હેલ્ધી મનાતી આ વસ્તુઓ ખરેખરમાં ખુબ વજન વધારે છે – જાણો હકીકત

ખાવાપીવાની ઘણી વસ્તુઓ એવી હોય છે જે તથાકથિત રીતે હેલ્ધી માનવામાં આવે છે અને આપણે તેનો જરૂરિયાતથી વધુ ઉપયોગ કરીએ છીએ. આપણે એ પણ વિચારતા નથી કે તે કેટલી અનહેલ્ધી છે અને તેની આપણા સ્વાસ્થ્ય પર કેટલી ખરાબ અસર પડી શકે છે. આ વસ્તુઓનો એવી રીતે પ્રચાર કરવામાં આવે છે કે, આપણે માની લઈએ છીએ કે આ વસ્તુઓ હેલ્ધી છે, જ્યારે હકીકતમાં આપણું વજન વધારવામાં આ જ વસ્તુઓ જવાબદાર છે.

કેમિકલથી બને છે આર્ટિફિશિયલ સ્વીટનર

આમ તો નામ પરથી જ ખબર પડી જાય છે કે, આ એક આર્ટિફિશિયલ પ્રોડક્ટ છે, જેને કૃત્રિમ કેમિકલ્સના ઉપયોગથી બનાવાય છે. આપણું શરીર, પ્રયોગશાળાઓમાં તૈયાર કરવામાં આવેલા આ પ્રકારના કૃત્રિમ કેમિકલને ડાઇજેસ્ટ કરી શકતું નથી. આ પ્રકારની કૃત્રિમ સામગ્રીઓ ફેટના સ્વરૂપમાં આપણા શરીરમાં જમા થઈ જાય છે, જેનાથી આપણું વજન વધે છે.

વધુ પડતું પ્રોસેસ્ડ હોય છે સોયા મિલ્ક

મોટા ભાગના લોકોને એ વાતની જાણકારી હોતી નથી કે માર્કેટમાં વેચાતું સોયા મિલ્ક આપણા સ્વાસ્થ્ય માટે એટલું જ હાનિકારક હોય છે, જેટલું કોઈ ખતરનાક કેમિકલ. એવી માન્યતા છે કે, સોયા મિલ્ક પીવાથી વજન ઓછું થાય છે અને શરીર સ્વસ્થ રહે છે. સોયા મિલ્કમાં આ બધું કરવાની ક્ષમતા છે, પણ તે માત્ર અસલી સોયા મિલ્કમાં. સસ્તા અનાજની દુકાનો પર મળતાં સોયા મિલ્કની ક્વોલિટી ખરાબ હોય છે અને તે વધુ માત્રામાં પ્રોસેસ્ડ હોય છે. આ કારણથી તે સોયા મિલ્ક હાનિકારક મિશ્રણમાં ફેરવાઈ જાય છે અને આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

વણગમતા ફેટને વધારે છે માર્જરીન

માર્જરીન એક પ્રકારનું કૃત્રિમ માખણ છે, જે આપણા શરીરમાં વણગમતા ફેટને વધારવાનું કામ કરે છે. જો તમે ઇચ્છતા ન હોવ કે તમારા શરીરના વજનમાં વધારો થાય તો માર્જરીનની જગ્યાએ ઘરમાં તૈયાર કરેલા માખણનો જ ઉપયોગ કરો. ઘરમાં બનાવેલું માખણ તમારા સ્વાસ્થ્ય માટે સારું હોય છે અને તેનો સ્વાદ પણ કૃત્રિમ માખણની સરખામણીએ ઘણો સારો હોય છે. માર્જરીનની સરખામણીએ ઘરમાં તૈયાર કરવામાં આવેલા માખણમાં ગુડ ફેટનું પ્રમાણ વધુ હોય છે, જે આપણા શરીરમાં મેટાબોલિક પ્રોસેસને પ્રોસ્તાહિત કરે છે.

સુગર લેવલ વધારે છે પેક્ડ જ્યૂસ

માર્કેટમાં મળતા પેક્ડ જ્યૂસમાં સુગરનું પ્રમાણ એટલું જ હોય છે, જેટલું એક સોફ્ટ ડ્રિંકમાં હોય છે. આવા જ્યૂસ પીવાથી શરીરમાં સુગરનો સ્તર વધે છે. આ સાથે શરીરમાં વણગમતા ફેટના પ્રમાણમાં પણ વધારો થવા લાગે છે. પેક્ડ ફ્રૂટ જ્યૂસ હાનિકારક હોવાનું બીજું એક કારણ એ છે કે, તેમાં કેમિકલ અને કલરનો ઉપયોગ કરવામાં આવે છે.

હોલ વીટ બ્રેડથી શરીરમાં થાય છે સોજા

હોલ વીટ બ્રેડ એટલે કે લોટમાંથી તૈયાર કરાયેલી બ્રેડ સૌથી હેલ્ધી માનવામાં આવે છે, પરંતુ આ બ્રેડનો ટેસ્ટ અને તેની શેલ્ફ લાઇફ વધારવા માટે તેમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ આપણા શરીર માટે હાનિકારક છે. હોલ વીટ બ્રેડ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘઉંમાં જેનેટિકલી મોડિફાઇડ વસ્તુઓ હોય છે. પ્રોસેસ્ડ ઘઉંમાં ઉત્તેજક સામગ્રીઓ હોય છે, જે શરીરના ઘણા ભાગોમાં સોજા લાવી શકે છે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!