૧૩ વર્ષનું બાળક જયારે દરેક માતા-પિતાના આ સૌથી ખરાબ સ્વભાવને સમજાવે ત્યારે ?

રાજકોટમાં એક ભાઈના ઘરે બેસીને અમે 4-5 જણા આજના માં-બાપની જવાબદારીઓ વિષે વાતો કરતા હતા. જેના ઘરે બેસીને વાતો કરતા હતા એમનો 13 વર્ષનો દીકરો દૂર બેઠો બેઠો વાતો સાંભળી રહ્યો હતો.

થોડીવાર પછી એ ઉભો થઈને અમારી પાસે આવ્યો. મને કહે “સર, તમે બધા ક્યારના માતા-પિતાની જવાબદારીઓ વિષે વાતો કરો છો એ હું સાંભળતો હતો. સર, માતા-પિતા એક સરખા નથી હોતા, ઘરે ઘરે જુદા જુદા સ્વભાવના માતા-પિતા હોય છે. પણ એક બાબત એવી છે જેમાં બધા જ માતા-પિતા વચ્ચે સરખાપણું જોવા મળે છે.”

મને થયું આવો નાનો છોકરો વળી માતા-પિતામાં શું સરખાપણું જોઈ ગયો ? મેં પૂછ્યું,”બોલને બેટા, એવી કઈ બાબત છે જેમાં તને બધા માં-બાપ સરખા લાગે છે ?”

13 વર્ષના એ છોકરાએ કહ્યું,”સાહેબ, બધા માતા-પિતાને બીજાના દીકરા-દીકરી જ ગમે છે, પોતાના કોઈને ગમતા નથી”

નાના બાળકે આ એક જ વાક્યમાં માતા-પિતા દ્વારા બાળઉછેરમાં થતી બહુ મોટી ભૂલ સમજાવી દીધી. આપણને મોટાભાગના માં-બાપને બીજાના સંતાનો જ ગમે છે. ‘મારો દીકરો પેલા જેવો હોત તો કેવું સારું હતું !’, ‘મારી દીકરી પેલી છોકરી જેવી હોત તો મારો વટ પડી જાત!’ આપણને જ્યારે આપણું પોતાનું સંતાન સારું લાગશે ત્યારે એના વિકાસની સાચી શરૂઆત થશે. સંતાનોની ખામીઓને બદલે ખૂબીઓ જોતા શીખીએ.

શૈલેષ સગપરીયા

Leave a Reply

error: Content is protected !!