ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરતા પહેલા જાણીએ ખરેખર ગુરુ કોને કહેવાય

“કોઈપણ વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવે સાચી રીતે બીજી કોઈ વ્યક્તિને જીવન-ઉપયોગી કંઈક શીખવે એ ગુરૂ.” એટલે અહીંયા જે લખ્યું છે એ આવા ગુરૂજી વિશે લખ્યું છે.

  • ગુરૂ એટલે વિદ્યાર્થીઓનાં મન/હ્ર્દયને વાંચી શકનાર બિલોરી કાચ.
  • ગુરૂ એટલે વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં કંઈ રીતે રસ્તો કાઢવો એ સમજાવનાર ગુગલ અને GPS સિસ્ટમ.
  • ગુરૂ એટલે એક વાક્યમાં વિદ્યાર્થીઓને જીવનમંત્ર આપનાર માણસ.
  • ગુરૂ એટલે “મોટુ” પણ જે ઈન્શાન પોતાના મન, વાણી અને કર્મમાં મોટાઈ ન બતાવે એ ગુરૂ.
  • ગુરૂ એટલે મીઠા મધનો પુડો.
  • ગુરૂ એટલે જીવંત પુસ્તકાલય.
  • એમનાં જ્ઞાનનો અને જીવન અનુભવોનો બધો જ “સાર” અને “નિચોડ” વિદ્યાર્થીઓ સુધી પહોંચાડનાર સરસ્વતીજી નો સંદેશા-વાહક એટલે ગુરૂ.

 

હાલનાં સમય-સંજોગોમાં ગુરૂ શબ્દ શિક્ષકનો સમાનાર્થી શબ્દ બની ગયો છે. એટલે આજે આપણાં શિક્ષક કે કોઈ સાચા ગુરૂજીને યાદ કરીએ અને એમનાં ઉપકારો માટે એમનો હ્ર્દય-પૂર્વક આભાર માનીએ.

– ઈલ્યાસ બેલીમ

Leave a Reply

error: Content is protected !!