લંબોર્ગીની ખરીદનાર 40 વર્ષની પહેલી ભારતીય મહિલા શીતલને મળીએ

હાલના સમયમાં ફક્ત પુરૂષો જ મોંઘા-મોંઘા બાઈક અને કાર ખરીદી શકે એવું બિલકુલ નથી.

આપણાં દેશમાં મોંઘી અને આકર્ષક ગાડીઓનો શોખ ધરાવનાર લોકોની કમી નથી. રસ્તા ઉપર અમુક આકર્ષક ગાડી સડ્-સડ્ડાટ જતી હોય તો બે ઘડી એ ગાડી જોવાનું મન થાય. ગાડી તો લાજવાબ હોય જ છે પણ ગાડીનો નંબર, ગાડીનો લુક અને ગાડીનાં માલિક પણ રંગીલા હોય છે. જૈગુઆર, ઔડી, મર્સિડીઝ, બી.એમ.ડબ્લ્યુ, રેંજ રોવર જેવા વગેરે નામ ઘણાં લોકપ્રિય છે. આ લિસ્ટમાં એક વધું નામ છે અને એ છે “લંબોર્ગીની”.

સામાન્ય લોકો માટે તો આટલી શાનદાર ગાડીની તમન્ના પણ ફક્ત એક સપનું બનીને રહી જાય જ્યારે એની કિંમત સાંભળીએ.

પરંતુ કોલકાતાની શીતલ દુગડ માટે લંબોર્ગીની એક હકીકત છે. 40 વર્ષની શીતલ લંબોર્ગીની ખરીદનાર પહેલી ભારતીય મહિલા છે. શીતલ પાસે “લંબોર્ગીની હુરાકેન” છે.

ગોલ્ડન શેડની આ લંબોર્ગીની ને “ઑરો ઇલિઓસ” કહે છે. આ એક એક્સક્લુઝીવ કાર છે.

આ કારની કિંમત 3.32 કરોડ રૂપિયા છે. જે 100 કિ.મી. ની સ્પીડ પણ ફક્ત 3.2 સેકન્ડ જેવા નજીવા સમયમાં જ પકડી લે છે. આ કારની ટોપ સ્પીડ 325 કિ.મી. પ્રતિ કલાક છે.

શીતલનાં લગ્ન ઉદ્યોગપતિ વિનોદ દુગડ સાથે થયાં છે. તે જણાવે છે કે લગ્ન વખતે તેણીને ગાડી ચલાવતા પણ નહતું આવડતું. હવે શીતલ કોલકતાનાં સુપર બાઈક ક્લબમાં આરામથી પોતાની ગાડી દોડાવે છે.

“ઉન્હી કે સપને સચ હોતે હૈ, જો સપને દેખતે હૈ.”

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!