તહેવાર હોય કે ચાલુ દિવસ – ચકરી તો બારે માસ મોજ આપે – સરળ રેસીપી વાંચો

ઓફીસ હોય કે ઘર, જમવાના સમય સિવાય ગુજરાતીઓને ભૂખ લાગે એટલે નાસ્તામાં ફરસાણ જ જોઈએ અને એમાં પણ ક્રિસ્પી ફરસીપૂરી, ચકરી, સક્કરપારા વિગેરે તો હોટ ફેવરીટ.

હજુ જેમણે ફરસીપૂરી બનાવવાની સરળ રીત નથી વાંચી એ અહી ક્લિક કરો

તો ચાલો, આજે આપણે ચકરી બનાવવાની સરળ રીત વાંચીએ

ચકરી બનાવવા જરૂરી સામગ્રી :

૫૦૦  ગ્રામ ઘઉંનો લોટ
૧ ચમચો મલાઈ
૧ ચમચો આખુ જીરુ, તલ અને અજમા
૧ ટી સ્પૂન લાલ મરચું
મીઠું સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ

ચકરી બનાવવાની રીત :

ઘઉંના લોટને એક પાતળા કપડામાં બાંધી કૂકરમાં વરાળથી બાફવા મૂકો.  આ રીતે બાફવા માટે કૂકરમાં પાણી મૂકીને તેમાં ઊંચું સ્ટેન્ડ કે કાંઠો મુકી તેના પર કાણાવાળી ડિશ અથવા જાળી મૂકીને તેના પર લોટ બાંધેલી પોટલી મૂકીને ૧૦ મિનિટ સુધી બાફી લો. ત્યારબાદ કપડામાંથી લોટ કાઢીને તેને ઝીણી ચાળણીથી ચાળી લો. પછી લોટમાં મલાઈ, અડધો ચમચો તેલ, લાલ મરચું, જીરુ, અજમા, તલ, મીઠું અને પાણી નાખી રોટલીના લોટથી થોડો કઠણ એવો લોટ બાંધી લો.  હવે સંચામા ભરીને તેની ચકરી પાડી અને ગરમ તેલમાં તળી લો

બસ તો બહેનો, આવતા તહેવારો માટે અને ઘરના નાસ્તા માટે ચકરી બનાવી લો.

મસ્ત મજેદાર સક્કરપારા બનાવવાની રીત વાંચવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!