સમજુ બા – બે બે દીકરા ને ભણાવ્યા ગણાવ્યા પછી પણ એકલા

કેવુ છે શારદાબા તમને?,તમારી તબિયત સારી છે?”આરતીયે હિંડોળા પર બેઠેલા શારદાબા  ને પુછ્યુ.
બેટા,તુ કયારે આવી તારા સાસરેથી આખો દિવસ કા ના દેખાણી મને?શારદાબા એ આરતીને સ્મીત કરતા જવાબ આપ્યો. 


બા,હુ કાલે રાત્રે આવી નવ વાગ્યે.તમે કેમ શો?કયા છે

ભરતભાઇ,કામયાભાભી,સંકેતભાઇ,સાક્ષીભાભી કેમ કોય ધરમા દેખાતુ નથી?”આરતી એ શારદાબા ને ઉત્સુકતા પૂર્વક પુછ્યુ.

       “અટલે ના દેખાણી એમ ને,હવે તુ ત્યા  દિવાલ વાહે ઉભી ઉભી વાત ના કર,મારી સાથે બેસવા આવ.”શારદાબા એ અમૃત  જેવા  આવકારા સાથે આરતીને  તેની સાથે બેસવા બોલાવી.

      “હા,હુ આવુ છુ.”આરતી એ ઉત્તમ સ્મીત સાથે શારદાબાના  આવકારાને અપનાવી તેમની સાથે બેસવા જાય  છે.

      “બેટા,ભરત તો તેની ધરવાળીને લઇને મુબંઇ ધંધો કરવા જતો રહ્યો છે.સંકેત અને સાક્ષીવહુ પણ નોકરી કરવા અમદાવાદ  જતા રહ્યા છે. “શારદાબા એ  આરતીને,ધગધગતી વેદના સાથે જવાબ આપ્યો.

     “તો બા તમે તો એકલા પડી ગયા,એકલા ધરની સફાઇ કરવી,એકલા જમવાનુ બનાવું,કપડા ધોવા,વાસણ સાફ કરવા,આ બધુ કામ  કરતા તમે થાકીને લોથપોથ થઈ જતા હશો.”આરતી એ ચિંતા વ્યકત કરતા શારદાબા ને કહ્યુ.

      “હા બેટા,થાક તો લાગે પણ,મારા ધરમા હુ એકલી છુ,એટલે મારે જ બધુ કામ કરવુ પડે,કેમ કે મારી સિવાય બીજું કોઈ નથી આ  ધરમા.બોવ થાક લાગે તો થોડીવાર આરામ કરી લવ અને ફરી પાછી ધીમે ધીમે કામે લાગી જાવ,એમ કામ પુરુ કરી નાખુ સાંજ પડે તે પહેલા”શારદાબા એ સહજતાથી આરતીને જવાબ આપ્યો. 


બા,તમારે આખો દિવસ કામ કરવાની શી જરૂર,થોડુ કામ દિવસે અને થોડુ કામ રાત્રે કરતા હોવતો,આખો દિવસ એકલા એકલા કામ કરી કંટાળી જવાય”આરતી એ શારદાબા ને ભલી ભલામણ કરતા કહ્યુ.

         “બેટા,હુ બે વષઁ પહેલા તુ જેવુ કહે છે તેમ ધરના કામ કરતી,પણ હવે મને રાત્રે દેખાતુ નથી,મારી આંખોનો ઉજાસ હવે ધટી ગયો છે. એટલે ના છુટકે મારે સાંજ પડે તે પહેલા બધુ કામ પતાવી દેવુ પડે છે”શારદાબા એ તેની વેદના નુ વણઁન કરતા આરતીને કહ્યુ.

         “તો બા,તમે ડોક્ટર ને બતાવી તમારી આંખો? “આરતી એ શારદાબાને  સંવેદનશીલ સવાલ કર્યો.

          “હા,આપણી સોસાયટીમા આંખોના ડોક્ટરનો કેમ્પ ભરાણોતો ત્યારે એક ડોક્ટર ને બતાવુ તુ,તો ડોક્ટર કે તમારે મોતિયાનુ ઓપરેશન કરાવુ પડશે.”શારદાબા એ આરતીને જવાબ આપ્યો.

         “બા,તો પછી તમે ઓપરેશન કેમ ના કરાવ્યું?”આરતી એ ફરી શારદાબાની વેદના ને સમજવા માટે સવાલ કર્યો.

       “હુ વાત કરું બેટા,ગયા મહીને ભરત અને સંકેત આવ્યા હતા,તો મે તેને કીધું કે મને ડોક્ટરે આંખોનુ ઓપરેશન કરાવાનુ કીધું છે.તો તમે બેવ ભાઇ મારી સાથે દવાખાને આવો.મોતિયાના ઓપરેશન નો ખર્ચ પાંચ હજાર રૂપિયા જેવો થશે.તો બન્ને ભાઈઓ તે ખર્ચને લઇને લડવા લાગ્યા,સંકેત  કે ભરત,તુ ધંધો કરે છે,તો બધો ખર્ચ તુ ભોગવી લે,ત્યા ભરત સંકેત ને કે,તારે તો વગર રોકાણની ,સારા પગાર વાળી નોકરી છે,તુ ભોગવી લે બધો ખર્ચ એમ કરીને તે બેવ ભાઈ એકબીજા જોડે ઝઘડયા.”શારદાબાની આ વેદના,તેના દુખદ રુદન સાથે આંખોમા આંસુ બની બહાર વહી આવી.આરતી પણ શારદાબાના એ આંસુ જોયને હસમચી ગઇ.
બા,તમે તે બેઇ ભાઇને,એકલા હાથે મહેનત કરીને ભણાવ્યા,સારા ધરની છોકરી જોડે પરણાવ્યા,અને તે બન્ને થયને ,તમારુ એક પાંચ હજાર રૂપિયા નુ ઓપરેશન નથી કરાવી શકતા.તો તમે કેમ તે બેવ ભાઈને કંઇ કીધું નહી?”આરતી એ અકળાતા સ્વરે શારદાબાને સવાલ કર્યો.

        “બેટા,કીધે કંઇ થાય નહી,મે તે બન્ને ને સારી રીતે ઉછેરા,સારી નિશાળમા ભણાવ્યા,તેનો સંસાર સુખી રહે તે માટે સારા ધરની છોકરી સાથે પરણાવ્યા.મે એક મા તરીકેની,મારી બધીજ,મારા થી શકય હોય તેટલી જવાબદારી તે બન્ને ભાઈઓ  માટે નિભાવી.પરંતુ તે બંન્ને ભાઇઓ તેની મા માટેની,જવાબદારી ભુલી ગયા.જે માણસ સમજદાર હૉય, તે સજજન અને જવાબદાર પણ હોય છે.તેને સમજાવા ના પડે “શારદાબા એ આરતીને સમજાવતા કહ્યુ.

         “હા,બા તમારી વાત સાચી છે “આરતી એ શારદાબા ને જવાબ આપ્યો.

         “આરતી બેટા,બાને  આપણા ધરે લઇને આવ.મે ચા બનાવી છે.બધા સાથે બેસીને ચા પીએ.”આરતીના  મમ્મી એ આરતીને કહ્યુ.

          “હા,ચાલો બા,ચા પીવા”આરતી શારદાબાનો હાથ પકડી  તેને ચા પીવા લઇ જાય છે.બધા સાથે બેસીને ચા પીવે છે

ખોડીફાડ મેહુલ  (ગુરુ)

Leave a Reply

error: Content is protected !!