આ રીતે નાસ્તામાં ફટાફટ બનાવો ‘વેજીટેબલ ઉપમા’ – સરળ રીત

સામગ્રી

1 નંગ ગાજર
1 કપ વટાણા
1 નંગ ટામેટા
1 નંગ ડુંગળી
3-4 લીલા મરચા
2 કપ રવો

અડદની દાળ

મીઠું સ્વાદઅનુસાર
1/2 ટી સ્પૂન રાઈ
1/2 ટી સ્પૂન જીરું,
1/2 ટી સ્પૂન હિંગ
1/2 કપ છાશ
1/2 કપ પાણી
ઘી

બનાવવાની રીત

સૌ પ્રથમ યોગ્ય વાસાણમાં થોડું ઘી લઇને હલકી આંચે ગરમ કરો, તેમાં રાઈ ઉમેરો. ત્યારબાદ તેમાં ડુંગળીના જીણા ટુકડા સાંતળો. જેવો કાંદાનો રંગ હલકો સોનેરી થાય કે તેમાં લીલા મરચાના ટુકડાને અડદ દાળ ઉમેરો. ત્યારબાદ તેમાં ગાજર અને વટાણા નાખીને મિશ્રણને બરાબરથી હલાવોને થોડીવાર ચઢવા દો. ત્યારબાદ તેમાં શેકેલો રવો નાખવો. તેમાં પાણી અને છાશ ઉમેરો. રવાને પાણીનું પ્રમાણ 1:2 નું રાખવું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.  એક મહત્વનો મુદ્દો યાદ રાખવો કે રવા માં પાણી નાખ્યા બાદ આખા મિશ્રણને હલાવતું રહેવું. નહિતર રવામાં ગટ્ટા થઇ જાશે. બસ થોડીવારમાં રવો બધુ પાણી શોષી લેશે. તો તૈયાર છે ગરમા ગરમ ‘વેજીટેબલ ઉપમા’

Leave a Reply

error: Content is protected !!