગલ ઈન્ફેક્શન એ વરસાદી વાતાવરણમાં સામાન્ય બાબત છે. ગંદા પાણીનાં સંપર્કથી પગની આંગળીઓમાં ઈન્ફેક્શન, એલર્જી અને ખુજલી જેવી સમસ્યાઓ થઈ શકે.

વરસાદમાં અલગ અલગ પ્રકારની ત્વચા માટે તકેદારીનાં સર્વોત્તમ ઉપાય

 1. શુષ્ક ત્વચા માટે :
 • શુષ્ક ત્વચાવાળી વ્યક્તિએ વરસાદની ઋતુમાં વધારે પાણી પીવું જોઈએ. જેનાં કારણે શરીરમાં તરલતા જળવાઈ રહે.
 • તાજુ દહીં, મધ અને જોજોબા ઓઈલનું મિશ્રણ ચહેરા પર લગાવી 10 મિનીટ પછી ધોઈ લેવું. વરસાદમાં શુષ્ક ત્વચા માટે આ એક ખુબ જ સરકારક ઉપાય છે.
 • બદામ અને મધની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવ્યા બાદ 5 મીનીટ પછી ગરમ પાણીથી ધોવું.
 1. તૈલી ત્વચા માટે :
 • ગરમ પાણીથી ચહેરો ધોતા રહેવું જોઈએ.
 • બેસન, દૂધ, મધ અને લીંબુથી બનાવેલ ફેસ પેક થી તૈલી ત્વચામાં ખુબ જ ફાયદો થાય છે અને ચહેરો ચમકવા લાગશે.
 • કોઈ સારા તેલમાં ગુલાબ જળ મેળવી ચહેરા પર લગાવવાથી ત્વચા તેલ રહિત અને સ્વસ્થ બને છે.
 • તૈલી ત્વચાથી રાહત મેળવવા માટે પ્રાકૃતિક ઉત્પાદનો વાપરવા જોઈએ.
 1. સંયુક્ત ત્વચા માટે (શુષ્ક + તૈલી) :
 • સંયુક્ત પ્રકારની સ્કીન ચોમાસામાં વધું સંભાળ માગી લે છે.
 • શુષ્ક ત્વચાનાં ભાગે નિયમિત મોઇસ્ચરાઇઝ કરવું.
 • તૈલી ત્વચાનાં ભાગે કુદરતી ઉબટન લગાવવું જોઈએ.
 • વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ.

ત્વચાની સુરક્ષા માટે અમુક ઘરેલુ ઉપાયો :

ખીલ દુર કરવા માટે : મુલ્તાની માટી, લવિંગનું તેલ, ચંદનનો પાવડર અને લીમડાનાં પાંદડા ની પેસ્ટ તૈયાર કરી ખીલ ઉપર નિયમિત લગાડવાથી ફાયદો થાય છે.

કાળા ડાઘ દુર કરવા માટે : ચણાના લોટમાં દહીં, લીંબુનો રસ, ચપટી હળદર ઉમેરી અને પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો. ત્યારબાદ હળવા હાથે મસાજ કરતાં-કરતાં પાણી વડે ધોઈ લો.

એલોવેરા જેલ નો ઉપયોગ : ચોમાસામાં ત્વચાને જીવાણુ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખવા માટે સ્નાન કર્યા બાદ એલોવેરા જેલ શરીર પર લગાવવું જોઈએ. ત્વચાના દાગ-ધબ્બા માટે એલોવેરા એક ઔષધી સમાન કાર્ય કરે છે. કુદરતી એલોવેરા જેલ ખીલનાં દાગને પણ દુર કરે છે.

ટમેટાનો ઉપયોગ : ટમેટામાં ભરપુર માત્રામાં મિનરલ્સ અને વિટામિન હોય છે. જે તમારી ત્વચાની ઘણી બીમારીઓનો ઈલાજ કરે છે. ટમેટામાં સૌથી વધારે વિટામિન-એ હોય છે. તેને કાપીને આંખો પર લગાવવામાં આવે તો કરચલી અને બ્લેક સર્કલ ઓછા થાય છે. ટમેટાને કાપીને લગાવવાથી ઠંડક મળે છે અને સ્કિન સ્મૂથ રહે છે. ટમેટાને હાથમા સારી રીતે મસળી ચહેરા પર લેપની જેમ 15-20 મિનિટ લગાવી રાખો ત્યારબાદ તેને હુંફાળા પાણીથી ધોઈ લો. તે તમારી ત્વચાને સારી રીતે સાફ કરશે અને ચહેરો ચમકી ઉઠશે.

સંકલન – ઈલ્યાસભાઈ

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!