સન્ની એટલે કે સુનીલ ગાવસ્કર ના જન્મદિવસ પર એમના વિષે

આજનો દિવસ :-

સુનીલ ગાવસ્કર

સુનીલ ગવાસ્કર ભારત દેશના મહારાષ્ટ્રીયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ શરુઆતના ક્રમના બેટધર તરીકે રમતા હતા. તેમણે મહાન બેટધર તરીકે વિશ્વમાં નામના મેળવી હતી. તેમણે એમના સમયમાં ટેસ્ટક્ષેત્રે સૌથી વધુ શતકો ફટકારવાનું કિર્તીમાન મેળવ્યું હતું. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટિંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

તેઓ વિશ્વકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા.

થોડુ વધારે અગત્યનુ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સફળ સુકાની સુનીલ ગાવસ્કરનો જન્મ તા. ૧૦/૭/૧૯૪૯ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં પ્રાપ્ત કર્યું. બચપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. ક્રિકેટ રમવાની શરૂઆત શાળાજીવન દરમ્યાન શરૂ કરી હતી. કોલેજ અભ્યાસ દરમ્યાન પોતાના સંગીન રમતને કારણે રણજી ટ્રોફીમાં સ્થાન મેળવ્યું. મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ,ની ડીગ્રી મેળવી હતી. નિર્લાન સિન્થેટીક એન્ડ કેમિકલ કંપનીમાં નોકરી કરી. સુનીલ ગાવસ્કરની ટેસ્ટ કારકીર્દીની શરૂઆત ઈ.સ.૧૯૭૦-૭૧માં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસથી થઇ હતી. પોતાની પ્રથમ ટેસ્ટ મેચ શ્રેણીમાં કુલ આઠ દાવમાં બે વખત અણનમ રહી તેમણે ચાર સદી સાથે કુલ ૭૭૪ રણ કરી વિક્રમ નોંધાવ્યો હતો. તેઓ ઓપનીગ બેટ્સમેન તરીકે રમતા હતા. ઈ.સ. ૧૯૮૬-૮૭ માં તેમણે નિવૃત્તિ સ્વીકારી. આ સમયગાળા દરમ્યાન પ્રથમ કક્ષાની ૧૨૫ ટેસ્ટ મેચો રમી કુલ ૩૪ સદી સાથે ચાર બેવડી સદી બનાવી કુલ ૧૦૧૨૨ રનનો જંગી જુમલો નોંધાવ્યો હતો.

દિલ્હીની લેડી શ્રીરામ કોલેજની વિદ્યાર્થિની માર્શિનેલ દિલ્હીમાં ટીમ ઇન્ડિયાની મેચ જોવા ગઇ હતી.ત્યાં ગાવસ્કર માર્શિનેલને જોતા જ તેની પર ફિદા થઇ ગયા તા. તેમને તે યુવતી વિશે તુરંત માહિતી મેળવી હતી. માર્શિનેલનો પરિવાર કાનપુરમાં રહેતો હતો.


જ્યારે ગાવસ્કર કાનપુર ટેસ્ટ મેચ રમવા પહોચ્યા ત્યારે તેમને પોતાના પ્રેમને મળવા માટે સેટિંગ કરી લીધુ હતું. 23 સપ્ટેમ્બર 1974માં સુનીલે માર્શિનેલને પોતાની ધર્મ પત્ની બનાવી હતી.

સુનીલ ગાવસ્કર ભારતીય ટીમના સુકાની તરીકે કુલ ૪૭ મેચોનું નેતૃત્વ કર્યું જેમાં નવ મેચોમાં જીત,આઠમાં પરાજય અને ત્રીસ મેચો ડ્રો કરી હતી. ભારતીય ટીમમાં ઓપનીંગ બેટ્સમેન તરીકે વિશ્વના અગ્રણી પ્રારંભિક બેટ્સમેનમાં ગૌરવભર્યું સ્થાન મેળવ્યું હતું. સુનીલ ગાવસ્કરને ઈ.સ. ૧૯૭૭માં અર્જુન એવોર્ડ અને ઈ.સ. ૧૯૭૯માં પદ્મ ભૂષણ’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે. અત્યારે તેઓ ક્રિકેટ કોમેન્ટરી ઉપરાંત વિશેષજ્ઞ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. જેમાં ‘ સની ડેઝ’, ‘ આઇડોલ્સ ‘ , ‘ વન ડે વન્ડર્સ ‘ જેવા ઉત્તમ પુસ્તકો આપ્યા છે. ઈ.સ.૧૯૮૦માં વિઝડનના વિશ્વ શ્રેષ્ઠ ગણાતા પાંચ ખેલાડીઓમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વિશેષ :-

1949માં ગાવસ્કરનો જન્મ થયો ત્યારે માધવ મંત્રી નવજાત શિશુને જોવા ગયા હતા. બીજે દિવસે તેઓ ફરીથી હોસ્પિટલમાં ગયા ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે બાળક બદલાઈ ગયું હતું. તેમણે પહેલે દિવસે નોંધ્યું હતું કે સુનિલ ગાવસ્કરના કાન પાસે નાનકડો તલ હતો પરંતુ બીજે દિવસે એ તલ ગાયબ હતો. તેમણે સત્તાવાળાઓને આ અંગે જાણ કરી ત્યારે ખબર પડી કે આયાએ ભૂલથી બાળક બદલી નાખ્યું હતું અને અસલી સુનીલ ગાવસ્કર એક માછીમારને ત્યાં પહોંચી ગયો હતો. ત્યાંથી તાબડતોબ બાળકને પરત લાવી દેવાયું.

સુનીલ ગાવસ્કર ઘણી વખત મજાકમાં કહે છે કે એ દિવસે મામા માધવ મંત્રીએ સમયસૂચકતા દાખવી ન હોત તો આજે હું ક્રિકેટર નહીં પણ માછીમાર હોત.

– માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

–  લેખન, સંકલન અને Post :-
— Vasim Landa
The-Dust Of-Heaven

Leave a Reply

error: Content is protected !!