બિઝનેસમેન અનિલ અંબાણીની ભાગ્યે જ જોઈ હશે એવી તસવીરો સાથે એમના જીવનમાં ડોકિયું

ભારતના જાણીતા ઉદ્યોગપતિઓ કે પછી ધનિકોની યાદી બનાવવામાં આવે તો ચોક્કસપણે અંબાણી પરિવારનો દબદબો જોવા મળે. ધીરુભાઇ અંબાણીએ શુન્યથી સર્જન કરી રિલાયન્સની શરૂઆત કરી અને આજે આ બ્રાન્ડ વિશ્વભરમાં વિખ્યાત છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વર્ષ 2005માં અલગ થઈ ગયા હોવા છતાં પણ બ્રાન્ડની ખ્યાતિને ઉની આંચ આવી નથી, કારણ કે બન્ને ભાઇઓએ પોતાની સુઝબુઝ અને સમજદારીથી ધીરુભાઇ અંબાણીની સંપત્તિનો ભાગ પાડ્યો. આજે અનિલ અંબાણીનો બર્થ-ડે છે. વાત અનિલ અંબાણીની કરીએ તો અનિલે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર અને રિલાયન્સ કેપિટલનો કાર્યભાર સંભાળ્યો અને આજે ટોચના ઉદ્યોગપતિઓ તેમનો સમાવેશ થાય છે.

અનિલ અંબાણી અને ટીના અંબાણીના લગ્ન થયા ત્યારની તસવીર

અનિલ અંબાણીનો જન્મ 4 જૂન 1959ના રોજ મુંબઇમાં ધીરુભાઇના ઘરે થયો. તેઓ હાલ મુંબઇમાં માતા કોકિલાબેન અંબાણી સાથે રહે છે. અનિલે 1983માં રિલાયન્સમાં સહ-મુખ્ય વહીવટી અધિકારી તરીકે જોડાયા અને ભારતીય મૂડી બજારમાં ઘણાં નાણાંકીય નાવીન્યો લાવવામાં અગ્રેસર બનવામાં પ્રતિષ્ઠા સંપન્ન કરી. તેમણે મુંબઇ યુનિવર્સિટીની કેસી કોલેજમાંથી બીએસીમાં સ્નાતકની ડિગ્રી હાસંલ કરી હતી.

ધીરુભાઈ અને કોકીલાબેન સાથે મુકેશ અને અનિલ અંબાણી

અનિલ અંબાણીના બે પુત્રો છે એકનું નામ જય અનમોલ અંબાણી અને બીજા પુત્રનું નામ જય અંશુલ અંબાણી.

અનિલ અંબાણી સાથે પુત્ર
મુકેશ અને અનિલ અંબાણી શ્રીફળ વધેરીને ઉદઘાટન કર્યું હતું
અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી સાથે રાસ ગરબા રમી રહ્યા છે
ધીરુભાઈ અંબાણી સાથે પુત્રો

 

ધીરુભાઈ અંબાણી સાથે મુકેશ અને અનિલ અંબાણી હસતા હસતા ચર્ચા કરી રહ્યા હતા
ધીરુભાઈ અંબાણીનો પરિવાર
અનિલ અંબાણી બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે જમવા બેઠા છે

સોર્સ: દિવ્ય ભાસ્કર

Leave a Reply

error: Content is protected !!