દેવભૂમિ દ્વારકા સ્થિત અતિ પ્રાચીન સીધેશ્વર મહાદેવ મંદિરના દર્શન અને અનેરું મહત્વ

દેવભૂમિ દ્રારકાઃ આમ તો દ્વારિકા મંદિર ની નગરી કહેવાય છે. ત્યારે અતિ પ્રાચીન અને ખુદ ક્રિષ્ના ભગવાને અહીં પૂજા કરી હોવાની માન્યતા સાથે જ્ઞાન વાવ નું અનેરું મહત્વ ધરાવતા આ શિવાલય માં માત્ર શ્રવણ જ નહીં પરંતુ બારે માસ શિવભક્તો ની ભીડ જોવા મળે છે.

મહાદેવ ના મંદિર પ્રાગણ માં અતિ પૌરાણિક એવી જ્ઞાન વાવ આવેલી છે જે વાવ ના પાણી થી હમેશા ભક્તો મહાદેવ ને રીઝવવા અભિષેક કરે છે.આ વાવ મહાભારત વખત ની માનવામાં આવે છે દંત કથા મુજબ અહીં આ જ્ઞાન વાવ નું જળ લેવાથી જ્ઞાન ની વૃદ્ધિ થાય છે વળી પરીક્ષાઓ દરમ્યાન વિદ્યાર્થીઓ અહીં દર્શન કરી પરીક્ષા દેવા જાય છે.

દ્વારકાનું આ પર્શિધ શિવાલય સિદ્ધનાથ મહાદેવ નું સંકુલ 3000 ફુટ ના ઘેરા માં આવેલું છે. યોગ સિદ્ધ મુનિઓ એ આ શિવલિંગ પ્રસ્થાપિત કર્યું હોય શિધેશ્વર તરીકે પર્શિધ થયું છે. દ્વારકાના વેપારીઓ બારે માસ અહીં દર્શન કરી પોતાના ધનધા રોજગાર સરૂ કરે છે.હાલ શ્રવણ મશ માં ભારે ટ્રાફિક જોવા મળે છે ભાવિકો મહિલાઓ મહાદેવને અભિષેક કરવા લાઈનોમાં ઉભા જોવા મળે છે.

આ મંદિરમાં જ્ઞાન વાવ ઉપરાંત ગર્ભ ગૃહ માં શિવલિંગ.પાછળ પાર્વતીજી. ડાબી બાજુ એ ગંગાજી ની પ્રાચીન મૂર્તિઓ પ્રસ્થાપિત થયેલ છે વળી આ પઁથકના મંદિરમાં જોવા ન મળતી કુબેરજી ની પૂજનીય મૂર્તિ પણ છે તેમના પરથી અનુમાન થઇ સકે કે પુરાતન કાળમાં અહીં કુબેર પૂજાનું મહત્વ પણ હશે. પીપળાના વૃક્ષમાં લોકો બારે માસ પ્રિતુંને પાણી પાવા સાથે વાત સાવિત્રી વ્રત વખતે પણ પીપળાના વૃક્ષ નું પૂજન કરવા અહીં ભારે ભીડ રહે છે.

જગત મંદિર જેટલું જ આ જુના શિવાલય માં ભગવાન કૃષ્ણે પૂજા કરી હોવાની માન્યતા છે સાથે 1986 માં હાલ ના જગતગુરુ સવરૂપાં નન્દ સરસ્વતીજી મહારેજે આ મંદિર નો જીનોધવાર કરેલ છે.અહીં દર્શન કરવા આવતા સિવ ભક્તો ની તમામ મનોકામનાઓ સિદ્ધ થઇ જતી હોય સિદ્ધનાથ મહાદેવ ના મંદિરે ભાવિકો ની ભારે ભીડ રહે છે વળી દર સોમવારે વિવિધ શૃંગાર દર્શન અને મહા આરતી જેવા ધાર્મિક કાર્યકમો નો લાભ ભાવિકો શ્રાવણ માસ દરમ્યાન ભારે ભાવ પૂર્વક લે છે.

દ્વારકા નો તમામ વર્ગ આ સિદ્ધનાથ દાદા ના દર્શન માટે નિયમિત આવતો હોય અહીં બારે માસ શ્રાવણ જેવો જ માહોલ જોવા મળતો હોય છે.

– Jeet Chandawaniya

Leave a Reply

error: Content is protected !!