વાત ઇઝરાયેલની – થોડી રસપ્રદ અને જાણવા જેવી વાતો

માત્ર 22 હજાર સ્કવેર કિમી. એરિયા અને 87 લાખ લોકો ની વસ્તી ધરાવતો દેશ ની ગણના વિકસિત દેશ માં થાય છે. ભારત ની આઝાદી પછી આ દેશ આઝાદ થયો, પણ

ઇઝરાયેલવિશેની કેટલીક અજાણી વાતો કે જે વાંચીને તમને પણ સુખદ આંચકો લાગશે. :

 1. ઇઝરાયેલ એટલો નાનો દેશ છે કે તમે એની પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ 9 કલાક માં અંતર દોડીને કાપી શકો. એ અંતર માત્ર 114 કિમી છે.
 2. ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થાનું નામ “મોસાદ” છે, જેના મિશન પર ઘણી બધી બૂક લખાઈ ગઈ છે.
 3. રણ વિસ્તાર માં ટપક સિંચાઇ પધ્ધતિ થી ખેતી કરીને વિકાસ કર્યો એ ભારત જેવા દેશ માટે શીખવા જેવી વસ્તુ છે.
 4. પાકિસ્તાની પાસપોર્ટ ઈઝરાયેલ માં માન્ય નથી. પાકિસ્તાની પાસપોર્ટ માં એવું લખેલું છે કે “આ પાસપોર્ટ દુનિયા માં ઈઝરાયેલ સિવાય બધા જ દેશ માં માન્ય ગણાશે.”
 5. ઇઝરાયેલમાં દરેક વ્યક્તિ ની મિલીટરી ટ્રેનિગ ફરજિયાત છે, જેમાં છોકરીઓને 2 વર્ષ અને છોકરાઓને 3 વર્ષ ની અપાય છે.
 6. દુનિયા માં માથાદીઠ સૌથી વધારે સંગ્રહાલય ઇઝરાયેલમાં છે.
 7. માઇક્રોસોફ્ટ અને સિસકો જેવી કંપનીઓએ પોતાના રિસર્ચ સેંટર અમેરિકા ની બહાર એકમાત્ર ઇઝરાયેલમાં જ ખોલ્યું છે.
 8. તમે ફોન ના ઉપાડો તો તમારો કોલ સીધો જ “વોઇસ મેઈલ” માં જતો રહે છે. આ “વોઇસ મેઈલ” ની શોધ ઈઝરાયેલમાં થઈ હતી.
 9. દુનિયા ની ચોથી તાકતવાર એરફોર્સમાં અમેરિકા, રશિયા અને ચીન પછી ઇઝરાયેલનો  નંબર આવે છે.
 10. કમ્પ્યુટર ના એન્ટિ-વાઇરસ સોફ્ટવેર ની શોધ ઈઝરાયેલમાં થઈ હતી.
 11. ઇઝરાયેલની મુખ્ય ભાષા હિબ્રૂ અને અરબી છે.
 12. ઇઝરાયેલ માં જેટલી બૂક પબ્લિશ થાય એ બધી ની એક કોપી તો ઇઝરાયેલના “ધ જ્યુઇસ નેશનલ એન્ડ યુનિવર્સિટિ” લાઈબ્રેરીને તો મળે જ છે.
 13. ઇઝરાયેલમાં ભણતા વિધ્યાર્થીઓ સૌથી વધારે વિજ્ઞાન અને ટેક્નોલોજી ને સંબધી પેપર રજૂ કરે છે. જે દુનિયા માં વ્યક્તિદીઠ ની તુલનામાં સૌથી વધારે છે.
 14. પોતાના શરીર અને ઉંમર પ્રમાણે ઓછું વજન ધરાવતી “અંડર વેઇટ (ઓછું વજન)” ધરાવતી મોડેલ પર બેન (પાબંદી) રાખવાવાળો ઈઝરાયેલ પહેલો દેશ હતો.
 15. ઈઝરાયેલ માં 10 માથી 9 ઘરોમાં સોલર પેનલ લાગયેલ છે, જેનો મોટે ભાગે પાણી ગરમ કરવા માટેનો થાય છે.
 16. “ડેડ સી” નામનો સરોવર સમુદ્ર ની સપાટી થી લગભગ 1400 ફૂટ નીચે આવેલો છે. જેનું પાણી સમુદ્ર ના પાણી ના ખારાશ કરતાં 9 ગણી વધારે છે.
 17. ઈઝરાયેલ ની ચલણી નોટ પર અંધ વ્યક્તિ પણ વાંચી શકે એ માટે “બ્રેઈલ” લિપિ હોય છે. બ્રેઈલ” લિપિ એ અંધજન વાંચી અને લખી શકે એ માટેની ખાસ ભાષા છે.
 18. ઈઝરાયેલ માં માત્ર 40 જ સ્વતંત્ર બૂકસ્ટોર છે. બાકી બધા જ બૂક સ્ટોર સરકાર ના માલિકી ના છે.
 19. ઈઝરાયેલની ગાય દુનિયામાં પ્રતિગાય ની તુલનામાં  સૌથી વધારે દૂધ આપે છે.
 20. આલ્બર્ટ આઈન્સ્ટાઈન યહૂદી હોવાને કારણે તેમણે ઈઝરાયેલ ના રાષ્ટ્રપતિ બનવાની ઓફર થઈ હતી.
 21. પોતાના વેસ્ટ વોટર નું 75% પાણી એ લોકો રીસાઇકલ કરે છે.

અમેરિકાના “સિલિકોન વેલી” પછી સૌથી વધારે સ્ટાર્ટ અપ અને હાઇ ટેક કંપનીઓના સમૂહ ઇઝરાયેલમાં આવેલું છે.

લેખક: નિશાંત પંડ્યા

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!