ચટાકેદાર – મસાલેદાર વેજ હાંડી બનાવવાની સરળ રીત

લીલી ગ્રેવીમાં મસ્ત વેજિટેબલ્સ, એટલાં જ સરસ પ્રેઝન્ટેશન સાથે.

સામગ્રી :
૧૫૦ ગ્રામ બ્રોકોલી
૧૫૦ ગ્રામ ગાજર
૧૫૦ ગ્રામ ફણસી
૧૫૦ ગ્રામ લીલા વટાણા
૧ મોટું શિમલા મિર્ચ
૧૦૦ ગ્રામ બેબી કોર્ન
૧૦૦ ગ્રામ મશરૂમ (ઓપ્શનલ)
૧૦૦ ગ્રામ પનીર
૧/૨ કપ મલાઈ ફેંટેલી
૧/૨ કપ કાજુની પેસ્ટ
૩ મોટી ડુંગળી, બારીક સમારેલી
૪ ઝૂડી પાલક, પ્યુરે કરીને
૬ મોટાં ટામેટાં, પ્યુરે કરીને
૩ ચમચી આદુ-મરચાં-લસણ ની પેસ્ટ
૮-૧૦ ફૂદીના પત્તાં, બારીક સમારેલાં
૧/૨ ચમચી હળદર
૧/૨ ચમચી ધાણાજીરું
૧ ચમચી કાશ્મીરી લાલમરચું
૩ ચમચા તેલ
મીઠું સ્વાદાનુસાર

રીત :
તૈયારી :-
બ્રોકોલીનાં ફ્લોરેટ્સ હાથેથી ચૂંટીને છુટ્ટા પાડવાં.
દરેક શાકને એક સમાન સાઈઝમાં સમારી તેને ઊકળતા પાણીમાં એક ચપટી ખાવાનો સોડા નાંખી બે મિનીટ માટે રાખી અલગ અલગ બ્લાન્ચ કરી લેવાં.
મશરૂમ વાપરતાં હોવ તો તેને બ્લાન્ચ કરવાની જરૂર નથી. માત્ર પાતળી સ્લાઈસ સમારી વાપરી શકાય.
પાલક ને પણ બ્લાન્ચ કરી તેની પ્યુરે તૈયાર કરી લેવી.
ટામેટાંને મિક્સરમાં પીસી લઈ તેની પણ પ્યુરે બનાવી લેવી.
કાજુ ને ૩૦ મિનીટ માટે પાણીમાં પલાળી લઈ મિક્સરમાં જરૂર પૂરતું જ પાણી ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરી લેવી.
આદુ, મરચાં, લસણ અને કોથમારીનાં પાનની પેસ્ટ ખરલમાં વાટી લેવી.

હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બારીક સમારેલી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
દરેક તબક્કે શાકને થોડી થોડી વારે હલ્કા હાથે ચલાવતાં રહેવું.
તેમાં ગ્રીન પેસ્ટ અને એકદમ બારીક સમારેલ ફુદીનો ઉમેરી ફરીથી બે મિનીટ સાંતળો.
તેમાં ટામેટાની પ્યુરે તેમ જ સૂકા મસાલા અને મીઠું ઉમેરી મસાલા બરાબર ચડી જાય તેટલી વાર પકાવો.
આ મિશ્રણમાં કાજુની પેસ્ટ ઉમેરી થોડું પાણી રેડી થોડીવાર ચોડવો.
તેમાં બધા મિક્સ શાક અને પનીર ઉમેરી પાંચ મિનીટ સુધી ચડવા દો.
શાકમાં પાલકની પ્યુરે ઉમેરી દેવી. એકદમ મસ્ત ગ્રીન કલર આવશે.
શાક બરાબર ચડી રહે ત્યારે તેમાં ફીણેલી મલાઈ મેળવી બરાબર ભેળવી દઈ માત્ર બે મિનીટ સુધી ચડવા દેવું.
એક હાંડીમાં શાક લઈ બારીક સમારેલી કોથમરી, આદુની પાતળી સમારેલી સળી અને થોડી મલાઈ વડે ગાર્નિશ કરી ગરમ ગરમ રોટી કે હોમસ્ટાઇલ નાન સાથે સર્વ કરવું.

પ્રદીપ નગદીયા

This Article is Protected with Copyright © 2017 with Author. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!