અનોખા વાત – આ મંદિરમાં થાય છે મુસ્લિમ મહિલાની પૂજા…

પૂજાનુ ઘર અને ધાર્મિક પ્રવૃત્તિનાં માળકા તરીકે હિન્દુ ધર્મનાં લોકો દ્વારા દુનિયામાં વિશેષ સ્થાનનું નિર્માણ કહેવામાં આવે છે કે જેને આપણે મંદિર કહીએ છીએ. ભારતમાં મંદિર પોતાની જાતમાં વિશિષ્ટ મહત્વ ધરાવે છે કે જે સામાન્યતઃ રાજાઓ, યોદ્ધાઓ અને મહાન લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે. જોકે વિવિધ દેવી-દેવતાઓની પૂજા કરવાની સાથે, ભગવાન માટે લોકોની આસ્થા અને વિશ્વાસ ભિન્ન-ભિન્ન હોઈ શકે છે. પોતોના અહંકારને બાજુએ મૂકી રાખી હિન્દુઓ પોતાનાં સમુદાયનાં વિકાસ બાદથી જ મંદિરમાં પૂજા કરતા આવ્યા છે. એવામાં હિન્દુઓ માટે મંદિર એક ઇમારત કે પાયાગત માળખા કરતા ઘણુ વધારે છે.

એમ તો ભારતમાં અનેક મંદિરો છે, પરંતુ તેમાં એક અનોખુ મંદિર એવું પણ છે કે જ્યાં એક મુસ્લિમ મહિલાની પૂજા કરવામાં આવે છે કે જે સાચે જ આશ્ચર્યની વાત છે.

આ મંદિરામાં મુસ્લિમ મહિલાની થાય છે પૂજા

ગુજરાતનાં નાનકડા ગામ ઝુલાસણ ખાતે આવેલ આ મંદિર પોતાની આ અસાધારણ વિશેષતા માટે પ્રસિદ્ધ છે. આ મંદિરમાં ડોલા નામની એક મુસ્લિમ મહિલાની પૂજા કરવામાં આવે છે અને સ્થાનિક લોકો તેને ભગવાન તરીકે ગણે છે. તેનાથી જોડાયેલી કહાણી 250 વર્ષ અગાઉની છે કે જ્યારે કેટલાક ઉગ્ર લોકોએ ઝુલાસણ ગામ પર હુમલો કર્યો હતો. ત્યારે ડોલા નામની આ મુસ્લિમ મહિલાએ આ બદમાશોનો બહાદુર સાથે મુકાબલો કર્યો હતો. જોકે તે આ બદમાશો સામે વધારે ન ટકી શકી અને આ લડાઈમાં તેનું મોત થઈ ગયું.

મહિલાનું શરીર બની ગયુ હતુ ફૂલ

પ્રત્યક્ષદર્શીઓ બતાવે છે કે મૃત્યુ બાદ મહિલાનું શરીર તરત ફૂલમાં બદલાઈ ગયુ. તે પછી આ નિડર મહિલાને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્થાનિક લોકોએ તે સ્થાન પર મંદિરનું નિર્માણ કરાવ્યું કે જ્યાં ડોલાએ છેલ્લા શ્વાસ લીધા હતાં. ત્યારથી ડોલા માતાની સૌ કોઈ પૂજા કરવા લાગ્યા અને સાથે જ ઘણા લોકો ખાસ કરીને આ મુસ્લિમ મહિલાની પૂજા કરવા માટે જ આ ગામે આવે છે.

મંદિરમાં નથી કોઈ મૂર્તિ

જોકે મંદિરની અંદર ડોલા માતાની કોઈ મૂર્તિ નથી, પરંતુ આપને ત્યાં સાડીમાં લપેટેલુ એક પથ્થર જોવા મળશે. આ ઉપરાંત ગુજરાતનાં આ નાનકડા ગામને પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી સુનીત વિલિયમ્સનાં મૂળ ગામ તરીકે પણ જાણવામાં આવે છે. આ મંદિરે તે વખતે વધુ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી કે જ્યારે સુનીતા પોતાનાં પિતા સાથે ડોલા માતા દેવી મંદિરનાં દર્શન કરવા આવી. અહીં ઘણા લોકો ડોલા માતા પાસે આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે, કારણ કે તેમની માન્યતા છે કે ડોલા માતા તેમની ઇચ્છાઓ પૂર્ણ કરશે.

250 વર્ષ જુનુ છે આ મંદિર

રસપ્રદ બાબત એ છે કે ડોલા માતા મંદિર 250 વર્ષ જૂનુ છે અને તેની સારસંભાળ ભાજપ નેતા દ્વારા કરવામાં આવે છે કે જે આ મંદિરમાં પૂજા કરવા આવે છે. બીજી બાજુ એક આશ્ચર્યમાં મૂકનારી વાત એ પણ છે કે આ ઝુલાસણ ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી. ઝુલાસણ ગામ અમદાવાદથી 40 કિલોમીટર દૂર છે. એમ તો આપને આ પ્રસિદ્ધ ડોલા મંદિર સુધી લઈ જવા માટચે બસ અને કૅબની સગવડ ઉપલબ્ધ છે.

સોર્સ: બોલ્ડ સ્કાય ગુજરાતી

Leave a Reply

error: Content is protected !!