વિશ્વાસ – જે ક્યારેય ડગતો નથી, તૂટતો નથી અને જુકતો નથી

અર્પણ :- આ વાર્તા હું ઈશ્વર સમાન મારા મમ્મી – પપ્પા ને અર્પણ કરું છું .

જો રોનક દરેક વસ્તુ જીવન માં તમે ધારો તેવી ના પણ થાય , એમ પણ બને કે તમે ના ઇચ્છતા હોય એવું બને , પણ આપડે એ સ્વીકારવું પડે .આપણાં જીવન ની આસપાસ થતી કે આપણી સાથે થતી દરેક ઘટના નું એક પ્રયોજન હોય છે. અને જો રોનક ઉપરવાળો જે કરે એ સારા માટેજ કરે એમ વિચારી ને ચાલવાનું હોય જીવન માં . અને એના માં વિશ્વાસ રાખતા શીખો.

તમારી દીદી એ જેવું જ આ વાક્ય બોલ્યું હતું કે તરત જ તમે બોલી ઉઠ્યા હતા કે વિશ્વાસ ?????? કેમ રાખું તારા ભગવાન માં શ્રદ્ધા ? હેં કેમ એનું અસ્તિત્વ છે એમ માનું ? જે ભગવાન ની પૂજા હું આટલા વર્ષો થી કરતો આવ્યો છું , જેની સામે હું હાથ જોડી ઉભો રહેતો , મારે સ્કૂલ જવાનું મોડું થતું હોય છતાં પણ એના મંદિર માં દીવો પ્રગટાવતો .અરે જે માણસ કદી કોઈ જગ્યા એ શાંતિ થી ના બેસી શકતો એ કોઈ મંદિર કે સ્વાધ્યાય માં જતો એટલે 3 -3 કલાક વગર હલનચલન એ બેસી રહેતો … રોનક તમને આ શ્લોકો કદી યાદ નહોતા રહેતા તોય તમે એ 12 પન્ના ની રામદેવપીર ની ચાલીસા મોઢે કરેલી , અરે એમને માટે જે પણ આરતી લખાઇ હતી એ બધી જ તમે મોઢે કરેલી .

એક ગુસ્સા ભરી નજરે તમે દીદી ની સામું જોયું અને કહ્યું હતું કે ” શુ આટલું ઓછું હતું ચાર્મી ??? એના માં માનવું એ મારી ભૂલ જ હતી ને ?? જા ચાર્મી જા…તું જ માન કે ભગવાન છે .. ”

” એ ના કાલે હતો , ના અત્યારે છે , તો ભવિષ્ય માં એના હોવા ની વાત જ શુ કરું .” ને તમે તમારી દીદી સામેથી મોઢું ફેરવી લીધું હતું . રોનક તમે ઉપરવાળા માં બહુ જ વિશ્વાસ ધરાવતા હતા પણ અમુક એવી પરિસ્થિતિ આવી એટલે તમે એના માં માનવા નું છોડી દિધેલું .

તમારી એક ઈચ્છા કહી શકાય કે તમારે અમદાવાદ ની બી.જે.મેડિકલ કોલેજ માં જવું હતું પણ પરિસ્થિતિ ને કૈક બીજું જ મંજુર હતું ને તમે માત્ર થોડા માર્ક માટે ત્યાં જતા રહી ગયા હતા ને તમે પછી જામનગર ની એમ.પી.શાહ મેડિકલ કોલેજ માં એડમિશન લઇ લીધું . ઘર થી દૂર આ જામનગર જતા પુરા 11 કલાક થતા આટલું ટ્રાવેલિંગ કોઈ પણ માણસ ને કંટાળો લેવડાવી દે , તમે પણ એમાં ના જ એક હતા . પણ તમને આ વાત નો કોઈ રંઝ નહોતો .તમને એનું દુઃખ હતું કે તમારે તમારી દીદી થી દૂર રહેવાનું હતું ……….. એટલું જ નહી પણ તમને જે છોકરી ગમતી હતી ,જેને તમે મનો મન ખુબજ પસંદ કરતાં હતાં એ પણ તમને છોડી ને જતી રહી હતી . તમારું પહેલું બ્રેકઅપ કહી શકાય . તમે જે દિવસે એને પ્રપોઝ કર્યું તે દિવસ થી આજ સુધી એ તમારી જોડે બોલી નથી . ………. બીજા પણ એવા કારણો છે કે જેથી તમે ભગવાન માં માનવાનું છોડી દીધેલું ……પણ હવે એનો અહીંયા ઉલ્લેખ નથી કરવો ………….

પુરા 2 વરસ તમે એક પણ મંદિર માં પગ નતો મુક્યો રોનક . એટલુંજ નહીં પણ તમારા હોસ્ટેલ ના રૂમ માં ભગવાન ના જેટલા પણ ફોટા હતા તેને ફાડી નાખ્યા હતા , તમારી પાસે હમેશા ભગવાન ના ફોટા વાળું એક કિચેન હતું તેને પણ તમે ફેંકી દીધું હતું…. એ પણ એક મસ્જીદ પર ..રોનક!!!!!!!!! ……….. તમે ન તો એની સામે હાથ જોડ્યા હતા કે ન તો એના નામ નો ઝીકર કર્યો હતો . તમે સંપૂર્ણ નાસ્તિક બની ગયા હતા એમ કહું તો પણ ચાલે …….

આ તો બધો એક ભૂતકાળ હતો , હાલ ની પરિસ્થિતિ કૈક અલગ છે . હાલ તમે માનો છો કે ભગવાન નું અસ્તિત્વ છે , એ હયાત છે , એ ક્યાંક તો છે , આ બધું ચલાવનારો પણ એ જ છે , એજ કર્મફળદાતા છે .એ જ કરણકરાવનહાર છે.હવે તમે માનો છો કે એને જે કર્યું એ સારા માટે જ કર્યું હશે . તમને જામનગર મોકલવાનું પ્રયોજન પણ હવે તમને સમજમાં આવી ગયું હશે .

એક એવી ઘટના ઘટી કે જેણે તમને એના અસ્તિત્વ અંગે વિશ્વાસ કરવા મજબૂર બનાવ્યો રોનક . તમને યાદ હશે રોનક; first year નું રિઝલ્ટ આવ્યું એટલે એક આશ્ચર્ય હતું , તમને નતું લાગતું કે તમે પાસ થશો પણ તમે first class સાથે પાસ થયા હતા . M.B.B.S નો સૌથી વધુ ખુશી નો સમય એટલે first year પાસ નું રિઝલ્ટ આવ્યું હોય એ દિવસ .એ દિવસે તમારી ખુશી પણ સાતમા આસમાન પર હતી . first year માં પાસ થયા પછી દિલ્હી pulse માં તો જવાનું જ હોય ને !!!!! ને તમે 11 જણાએ દિલ્હી જવાની તૈયારી ચાલુ કરી દીધી હતી .( એ વાત નો તમને રંઝ છે કે જય ,કુશ અને દીપ નહોતા આવી શક્યા . અને બાપુ તો ખરા જ પાછા… ) . દિલ્હી પહોંચ્યા પછી એ રાત્રે જ તમે નૈનિતાલ જવા નીકળી ગયા હતા . નૈનિતાલ ની સુંદરતા એ તમને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા . તમે એની યાદો ને હજી પણ તમારા મોબાઈલ માં કેદ કરી ને રાખી છે . પેલા પર્વત પર વધારે ઉપર ચઢી તો ગયા હતા પણ પછી ઉતારતા તમારી ફાટી પડેલી,રોનક ….યાદ છે ને !!!!! હિહીહીહી. ………… 1500 ફિટ પર થી કરેલા paragliding નો અનુભવ પણ જોરદાર હતો રોનક .તમારે તો ત્યાં વધારે દિવસ રહેવું હતું પણ પાછું તમારે દિલ્હી પણ જવાનું હતું એટલે બે દિવસ ત્યાં જલસા ને પછી દિલ્હી પાછા ……………

દિલ્હી pulse માં sun-burn જેવા ખતરનાક બેન્ડ ને સાંભળ્યા પછી ઇચ્છાજ નતી થતી ફરીથી ત્યાં જવાની .પણ હા અંકિત તિવારીના concert માં બહુ મજા કરેલી રોનક ….. એ રાત ના એજ વાત પર ધમાલ થઇ કે કાલે હરિદ્વાર જવું કે ના ..??? પણ એ હા – ના પછી બપોરે તમે નીકળી ગયા હતા હરિદ્વાર જાવા . ગુજરાત સમાજ થી મેટ્રો માં new Delhi , અને ત્યાંથી ટ્રેનમાં અઝહર નિઝામુદ્દીન , ત્યાં થી ટ્રેનમાં હરિદ્વાર ……… (પહેલા તો તમે બીજી ટ્રેન માં બેસી ગયા હતા ) .આ બધી માથાકૂટ માં 4 જણા એ જવાનો વિચાર માંડી વાળ્યો હતો …….. એમાં પણ પવન ( લ્યો લ્યો ) તો મિત ( પ્રેમપુર ) એ ના પાડી એટલે એણે પણ ના પાડી હતી કે નથી આવું મારે ……હિ….હી….હી….હી ……….બાકી ના બે તેજસ અને કુલદીપે પણ ના પાડી હતી , ને એ 4 જણ પાછા પહોંચી ગયા ગુજરાત સમાજ માં …..

તમે આઠ જણ ( સત્યમ , હર્ષ , જયદીપ , સંજય , સચિન , પ્રવીણ અને હર્ષિલ ) રાત્રે 11 વાગ્યા જેવા હરિદ્વાર પહોંચી ગયેલા .ત્યાં તમે કચ્છી આશ્રમ માં રોકાયેલા . રેલવે સ્ટેશન થી એ આશ્રમ ના રસ્તા માં આવેલા એ ગંગા ઘાટને જોઈ તમે એકદમ દિગ્મૂઢ થઇ ગયેલા રોનક . તમે વળી ને એ ઘાટ ને દૂર થતો જોઈ રહ્યા હતા …..જાણે વર્ષો થી એ ઘાટ જોડે તમારી માયા ના બંધાયેલી હોય !!!!!!!!! જાણે ગંગા જોડે તમારો અતૂટ રિશ્તો હોય એવી રીતે આશ્ચર્ય થી તમે એના એ પ્રવાહ ને જોઈ રહયા હતા ………….. બીજા દિવસે સવારે એક છકડો કરી તમે જુદા જુદા મંદિરો વટાવી વટાવી ઋષિકેશ ગયા હતા . દૂરથી રામ સેતુ અને લક્ષ્મણ ઝુલા દેખાતા હતા . એક guide કરી તમે જુદા જુદા મંદિરો પસાર કરી રહ્યા હતા , પણ મંદિર જોવા માં તમને કોઈ રસ નહોતો . તમને તો ખાલી ક્યારે રિવર રાફ્ટિંગ કરશો એની જ રાહ જોઈ રહ્યા હતા . તમારા guideએ જ તમને એક રિવર રાફ્ટિંગ કરાવે એવા માણસ જોડે સંપર્ક કરાવ્યો હતો . દરેક જણ ના 300 રૂપિયા ભરી તમે તુફાન જીપ માં ઋષિકેશ થી થોડા 10 – 15 km જેટલા ઉપર ગયા હતા કે જ્યાંથી રિવર રાફટિંગ ના સૌથી નાના માર્ગ ની શરૂઆત થતી હતી . દરેક જણે લાઈફ જેકેટ પેર્યું હતું અને દરેક ના હાથ માં એક pedalle ( હલેસુ ) હતું , ને ચ્હેરા પર એક અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો હતો .

ગંગા કે જે ગંગોત્રી થી શરૂ કરીને બંગાળ ની ખાડી ને મળે છે એની તો વાત જ શું થાય રોનક !!!!!બંને બાજુ પર્વતો ને આગળ જતા મંદિરો અને એની વચ્ચે થી પસાર થતો ગંગા નો પ્રવાહ એક અનેરું દૃશ્ય છતું કરતો હતો . પર્વત પાછળ થી ડોકિયું કરતો સૂર્ય તેના પાર સોનેરી કિરણો નો જાણે મારો ચલાવી રહ્યો હોય તેવો આભાસ થતો હતો અને ગંગા નું હિલોળા લેતું એ પાણી એને ધક્કો મારી રહ્યું હતું અને અનેક નાના નાના સૂર્ય જાણે ગંગા માં આવેલા હોય તેવું એક ચિત્ર રચાયું હતું . પંખીઓ ના એ કલરવ અને હિલોળા લેતા એ પાણી નો અવાજ બંને જ્યારે કાને અથડાતા ત્યારે એક અલગ જ સંગીત સંભળાતું………..

તમે તમારી રાફ્ટ સાથે…ને એ પાણીના પ્રવાહ સાથે કિલ્લોલ કરતા કરતા આગળ વધી રહ્યા હતા . કિનારા જોડે ઘૂંટણિયે આવતું એ પાણી વચ્ચે તો કદાચ તમારા જેટલાજ 30 રોનક આખા ડૂબી જાય એના કરતાં પણ વધારે ઊંડું થઈ જતું હતું …. તમારા આ માર્ગ માં કુલ 3 rapid આવતા હતા ( rapid એટલે ખડકો વડે રચાતો એક ખતરનાક કહી શકાય એવો ખુબજ ઝડપ થી હીલોળો લેતો પાણી નો પ્રવાહ ) જ્યારે પણ તમારો guide one , two , three go boys બોલતો એટલે બધામાં એક રોમાંચ ની લહેરખી દોડી જતી અને બધા હલેસુ મારવા મંડી પડતા . જોકે સાચી રીત તો કોઈ ને પણ ખબર નતી. બસ બધા આડેધડ હલેસુ મારે જતા . હી હી હી………… આજ માર્ગ માં ત્રણ જગ્યા એવી પણ હતી જ્યાં પાણી એકદમ શાંત હતું , એ જગ્યાએ તમે બધો ડર નેવે મૂકી ને બસ પાણી માં કૂદી જતા , જોરજોર થી ચિચિયારીઓ પાડતા , તરવાનો એક નિષ્ફળ પ્રયત્ન કરતા , પાણી માં આળોટવાની કોશિશ કરતા , બસ એ જાણે તમારી ઊંઘવાની પથારી હોય તેમ એના પર સુઈ – જરા ઊંધા – જરા ચત્તા થઈ પગ થી પાણી ને ધક્કો મારી એક કૂદકો મારતા …………… જ્યારે એ ઠંડુ ઠંડુ પાણી પાંપણો ને અડતું એટલે જાણે વીજળી પસાર ના થઇ હોય એવો અહેસાસ થતો…યાદ છે ને રોનક……… ( અહીંયા સચિન શાંતિથી રાફ્ટ માં જ બેસી રહ્યો હતો કદાચ ફાટતી હશે હી હી હી હી…….)

અહીંયા ખાલી ત્રણ rapid અને ત્રણ જગ્યા એ પાણી માં પડ્યા રેવાનું એટલું જ નતુ રોનક . સૌથી અંતિમ હતું એ બધા કરતા અઘરું હતું જે માણસ ના ડર ની ખરેખર કસોટી લઇ લે એવું હતું . તમને યાદ હશે કે તમારે પંદર ફૂટ ઊંચેથી કૂદવાનું હતું સીધા પાણી માં અને ત્યાંથી તરતા તરતા તમારી રાફ્ટ સુધી પહોંચવા નું હતું . પહેલા પ્રયાસ માં તો તમે રાફ્ટ સુધી પહોંચી ગયેલા રોનક પણ પહેલી વાર રાફ્ટ સુધી પહોંચ્યા એટલે તમે મનો મન એવું માની બેઠેલા કે તમને તરતા આવડી ગયું ………. બીજી વાર કૂદયા એટલે તમે વધારે આવેશમાં આવી ને નીચે કુદવાને બદલે વધારે દૂર કૂદયા હતા . ને પછી તો શુ દાંત ના હોય એને લોઢા ના ચણા ચાવવા આપો એવી પરિસ્થિતિ તમારી હતી રોનક ……. તરતા તો આવડતું નતું એમાં પણ અહીંયા તરવાનું હતું એ પણ ગંગા ના પ્રવાહ ની વિરુદ્ધ , તો જ તમે રાફ્ટ સુધી પહોંચી શકો . પણ ગંગાનો પ્રવાહ તમને પણ એની સાથે ખેંચતો ગયેલો . તમે તમારી રાફ્ટ થી 150 ફૂટ જેટલા દૂર જતા રહ્યા હતા …….આજુ બાજુ પણ કોઈ નતું જે તમને બચાવી શકે . એમાં પણ 150- 200 મીટર પહોળાઈ ધરાવતી એ ગંગા નદીમાં બેય બાજુ થી તરવૈયાઓ પડે તો એમને પણ તમને બચાવવા ખુબજ અઘરૂ પડી જાય રોનક ……

બધી બાજુ પાણી હતું , તમે બસ દિગ્મૂઢ બની પડી રહ્યા હતા . તમને પણ ખબર હતી કે પ્રયત્ન કરવાનો કંઇ અર્થ નથી . આજુ બાજુ નું જે દૃશ્ય તમને સુંદર લાગતું હતું એજ તમને ભેંકાર લાગી રહ્યું હતું …… તમે ગંગા ની લગભગ વચ્ચો વચ્ચ હશો રોનક …… એ સમયે કોઈ યાદ નતું આવ્યું તમને સિવાય કે ભગવાન , જેના અસ્તિત્વ વિશે તમે અસમંજસ માં હતા . પુરા બે વર્ષ પછી તમે રામદેવ ચાલીશા બોલ્યા હતા રોનક ……. પુરા બે વર્ષ પછી તમે મનો મન એના મંદિર માં પગ મૂક્યો હતો ………….. એ ચમત્કાર હતો કે શું હતું એ મને ખબર નથી પણ મને તો એવું જ લાગે છે કે કદાચ ઉપરવાળા ની જ એ કરામત હતી કે તમે એ ધસમસતા પ્રવાહ માંથી ધીમે ધીમે કિનારા તરફ ધકેલાઈ રહ્યા હતા . હજી પણ ખતરો ટળ્યો નહોતો . તમને રામ ઝુલા પૂરો થાય એ પહેલા પકડવા જરૂરી હતા , જો આમ ના થાય તો તમે રામ ઝુલા પછી આવેલા એ ડેમમાં પડયા હોત , પછી તો deadbody મળે . અને રાફ્ટ ને રામ ઝુલા ની પેલી પાર જવાની મંઝુરી નથી હોતી ……રાફ્ટ ને તમારી સુધી આવતા પુરી 12 એક મિનિટ થયેલી રોનક . સૌથી આશ્ચર્ય ની વાત તો એ હતી કે તમે જે રામદેવપીર ના અસ્તિત્વને ન’તા માનતા એ 12 બીજ ના ધણી કેવાય છે . તમારા સાત મિત્રો એ તમને પકડ્યા હતા અને એ પણ રામ ઝુલાની બરાબર નીચે …… ( હા રોનક એ વાત સાચી છે કે તમે તમારા હાથમાંથી ઘડિયાળ દિવસ માં એક જ વાર નિકાળો છો , અને એ ક્ષણે પણ તમે ઘડિયાળ પહેરેલી હતી …….)

રોનક ઘટના પછી તમે માનો છો કે ઈશ્વરનું અસ્તિત્વ ખરેખર છે.તમારા પ્રવાસ નો અંત હરિદ્વાર માં ગંગા ઘાટમાં સ્નાન સાથે પૂરો થયો હતો .તમારા જીવન નો સૌથી યાદગાર પ્રસંગ કહી શકાય બરાબર નેરોનક?????!!!!!!

બસ રોનક અંત માં તમારા એક મિત્ર નું વ્હોટસૅપ નું સ્ટેટ્સ દોહરાવા માંગીશ , તમે પણ હાલ એની સાથે સહમત પણ છો કે

“” God is great “”

રોનક પ્રજાપતિ ( અનંત )

Leave a Reply

error: Content is protected !!