તારૂ મારૂ સહિયારૂ – લગ્ન પહેલા દરેક ભાવી પતિ-પત્ની વચ્ચે થતી ચર્ચાની વાત

સાક્ષી અને કુલદીપની સગાઈ ધામેધૂમે થઈ ગઈ.. વેપારી કુટુંબના એકના એક દિકરા કુલદીપ સાથે સરકારી શાળાની શિક્ષીકા સાક્ષીની સગાઈ થવાથી બંને પરિવાર ખૂબ ખુશ હતા..

આ તરફ, અઠવાડીયે બે-ચાર મુલાકાતો અને ફોન પરની સતત વાતો થકી સાક્ષી અને કુલદીપ એકબિજાને ઓળખવાનો પ્રયાસ કરી રહયા હતા..

”તું પરણીને ઘરે આવે ત્યારે તારૂ એકટીવા લઈ આવજે, જેથી તારે સ્કૂલે જવામાં અગવડ ન પડે..” કુલદીપે હાથમાં હાથ પરોવીને સાક્ષીને વાતવાતમાં કહયું ત્યારે, ”લગ્ન પછી તારૂ મારૂ સહિયારૂ કહેવાય..” સાક્ષીએ કહી દીધું હતું..

”લગ્ન પછી તારા સેલેરી અકાઉન્ટમાં મારૂ નામ ઉમેરી દઇશું.. યુ નો, જોઈન્ટ અકાઉન્ટ.. આમે’ય તું કહેતી હતી ને કે લગ્ન પછી તારૂ મારૂ સહિયારૂ કહેવાય..” કુલદીપના આ કથનથી સાક્ષીને સ્હેજેક આશ્ચર્ય જરૂર થયું હતું.. તો’ય તેણે આછું હસીને મૂક સહમતી બતાવી હતી..

”તારો પગાર કેટલો છે.?” કુલદીપના અણછાજતા આ સવાલનો સાક્ષીએ જે આંકડાકીય જવાબ આપ્યો તેનાથી કુલદીપને સંતોષ ન થયો, અને તેણે દલીલ કરી કે ”હજુ હમણા તો અખબારમાં સરકારી કર્મચારીઓના પગારવધારા વિષે લેખ આવ્યો છે.. એ પ્રમાણે તો તું ખોટું બોલતી હોય એવું લાગે છે..”

આખરે, અઠવાડીયે બે-ચાર મુલાકાતો અને ફોન પરની સતત વાતો થકી એકબિજાને ઓળખવાના પ્રયાસમાં, સાક્ષી સફળ થઈ ગઇ હતી..

..સેજપાલ શ્રી’રામ’, ૦ર૮૮

Leave a Reply

error: Content is protected !!